હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / નીંદણ / શાકભાજીના પાકમાં નિંદણ વ્યવસ્થાપન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાકભાજીના પાકમાં નિંદણ વ્યવસ્થાપન

શાકભાજીના પાકમાં નિંદણ વ્યવસ્થાપન વિશેની માહિતી આપવામાં આવી છે

પાક ઉત્પાદન ઘટાડતા પરિબળો પૈકી કીટક, જીવાત, રોગ વિગેરે માટે ખેડૂતો ઘણા સમયથી જાગૃત અને સક્રિય રહયા છે કારણ કે તેમનું નુકસાન તરત જ નજરે ચઢે તેવું હોય છે. જયારે નિંદણ એ છુપો દુશ્મન છે જેનાથી મુખ્ય પાકના ઉત્પાદનમાં અંદાજે ૩૩ ટકા જેટલું નુકસાન થવા છતાં ઘણીવાર સીધી રીતે નજરે ચઢતું નથી. પાક ઉગવાની શરૂઆતથી જ નિંદણનો પ્રશ્ન ખેડૂતોને મુંઝવે છે કારણ કે નિંદણ પાક સાથે પ્રકાશ, ભેજ, હવા, જગ્યા રોકી ખોરાક માટે હરીફાઈ કરે છે. હાલની ઔધોગિકરણની નીતિ તથા શહેરીકરણના વધતા જતા વ્યાપને પરિણામે ખેતીમાંથી માનવબળ ઘટવા લાગ્યું છે. ખેતી કાર્યો માટે જરૂરી મજુરોની સમયસર અછત, મજુરીના ઉંચા દર, સતત વરસાદની પરિસ્થિતિ તથા પાકની જુદી જુદી વાવણી પધ્ધતિના કારણે ખેતરમાંથી સમયસર નિંદણ નિયંત્રણ કરવું મુશ્કેલ બની જતું હોય છે. શાકભાજીના પાકોમાં છોડનો કે રોપાનો ધીમો વિકાસ,સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ અને ચોમાસા દરમ્યાન સતત વરસાદના કારણે નિંદણને વિકાસ માટે મોકળુ મેદાન મળી જાય છે. પરિણામે અન્ય પાકોની સરખામણીમાં શાકભાજીના પાકોમાં નિંદણના કારણે ઉત્પાદન અને ગુણવત્તા ઉપર વધુ માઠી અસર થાય છે.

શાકભાજીના પાકમાં નિંદણ કયારે કરવું?

સામાન્ય રીતે શાકભાજીના પાકોમાં ઉગાવાથી શરૂ કરી તેની કાપણી સુધી પાક અને નિંદણ વચ્ચે વત્તા ઓછા પ્રમાણમાં હરિફાઈ ચાલતી હોય છે. પરંતુ કેટલોક ગાળો એવો હોય છે કે જયારે પાક નિંદણ વચ્ચે મહત્તમ હરિફાઈ ચાલતી હોય છે આ ચોકકસ સમયગાળાને જે તે પાકનો પાક નિંદણ હરિફાઈનો તીવ્ર ગાળો કહેવામાં આવે છે. પાકને આ સમયગાળા દરમ્યાન નિંદણ મુકત રાખવામાં ન આવે તો અથવા આ સમયગાળો વીતી ગયા પછી નિંદણ કરવામાં આવે તો ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. સામાન્ય રીતે શાકભાજીના પાકોમાં તેની વાવણી/રોપણી બાદ પ્રથમ ૧પ થી ૪પ દિવસ વચ્ચનો સમયગાળો નિંદણ–પાક વચ્ચેનો તીવ્ર હરિફાઈનો ગાળો છે જેની વિગત કોઠામાં દર્શાવેલ છે.

