હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / બીજ / બીજ પ્રસંસ્કરણ અને સંગ્રહ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બીજ પ્રસંસ્કરણ અને સંગ્રહ

બીજ પ્રસંસ્કરણ અને સંગ્રહ વિશેની માહિતી આપવામાં આવી છે

ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીજ ઉંચી ભોતિક શુધ્ધતા ,જનીનિક શુધ્ધતા ,એકરૂપ આકાર અને કદ અને સલામત  સંગ્રહ માટે યોગ્ય નીચું ભેજનું પ્રમાણ ધરાવતું તેમજ નિંદામણના બીજ ,જીવતો અને બીજ્જન્ય રોગો રહિત હોવું જોઈએ.ધાન્ય પાકોમાં કાપણી પછીનું નુકશાન ૧૦ %છે જયારે બીજની ગુણવત્તા ધ્યાને લેતા મુલ્ય /જથ્થામાં કાપણી પછીનું નુકશાન ૨૫% જેટલું અંદાજવામાં આવે છે જે જુદી જુદી અવસ્થાએ અલગ અલગ હોય છે.

વિવિધ અવસ્થાએ નુકશાન

કાપણી

૧-૩%

ઝુડણી

૨-૬%

સુકવણી

૧-૫%

હેન્ડલિંગ /પરિવહન

૨-૭%

સંગ્રહ

૨-૧૦%

બીજ પ્રસંસ્કરણ પહેલા કાપણી અને ઝુડણી પણ બીજ ગુણવત્તા ને અસર કરે છે. ફીઝીયોલોજીકલ પરિપક્વતા એ  કાપણી કરવાથી મહતમ બીજ ગુણવત્તા મેળવી શકાય છે પરંતુ કેટલાક પાકોમાં આ તબક્કે ભેજ બહુ હોવાથી સુકવણી આવશ્યક બને છે સામાન્ય રીતે ફીઝીયોલોજીકલ પરિપક્વતા એ ૪૫% જેટલો ભેજ હોય છે ,એટલે યોગ્ય સુકવણી ધ્વારા બીજને સંગ્રહ યોગ્ય ભેજ પર લાવવું જરૂરી છે.

બીજમાં ભેજના ટકા

તબક્કો અને અસરો

૩૫-૮૦

વિકસતુ બીજ અપરિપકવ

૧૮-૪૦

ફીઝીયોલોજીકલ પરિપક્વ ,ઉંચો શ્વાસોશ્છાવાસ દરજીવત,કાપણી

૧૩-૧૮

ઉંચો શ્વાસોશ્છાવાસ દર,મોલ્ડ જીવતો નુકશાન કરી શકે ,હિટીંગ થાય યાંત્રિક નુકશાન  પ્રતિકાર કરી શકે

૧૦-૧૩

૬-૧૮ માસ ખુલ્લામાં સંગ્રહ થઇ શકે ,શીત વિસ્તારમાં જીવાતો આવી શકે ,યાંત્રિક નુકશાન થઇ શકે

૮-૧૦

૧-૩  વર્ષ ખુલ્લામાં સંગ્રહ થઇ શકે ,ખુબ ઓછી જીવાતો ની પ્રવૃત્તિ ,બીજને યાંત્રિક નુકશાન ની ખુબ શક્યતાઓ

૪-૮

હવાચુસ્ત –સીલ્ડ સ્ટોરેજ

૦-૪

વધુ પડતી સુકવણી નુકશાનકારક

૩૩-૬૦

સ્ફુરણ થવાની શરૂઆત

સંતુલિત ભેજ :

જો આસપાસના વાતાવરણ નો સાપેક્ષ ભેજ બીજના ભેજ કરતાં ઓછો હોયતો બીજમાંથી ભેજ દુર થાય છે જો વાતાવરણ નો સાપેક્ષ ભેજ વધુ હોય તો બીજ ભેજ મેળવે છે.બંને સરખા હોય તો સંતુલન સ્થપાય છે.

