વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બીજામૃત

બીજામૃત

 bijamurt


આ વિડીઓમાં બીજામૃત બનાવવાની રીત વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

બીજામૃત બનાવવાની રીત

૧૦૦ કીગ્રા બિયારણને પટ આપવા માટે-ર૦ લીટર પાણી (વધુમાં વધુ) + પ લીટર ગોમુત્ર +પ કીગ્રા ગાયનું છાણ +પ૦ ગ્રામ ચૂનો + ૧ મુઠી વડ નીચેની માટી/ શેઢા – પાળાની માટી / રાફડાની માટી – આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્િથર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.

વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત

  • મગફળી અને સોયાબીન માટે આ બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત ને બદલે ઘનજીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કીગ્રા બિયારણ હોય તો ૧ કીગ્રા ઘનજીવામૃત ભેળવવું.
  • ધાન્ય અને તેલિબીયા પાકો માટેચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અડસી, સૂર્યમૂખી, કપાસ, કસુંબી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાયડામાં સુકવવું .
  • કઠોળ વર્ગના પાક માટેમગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ બાદ બે હાથોથી મસળવાને બદલે ફકત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસેના છાયામાં સુકવવું.
  • કંદમૂળ માટેબટાકા, હળદર, આદુ, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજામૃતમાં થોડી સેકન્ડ માટે ડુબાડીને કાઢયા બાદ વાવવું.
  • શાકભાજી માટેબહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજામૃતમાં ડુબાડીને વાવવું જેથી કંપનીનો પટ ધોવાઈ જાય.
  • રોપા માટે રોપાના મૂળ બીજામૃતમાં અમુક સેકન્ડ માટે ડુબાડીને પછી વાવવાં.

સ્ત્રોત: નેચરલ ફાર્મિંગ

3.14285714286
અનીલ ભારતીય Jun 12, 2019 07:35 AM

બીજામૃત બનાવેલું મેક્સિમમ કેટલા દિવસ સુધી વાપરી શકાય માહિતી આપશો જાણકાર મિત્રો?????

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top