પાક નિંદણ હરિફાઈ ગાળો તથા ઉત્પાદનમાં નિંદણથી થતો ઘટાડો

શાકભાજીના પાકોમાં પાક નિંદણ હરિફાઈ ગાળો તથા ઉત્પાદનમાં નિંદણથી થતો ઘટાડો

શાકભાજી પાક

પાક નિંદણ હરિફાઈ

(વાવણી/રોપણી બાદ દિવસ)

નિદંણના કારણે થતો ઉત્પાદનમાં ઘટાડો (%)

ટામેટા

૩૦–૪પ

પપ–૭૦

ભીંડા

૧પ–૩૦

૪૦–૮પ

કોબી–ફલાવર

૩૦–૪પ

પ૦–૭પ

કોબીજ

૩૦–૪પ

પ૦–૭પ

લસણ

ર૦–રપ

૪૦–૬૦

મરચી

૩૦–૪પ

૪૦–૭૦

રીંગણ

ર૦–૬૦

રપ–૭પ

ગાજર

૩૦–૪૦

પ૦–૮૦

ડુંગળી

૩૦–૭પ

પ૦–પપ

નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું ?

નિંદણ એ ક્ષેત્રીય પાકનો મહાન છુપો શત્રુ છે તેના નિયંત્રણ માટે જુદી જુદી પધ્ધતિઓ જેવી કે આંતરખેડ, હાથ નિંદામણ, રાસાયણિક અથવા જૈવિક નિંદણનાશક દવાનો ઉપયોગ કે બધી જ પધ્ધતીનો સમન્વય કરી સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થા અપનાવવી જોઈએ. નિંદણ નિયંત્રણ પધ્ધતીની પસંદગી પાક, નિંદણ અને જમીનનો પ્રકાર, ૠતુ, પાકની વાવણી પધ્ધતિ, મજુરોની ઉપલબ્ધતા, મજુરીના દર વગેરે ઉપર અવલંબિત છે. કૃષિ રસાયણો દ્વારા નિંદણ નિયંત્રણ એ એક આપણા માટે નવો વૈજ્ઞાનિક અભિગમ છે. મજુરો ઉપલબ્ધ હોય તો હાથ નિંદામણ કે યાંત્રિક પધ્ધતિ દ્વારા સમયસર નિંદણ નિયંત્રણ કરી શકાય તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ પધ્ધતિથી જમીન ઉપર કોઈપણ પ્રકારની આડ અસર થતી નથી. પરંતુ ઘણી વખત કાળી કે મધ્યમ કાળી જમીનમાં સતત વરસાદ થવાથી ખેતરમાં દાખલ થઈ શકાતું નથી ત્યાં નિંદામણ નાશક દવા દ્રારા નિયંત્રણ વધુ ઉપયોગી પુરવાર થાય છે, પરંતુ નિંદણનાશક દવાના ઉપયોગ બાબત પાયાનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. આ પધ્ધતિ સંપૂર્ણ જ્ઞાન સિવાય અપનાવવી હિતાવહ નથી. આથી ભલામણ મુજબ નિંદણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિ યુનિવર્સિટી દ્વારા શાકભાજીના પાકોમાં નિંદણ નિયંત્રણ અંગે ખેડૂતપયોગી થયેલ ભલામણો કોઠામાં દર્શાવેલ છે જે પૈકી કોઈપણ એક અનુકૂળ પધ્ધતિ અપનાવવી હિતાવહ છે.

શાકભાજીના પાકમાં નિંદણ નિયંત્રણ અંગેની ભલામણો

પાકનું નામ

હાથ નિંદામણ

રાસાયણિક સંકલિત નિંદણ નિયંત્રણ પધ્ધતિ

(નિંદણનાશક દવા સક્રિય તત્વના રૂપમાં)

ટામેટા

ફેરરોપણી બાદ ર૦, ૪પ, ૬૦, ૯૦ તથા ૧ર૦ દિવસે હાથ નિંદામણ

મેટ્રીબ્યુઝીન ૦.૭૦૦ કિ.ગ્રા./હે. અથવા પેન્ડીમીથાલીન ૧.૦૦૦ કિ.ગ્રા./હે. અથવા બ્યુટાકલોર ૧.૦૦૦ કિ.ગ્રા./હે. ફેરરોપણી બાદ ર થી ૩ દિવસે ભેજવાળી જમીન પર છંટકાવ તથા ૪પ દિવસે હાથ નિંદામણ

ડુંગળી

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૦.૭પ૦ કિ.ગ્રા./હે. અથવા બ્યુટાકલોર ૧.૦૦૦ કિ.ગ્રા./હે. રોપણી અગાઉ અથવા રોપણી બાદ આપવી તથા ૪૦ દિવસે હાથ નિંદામણ