સુકવણી:

કુદરતી /સૂર્ય પ્રકાશ અને પવન દ્રારા સુકવણી

 • મોટા ભાગના બીજના જથ્થાને આ પધ્ધતિ થી સુકવણી કરવામાં આવે છે.
 • વાતાવરણ માં ૪૫ % થી ઓછો સાપેક્ષ ભેજ હોય ત્યારે ગરમી સંગ્રહ માટેના સલામત ભેજ પર બીજને લઇ જઈ શકાય .૬૦ % થી વધુ સાપેક્ષ ભેજ હોય ત્યારે મોલ્ડ નો વિકાસ થાય ,જેથી બીજની સ્ફૂરણશક્તિ માં ઘટાડો થતો હોય છે.
 • ખેતરમાં કે ખળામાં કોઈપણ જાતના વધારાના ખરચ વગર કરી શકાય ,પાતળા થરમાં ૧૫ સે. મી . થી ઓછા કે જાડા થરમાં ૧૫ સે.મી . થી વધુ જાડાઈ માં સુકવણી કરી શકાય.
 • વધુ સાપેક્ષ ભેજ અને તાપમાન વખતે સુર્યપ્રકાશ થી સુકવણી ન કરવી જોઈએ.બીજમાં ૧૭ % થી વધુ ઓછા ભેજ થયા બાદ બપોરના સુર્યપ્રકાશ માં સુકવણી કરવી જોઈએ.
 • સુકવેલા બીજ રાત્રે ખુલ્લા ન રહેવા જોઈએ .
 • ૧૦-૨૦% ભેજ આવતા ૨ થી ૪ દિવસ લાગે,હવાનો સાપેક્ષ ભેજ સંતુલિત સાપેક્ષ ભેજ કરતા ઓછો હોય ત્યારે જ સુકવણી થાય
 • વાતાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ ન હોવાથી વિશેષ કાળજી જરૂરી છે.ઉનાળુ મગફળી માટે બીજ ચોમાસામાં તૈયાર કરવામાં આવે છે.કારણ કે સીધા સુર્યપ્રકાશમાં સુકવણી કરવાથી જર્મિનેશન પર અસર પડે છે .ગુવાર બીજ જો ચોમાસામાં ભેજ મેળવે તો વાયેબીલીતી  ગુમાવે છે .રીંગણ ના બીજ કાઢી ,ધોઈ ણે પછી સુક્વવાથી વાયેબીલીટી ગુમાવે છે તેના કરતા રીંગણ ના આખા ટુકડા કરી સૂકવવા વધુ સારા.મરચી જેવા કેટલાક બીજ સિવાય બીજની સુકવણી સીધા સુર્યપ્રકાશ કરતા છાયામાં વધારે સારી થાય છે.પાકા મરચા આખા સૂકવવામાં આવે છે.

બીજની ગુણવત્તા ને અસર કરતા સુકવણી ના મુખ્ય પાસાઓ:

(૧)બીજનો શરૂઆતનો ભેજ,સુકવણી કરતી હવાનું તાપમાન અને બીજના થરની યોગ્ય જાડાઈ:

બીજનો શરૂઆત નો ભેજ

ભલામણ કરેલ સુકવણી નું તાપમાન(સે.)

૧૦%

૪૩.૩

૪૫

૧૦-૧૮%

૩૭.૫

૪૦

૧૮-૩૦%

૩૨.૨

૩૫

બીજ

મહત્તમ જાડાઈ/ઊંડાઈ (સે.મી.)

ભલામણ કરેલ સુકવણી નું મહત્તમ તાપમાન (સે.)

મકાઈ,ઘઉં,સોયાબીન ,જુવાર

૫૦

૪૩

ડાંગર

૪૫

૪૩

મગફળી

૧૫૦

૩૨

જવ

૫૦

૪૦.૫

ઓટ

૯૦

૪૩

(૨)સુકવણી માટેની હવામાં નીચો સાપેક્ષ ભેજ

જો આસપાસના વાતાવરણ નો સાપેક્ષ ભેજ બીજના ભેજ કરતા ઓછો હોય તો બીજમાંથી ભેજ દુર થાય છે.

