વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુલાબી ઈયળ આવી ગઈ તમને ખબર પડી !

ગુલાબી ઈયળ વિશેની માહિતી આપવામાં આવી છે

pink


આ વિડીઓમાં કપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ વિશેની માહિતી છે

ગુલાબી ઈયળની એક....બે....ને ત્રણ..... ગુલાબી ઈયળ આવી તો કાંઈ આભ તૂટી પડ્યું નથી.

આપણે વૈજ્ઞાનિકોનું, એગ્રો ડીલરનું, બીજ કંપનીનું, ખેતીવાડી ખાતાનુ, માનવું કંઈ નથી ને ગામમાં પાનના ગલ્લે કપાસ કાઢી નાખવાની વાતું કરવી છે. છેલ્લે ૧૫ દિવસમાં કોણે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?

ફૂલોમાં નજર કરી ? ખેતરે આંટો પણ મારવો નથી ને ગુલાબી થી ડરી જવાય તેવી વાતો કરીશું. એલા ભાઈ ! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું. વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. વાપરવી છે નામઠામ વગરની ઉધાર મળતી દવા, નથી જાણવું જીવાત કે ઈયળનું જીવનચક્ર, નથી લેવા નિયંત્રણના સચોટ પગલા. આજેજ અવલોકન કરો અને જરૂર પડે તો છંટકાવ શરુ કરો.

બીજાને પ્રોત્સાહિત કરો, ડરાવો નહિ

સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે  અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો)  છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી લાભ મેળવો.  જરૂર પડે તો ફોરવર્ડ  સોદો કરતા સારા જીનર્સ પાસે તમારો કપાસ લખાવી, નિશ્ચિત થઇને ગુલાબીના નિયંત્રણ માટે દવાનો છંટકાવ શરુ કરી દયો.ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોશીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ રાખો. આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો ઉપયોગ કર્યો હોય  તેવા મિત્રોનો  અનુભવ જાણો.

છંટકાવ

  1. પહેલો છંટકાવ : ડેલ્ટામેથ્રીન + ટ્રાયઝોફોસ + સેફગાર્ડ નેનો બોરોન
  2. બીજો છંટકાવ : પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન
  3. ત્રીજો છંટકાવ : લેમડાસાયલોથ્રીન + ક્વીનાલફોસ  + સેફગાર્ડ નેનો બોરોન
  4. ચોથો છંટકાવ : ફેનવલરેટ + ક્લોરોપાયરીફોસ

કૃષિ વિજ્ઞાન : ગુલાબી ઈયળની વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક લાઈક કરો. જેથી રોજ તમને અપડેટ મળશે.

સ્ત્રોત : કૃષિ વિજ્ઞાન

2.98333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top