ભીંડા

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૧.૦૦૦ કિ.ગ્રા./હે. વાવણી બાદ આપવી તથા ૪પ દિવસે હાથ નિંદામણ

કોબી ફલાવર

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૧.૦૦૦ કિ.ગ્રા./હે. વાવણી બાદ આપવી તથા ૪૦ દિવસે હાથ નિંદામણ

લસણ

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૦.૭પ૦ કિ.ગ્રા./હે. અથવા ઓકઝીફલુરોફેન ૦.ર૪૦ કિ.ગ્રા./હે. વાવણી બાદ છંટકાવ કરવો તથા ૪૦ દિવસે હાથ નિંદામણ

મરચી

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૧.૦૦૦ કિ.ગ્રા./હે. ફેરરોપણી અગાઉ કે ફેરરોપણી બાદ એકાદ–બે દિવસમાં છંટકાવ તથા ફેરરોપણી બાદ ૪પ દિવસે હાથ નિંદામણ

રીંગણ

ફેરરોપણી બાદ ર૦ અને ૪૦  દિવસે હાથ નિંદામણ

પેન્ડીમીથાલીન ૧.૦૦૦ કિ.ગ્રા./હે. અથવા એલોકલોર ૧.૦૦૦ કિ.ગ્રા./હે. રોપણી અગાઉ એકાદ–બે દિવસે અથવા રોપણી બાદ તરત જ

દવાની ગણતરી કરવાનુ સુત્રઃ

બજારુ દવાના જથ્થાનો વપરાશ=જરૂરિયાતની માત્રા  × ૧૦૦ /જેરની માત્રા

નિંદણનાશક દવા સક્રિય તત્વના રૂપમાં દર્શાવેલ હોઈ બજારમાં મળતી નિંદણનાશક દવાને તેમાં રહેલ સક્રિય તત્વના ટકા પ્રમાણે ગણતરી કરી જરૂરી જથ્થો નકકી કરવો અને દવાનો ગણતરી કરેલ હેકટરે જથ્થો પ૦૦ લિટર પાણીમાં ઓગાળવાની ભલામણ હોઈ તે મુજબ ગણતરી કરીને ૧૦ લિટર પાણીમાં જરૂરી જથ્થો નાખી ફલેટ ફેન અથવા ફલડ જેટ નોઝલનો ઉપયોગ કરી ભલામણ કરેલા સમયે છંટકાવ કરવો. નિંદણનાશક દવાની વધુ માત્રાના ઉપયોગથી પાકમાં વિપરીત અસર કે વિકૃતિ આવે અને કયારેક તે પછીના પાકમાં પણ રહેવાથી હાનિકારક અસર થઈ શકે અને નિંદણનાશક દવાની ઓછી માત્રાના ઉપયોગથી નિંદણ નિયંત્રણ ન થઈ શકે, જયારે દર્શાવેલ કાળજી લઈ નિંદણનાશક દવા વાપરવી હિતાવહ છે.

(૧)

ભલામણ મુજબનો જથ્થો ગણત્રી કરી ૧૦ લિટર પાણીમાં ઓગાળી ભલામણ કરેલ સમયે જ છંટકાવ કરવો.

(ર)

દવાનો છંટકાવ કરતા પહેલાં પંપ બરાબર સ્વચ્છ પાણીથી સાફ કરવો જોઈએ.

(૩)

પ્રિઈમરજન્સ દવાઓ નિંદામણ કે પાક ઉગતા પહેલા અને પોસ્ટ–ઈમરજન્સ દવાઓ નિંદામણ ઉગ્યા બાદ છાંટવી.

(૪)

દવા છાંટતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે.

(પ)

દવા છાંટયા બાદ૩૦ દિવસ સુધી આંતરખેડ કરવી નહી.

(૬)

દવાનો છંટકાવ પાછા પગલે કરવો તથા પવનની ગતિ વધુ હોય તો તેવા સમયે છંટકાવ કરવો નહી.

(૭)

દર વર્ષે સતત એક જ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

(૮)

નિંદણનાશક દવાને અન્ય કોઈ દવા સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહી.

સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા. એસ.એમ.પટેલ અને ર્ડા.એ.યુઅમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ.,જગુદણ

2.90476190476
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top