 

બીજમાં ભેજનું પ્રમાણ

સમતોલ સમયે હવામાં સાપેક્ષ ભેજ %

તાપમાન

૪.૪ સે.

તાપમાન

૧૫.૫  સે.

તાપમાન ૨૫ સે.

૧૭

૭૮

૮૩

૮૫

૧૬

૭૩

૭૯

૮૧

૧૫

૬૮

૭૪

૭૭

૧૪

૬૧

૬૮

૭૧

૧૩

૫૪

૬૧

૬૫

૧૨

૪૭

૫૩

૫૮

બીજમાં હવાના જુદા જુદા સાપેક્ષ ભેજ સાથે સમતોલન માં રહેતો ભેજ

પાક

હવાનો સાપેક્ષ ભેજ (%)

૧૫

૩૦

૪૫

૬૦

૭૫

૯૦

ડાંગર

૫.૫

૮.૦

૧૦.૦

૧૨.૦

૧૪.૦

૧૭.૫

ઘઉં

6.૫

૮.૫

૧૦.૦

૧૨.૦

૧૫.૦

૧૯.૫

મકાઈ

6.૫

૮.૫

૧૦.૫

૧૨.૫

૧૫.૦

૧૯.૦

જુવાર

6.૫

૮.૫

૧૦.૫

૧૨.૦

૧૫.૦

૧૯.૦

સોયાબીન

6.૫

૭.૫

૯.૫

૧૩.૦

૧૯.૦

મગફળી

૨.૫

૪.૦

૫.૫

૭.૦

૧૦.૦

૧૩.૦

કપાસ

6.૦

૭.૫

૯.૦

૧૧.૫

> <

રાઈ

૪.૦

૫.૦

6.૦

૭.૦

૯.૦

ભીંડા

૭.૫

૮.૦

૯.૫

૧૧.૦

૧૩.૦

વટાણા

૫.૦

૭.૦

૮.૫

૧૧.૦

૧૪.૦

(૩)સુકવણી નો સમય અને દર :

બીજ પ્રસંસ્કરણના ધ્યેય:

 • ભૈતિક શુધ્ધતા ,મહત્તમ ઉગવાની ક્ષમતા ,વાયેબીલીટી ,જુસ્સો  વગેરે અને સંગ્રહ  ક્ષમતા ધરાવતા સારા બીજને ચોક્કસ આકાર ગુણવત્તા મુજબ સંપૂર્ણ અલગ કરવા.
 • લઘુતમ બીજ નુકશાન( સામાન્ય રીતે થ્રેસિંગ / એલીવેટર બુટ,ડીલીવરી પાઈપ ,સ્ક્રીન વગેરેમાં બ્લો /ઈમ્પેક્ટ દ્રારા જર્મિનેશન /વાયેબીલીટી,મોલ્ડ ડેવલોપમેન્ટ  વગેરેમાં ૧૫-૨૫ % નુકશાન થતું હોય છે.)
 • યંત્ર / પ્રસંસ્કરણની વધુ કાર્યક્ષમતા અને ઓછામાં ઓછી માનવબળ /ઉર્જા ની જરૂરિયાત પદાર્થો વચ્ચે ભોતિક ખાસિયતો /ગુણધર્મો માં તફાવત હોય છે.જેમાંથી એક અથવા એકથી વધારે ખાસિયતો ના તફાવત નો ઉપયોગ કરી બીજ પ્રસંસ્કરણ દ્રારા બીજના જથ્થાનું વૈવિધ્યનું સ્તર નીચે લાવી શકાય છે અને ગુણવત્તા યુક્ત બીજ ઉત્પાદન કરી શકાય છે.

