વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રાકૃતિક ખાતર

પ્રાકૃતિક ખાતર વિશેની માહિતી આપવામાં આવેલ છે

જીવામૃત

બનાવવાની પધ્ધતિ

ર૦૦ લીટર પાણી +૧૦  લીટર ગૌમૂત્ર +૧૦ કી.ગ્રા. છાણ +૧ મુઠી વડ નીચેની માટી/ શેઢા-પાળાની માટી / રાફડાની માટી +૧ કી.ગ્રા. દેશી ગોળ +૧ કી.ગ્રા. ચણાનો લોટ- આ મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ ર વખત ૧-૧ મિનિટ માટે ૭ દિવસ સુધી હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

 • કયાં પાકમાં આપી શકાય :કોઈપણ પ્રકારની ઔષધીય , ધાન્ય, કઠોળ, બાગાયતી કે અન્ય કોઈ પણ વર્ગના પાકને આપી શકાય.
 • આપવાની રીત: નીચેની ત્રણમાંથી કોઈપણ(૧) પિયત (સિંચાઈ) ના પાણી સાથે (ર) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું  જમીન ઉપર(૩) ઉભા પાક પર છંટકાવ કરીને  પ્રમાણપ્રતિ એકર ર૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહીનામાં ૧ થી ર વખત ઉપરોકત ત્રણ પૈકી કોઈપણ રીત દવારા પાકને આપવું.

ફાયદા

 • જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે.
 • જીવામૃત સુષુપ્ત (સમાધિમાં) રહેલા અળસીયાને જગાડીને કામે લગાવે છે.

નોંધ

 • જીવામૃત માટે ફુવારા પધ્ધતિ સૌથી ઉતમ છે. કારણ કે ફુવારાના પાણી દવારા જીવામૃતનો  છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે.
 • જયારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે  સવારે કે સાંજે આપવું.
 • જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
 • સાત દિવસ સડયા બાદ ૧પ દિવસ સુધી વાપરી શકાય.

ઘન જીવામૃત

બનાવવાની પધ્ધતિ

પ્રથમ રીત

 • ર૦૦ કી.ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઈ તેમને ફેલાવવું.
 • તેના ઉપર છાણથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું
 • આ મિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતડા સ્તરમાં સુકવવું.
 • આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું.- સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાગડાનો ભુકો કરવો.
 • ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.

બીજી રીત

 • ૧૦૦ કીગ્રા ગાયનું છાણ + ર લીટર જીવામૃત +૧ કીગ્રા દેશી ગોળ +૧ કીગ્રા ચણાનો લોટ .
 • આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું.
 • મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો .
 • પ્રથમ રીત મુજબ સંગ્રહ કરવો.

ત્રીજી રીત

 • ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગડા (સ્લરી) ને તડકામાં સુકવવો.
 • ૧૦૦ કીગ્રા રગડો (સ્લરી) પાવડરના રૂપમાં + પ૦ કીગ્રા દેશી ગાયનું છાણ + ૧ કીગ્રા દેશી ગોળ + ૧       કીગ્રા ચણાનો લોટ + ર લીટર જીવામૃત .- આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર-નીચે ફેરવવું.
 • સંપૂર્ણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો.
 • જરૂરીયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો.

કયારે અને કેવી રીતે આપી શકાય :

 • જમીનની અંતિમ ખેડ પછી કે પહેલાં પ્રતિ એકર ર૦૦ કીગ્રા ઉડાડવું.
 • રાસાયણીક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય.
 • ફુલની અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કીગ્રા આપવું

નોંધ

 • વધુ પડતી ઠંડી હોયતો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું
 • વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
 • ત્રણેય પ્રકારના ઘન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે.
 • તેનાથી જમીનની ભેજ સંગ્રહ શકિત વધે છે

સ્ત્રોત: નેચરલ ફાર્મિંગ

2.94117647059
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top