ક્રમ

ભોતિક ખાસિયતો

અનુકુળ યંત્ર

બીજનું માપ (પહોળાઈ,જાડાઈ)-નાના થી મોટું

એરસ્કીન ક્લીનર કમ ગ્રેડર

બીજની લંબાઈ-નાની ,મોટી

ડિસ્ક સેપરેટર

બીજનો આકાર –ગોળ ,લંબ ગોળ,ચપટા વગેરે

સ્પાઈરલ સેપરેટર,ડ્રેપર સેપરેટર

બીજ ની સપાટી નું ટેક્ષ્ચર-લીસું,ખરબચડું

રોલ મિલ /ડોડર મિલ

બીજ ની ઘનતા /વિશિષ્ટ ઘનતા ,અપરિપકવ,હલકા થી ભારે’

સ્પેસીફીક ગ્રેવિટી સેપરેટર

6

બીજનો રંગ –આછો ,ઘાટો

ઇલેક્ટ્રોનીક કલર સોટર

પાણી ગ્રહણ  કરવાની ક્ષમતા-ઓછી થી વધુ

મેગ્નેટિક

ટર્મીનલ વેલોસીટી

ન્યુમેટીક

બીજ સંગ્રહ

પાક ઉત્પાદન ની શરુખલા જાળવવા,ઉત્પાદન અનામત રાખવા ,માતૃ –પીતરું જતો જાળવવા અને બિલ્ડીંગ મટીરીયલ્સ ણે સાચવવા યોગ્ય બીજ સંગ્રહ જરૂરી છે કાપણીથી ફરી વાવણી સુધીના સમયગાળામાં ઉંચી સ્ફૂરણશક્તિ  અને જુસ્સો જાળવવો એ બીજ સંગ્રહ નો મુખ્ય હેતુ છે.સંગ્રહાયેલ જથ્થા બીજની કિંમતના ૨૫ % કીમત નીજની ગુણવત્તા ઘટવા ના કારણે ગુમાવવા પડે છે.

સામાન્ય વાતાવરણમાં સંગ્રહ સમયની અગત્ય ના પાકોના બીજ ના સ્ફુરણ પર અસર

પાક

સંગ્રહ સમય(માસ)

6

૧૨

૧૮

૨૪

૩૦

મકાઈ

૯૮

૯૮

૯૬

૯૬

૯૦

૮૫

ડુંગળી

૯૬

૯૦

૪૨

6

મગફળી દાણા

૯6

૯૩

૬૦

ડાંગર

૯૪

૯૨

૯૪

૯૩

૯૦

૮૮

જુવાર

૯૬

૯૬

૯૩

૮૬

૮૨

૭૮

સોયાબીન

૯૬

૯૪

૮૫

૬૦

૪૨

ઘઉં

૯૮

૯૭

૯૭

૯૬

૯૨

૯૦

બીજના સંગ્રહ આયુષ્ય ને અસર કરતા પરિબળો

બીજના  જનીનિક પરિબળો

પાક,બીજનો  પ્રકાર ,જાત ,બીજનું કદ

ટૂંકા આયુષ્ય વાળા:ડુંગળી ,સોયાબીન,મગફળી ,ગુવાર

લાંબા આયુષ્ય વાળા:ઘઉં,મકાઈ,જુવાર,ડાંગર,રજકો

સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થોવાળા બીજ ,તૈલી પદાર્થોવાળા કે પ્રોટીનવાળા બીજ કરતા વધુ સમય સંગ્રહ કરી શકાય.

કાપણી પહેલાના પરિબળો:

જે તે સ્થળની જમીન ,હવામાન ,બીજ બનવાની અને પરિપક્વ  થવાની પ્રક્રિયા ઋતુ,હવામાન અને તેના ફેરફારો ,બીજ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેતીકાર્યો ,ખેતરમાં રોગના જીવાણું,ફૂગ અને વિષાણુ વગેરે દ્રારા થયેલ નુકશાન ,જીવત થી થયેલ નુકશાન ,ફીઝીયોલોજીકલ પરીક્વતા અને કાપણી પહેલા જુદા જુદા પાકોમાં ૧ થી ૪ અઠવાડિયા નો જે સમય લાગે છે તે દરમિયાન ન ફેરફારો અને પાકની કાપણી સમયે આબોહવાકીય પરીસ્થિતિ સંગ્રહ દરમિયાન બીજનું આયુષ્ય નક્કી કરે છે.

બીજનું બંધારણ

સંગ્રહાયેલા નાના બીજ ઈજા થી બચી શકે,જયારે મોટા બીજ જલ્દી થી ઈજા પામે દા. ત. સોયાબીન ચપટા અને અનિયમિત આકાર વાળા બીજ કરતા ગોળાકાર બીજ વધુ રક્ષિત છે.વળી બીજનું આવરણ તેની મજબૂતાઈ વગેરે પર પણ અસર કરે છે.

બીજની શરૂઆત ની ગુણવત્તા:

સાધારણ નુકશાન પામેલ બીજના મિશ્રણ વાળા જથ્થા કરતા જુસ્સા વાળા તંદુરસ્ત બીજ વધુ આયુષ્ય ભોગવે છે. શરૂઆત ની વાયેબીલીટી અને કાપણી સમયે પરિપક્વતા નો તબક્કો પણ અસર કરે છે.

બીજ નો ભેજ

બીજના ૧૨-૧૮ માસના સામાન્ય  સંગ્રહ માટે ૧૦% ભેજ તેમજ લાંબા ગાળાના સંગ્રહ માટે 6 થી ૮ % ભેજ લાવવો જરૂરી છે. આ ઉપરાંત હવાચુસ્ત પાત્રમાં સંગ્રહ માટે પાકની જાત પ્રમાણે ૪ થી ૮ % ભેજ લાવવો જરૂરી છે.બીજનો સંગ્રહ કરતા સમયે ૧૪ % કરતા ક્યારેય ભેજ વધુ ન હોવો જોઈએ ,અને લાંબા ગાળાના સંગ્રહ માટે ૯ % કરતા ઓછો ભેજ બીજની સ્ફુરણ શક્તિ જાળવી રાખવા જરૂરી છે.

૩૨ સે. તાપમાને બીજનો ભેજ

બીજનું સંગ્રહ આયુષ્ય

૧૧-૧૩%

૦૬ માસ

૧૦-૧૨ %

૧૨ માસ

૯-૧૧ %

૨૪ માસ

૮-૧૦ %

૪૮ માસ

બીજ

સામાન્ય સંગ્રહ

હવાચુસ્ત  પેકીંગમાં સંગ્રહ

ઘઉં ,ડાંગર ,મકાઈ,જુવાર

ભેજ <૧૨ %

< ૮ %

શાકભાજી અને તેલીબીયા પાકો

<૯ %

૪-૮ %

સંગ્રહ સ્થાન /વાતાવરણ ના પરિબળો

(૧)સંગ્રહ સ્થાન /વાતાવરણ નો સાપેક્ષ ભેજ અને તાપમાન

સંગ્રહ સ્થાન /વાતાવરણમાં નીચો સાપેક્ષ ભેજ હોય ત્યારે કુદરતી રીતે બીજનું નીચું ભેજ પ્રમાણ મળે છે બીજનો સમતોલન સમય નો ભેજ સંગ્રહ સ્થાન /વાતાવરણ ના સાપેક્ષ ભેજ અને તાપમાન પર સંપૂર્ણ પણે આધારિત છે

તાપમાન ધટે > વાતાવરણ નો સાપેક્ષ ભેજ વધે > બીજનો સમતોલન સમય નો ભેજ વધે

તાપમાન વધે > વાતાવરણ નો સાપેક્ષ ભેજ ધટે > બીજનો સમતોલન સમય નો ભેજ ધટે

૦ સે થી ૫૦ સે તાપમાન ની મર્યાદા વચ્ચે દરેક ૫ સે.સંગ્રહ તાપમાનનો ધટાડો બીજની આવરદા બમણી કરે છે.

માઈક્રોફ્લોરા ,જીવાતો અને માઈટસ

બીજના કેટલા ભેજ પર વિકસે

વિગત

વૃદ્ધિ માટેનું તાપમાન (૦ સે.)

આદર્શ તાપમાન (૦ સે.)

સાપેક્ષ ભેજ

(%)

થ્રેસહોલ્ડ  લીમીટ (૦ સે.)

૮% થી ઉપર

જીવાતો

૨૧-૪૨

૨૭-૩૭

૩૦-૯૫

૪૨

૮% થી ઉપર

માઈટસ

૮-૩૧

૧૯-૩૧

૬૦-૧૦૦

૪૨

૧૮-૨૩ %

ફૂગ

૮-૮૦

૨૦-૪૦

૬૦-૧૦૦

૬૩

૨૩-૩૦%

સુક્ષ્મ જીવાણું ઓ  બેક્ટેરિયા

૮-૮૦

૨૬-૨૮

૯૧-૧૦૦

૭૧

૩૩-૬૦%

બીજને સ્ફુરણ  માટે અનુકુળ

૧૬-૪૨

૯૫-૦૦

૫૦

(૨)સંગ્રહ દરમિયાન વાયુઓ

ઓક્સિજન નું દબાણ વધવાથી વાયેબીલીટી નો સમય ઘટે છે. નાઈટ્રોજન અને કાર્બન ડાયોક્સાઈ બીજની સંગ્રહ શક્તિ વધારે છે.૧૦ % કરતા ઓછા બીજના ભેજ પર જો આસપાસની હવામાં વધુ કાર્બન ડાયોક્સાઈ અને ઓછો ઓક્સીજન હોય તો સંગ્રહ શક્તિ વધે છે.

બીજની માવજત

માવજત કરેલ બીજ વધુ સંગ્રહી શકાય.ધુમીકરણ દ્રારા સંગ્રહ સમય વધી શકે.

બીજ પેકિંગ કરવાના પદાર્થો:

બીજ પેકિંગ બીજનો પ્રકાર,બીજનો જથ્થો ,બીજની કિમત ,પેકિંગ પદાર્થ ની કિમત ,પેક કરેલ બીજ જ્યાં રાખવાના છે તે સંગ્રહ સ્થાનનું વાતાવરણ અને બીજ રક્ષણનું સ્તર વગેરે પર આધાર રાખે છે ભેજ વરાળ ચુસ્ત પેકિંગ માં સંગ્રહ ક્ષમતા વધુ મળે છે.

 • ભેજ અને વરાળ પસાર થવા દે તેવા પાત્ર /પદાર્થ
 • ભેજ ચુસ્ત  પણ વરાળ પસાર થવા દે તેવા પાત્ર /પદાર્થ
 • ભેજ અને વરાળ ચુસ્ત પાત્ર /પદાર્થ

આદર્શ બીજ સંગ્રહ /સંગ્રહ સ્થાન

 • સુકુ ઠંડુ ,જીવાતો ઉંદરો થી મુક્ત ,જરૂર હોય ત્યારે ધુમીકરણ ની સગવડ વાળું હોવું જોઈએ .
 • સંગ્રહ સ્થાન માં જમીન થી ૯૦ સે .મી ઊંચું તળિયું ,ચારે કોર જમીનથી ૯૦ સે.મી.ઉંચાઈએ ૧૫ સે.મી.ની કિનાર ,કાઢી શકાય તેવા પગથીયા ,બારણા ની નીચેના ભાગમાં ૧૦ સે.મી. ગેલ્વેનાઇઝ પતરું ,નિકાલજાળી થી બંધ ,પાઈપો ,કાણા /તિરાડો /બારી  રહિત દીવાલ ,જાળી વાળા  વેન્ટીલેટર,યોગ્ય ચુસ્ત બારણા,સારા અવાહક કક્ષ અને પથ્થર કોન્ક્રીટ વાળો  પાયો હોવો જોઈએ.
 • દવા અને ખાતર ,બીજની સાથે સંગ્રહ કરવા ન જોઈએ
 • સંગ્રહ સ્થાનમાં સંગ્રહ પહેલા ૫૦ % ઈ.સી.મેલાથીયોન ૫૦ મી.લી. નો ૫ લીટર પાણી સાથે ૧૦૦ ચો.મી. વિસ્તારમાં સંગ્રહ સ્થાનમાં છંટકાવ  અને ત્યારબાદ દર ત્રણ મહીને છંટકાવ કરવો જોઈએ.
 • જુના કોથળા ,કાપડની કોથળી ,પાત્ર વાપરવાના હોય તો તેનું ધુમીકરણ કરવું જોઈએ .કોથળા પણ બોળીણે સુકવી શકાય.
 • ઉપર થી ભેજ ન જાય માટે 6 થી ૮ કોથળાની વધુ ની થપ્પી ન કરવી
 • ધુમીકરણ માટે થપ્પી ૩૦ ફૂટ *૨૦ ફૂટ માપની કરવી જોઈએ
 • ત્રણ માસે ઓછામાં ઓછી એક વાર કોથળા ની અદલબદલ કરવી જોઈએ
 • ચોમાસા માં દર બે અઠવાડીયે અને બાકીના સમયમાં દર ચાર અઠ વાડીયે સંગ્રહ સ્થાન નું નિરિક્ષણ કરવું
 • ખુલ્લા સ્ટોરેજ ઉપરાંત ૧૦૦૦ ગેજ તાડપત્રી ની અંદર કોથળા ની થપ્પી કરી એક તાણ બીજમાં સેલફોસ ની ૨ ગોળી ૫ થી ૭ દિવસ રાખી ધુમીકરણ કરી શકાય.
 • કોલ્ડ સ્ટોરેજ માં ઠંડક ની સગવડ ,૧૫ સે.થી નીચે ફક્ત ઠંડક થી યોગ્ય સાપેક્ષ ભેજ ન મળે.
 • એક્ઝોસ્ટ પંખો વેન્ટીલેટર ની સગવડતાવાળું ,સાપેક્ષ ભેજ ૬૫% અને બીજનું તાપમાન <૩૩ સે. હોય ત્યારે વેન્ટીલેટર નો ઉપયોગ કરી શકાય તેવું હોવું જોઈએ.

બીજ માટે સંગ્રહ સ્થાન ની જરૂરિયાતો

કોમસીયલ બીજ

કેરી ઓવર બીજ

ફાઉન્ન્ડેશન બીજ

જર્મ પ્લાજમ  બીજ

કાપણી થી રોપણી સુધી ૮ થી ૯ માસના સંગ્રહ માટે ૧૪ % થી ઓછો ભેજ

૧૨-૧૮ માસ સંગ્રહ માટે તાપમાન અને ભેજ નિયંત્રણ ઘણું અગત્ય નું છે

૯% થી ઓછો ભેજ ,૬૦ % થી ઓછો સાપેક્ષ ભેજ અને ૧૮.૩ સે.તાપમાન જોઈએ.૧૯-૨૧ માસ સંગહ માટે ૫૦-૫૫ % સાપેક્ષ ભેજ અને   ૧૫ સે.તાપમાન

કેટલાક વર્ષો અથાર્ત લાંબા ગાળાના સંગ્રહ માટે ડીહ્યુમીડિફાયર  નો ઉપયોગ કરવો જોઈએ

૭૦૦ ગેજ કરતા વધારે ગેજની પોલીથીન કોથળી માં સંગ્રહ કરવો જોઈએ

૨૫ % સાપેક્ષ ભેજ ,૩૦ સે. કે નીચું તાપમાન

અમર્યાદિત સંગ્રહ માટે પ્રવાહી નાઈટ્રોજન  થી ક્રાયોપ્રીઝવેશન  દ્રારા બીજની દેહધાર્મિક પ્રવૃત્તિ ઓ ખુબ નીચા સ્તરે લાવી શકાય.

૨૦-૨૫ % સાપેક્ષ ભેજ સાથે સમતોલનમાં રહે તેટલો બીજનો ભેજ

સામાન્ય રીતે સુકવી સિલિકા જેલ સાથે બંધ પાત્ર માં રાખી શકાય.

સ્ત્રોત : માર્ચ-૨૦૧૫, વર્ષ :૬૭, સળંગ અંક :૮૦૩, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.16216216216
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top