હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / જૈવિક વનસ્પતિ / સજીવ ખેતી / ખેડૂતોમાં સજીવ ખેતીનો નવો પવન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખેડૂતોમાં સજીવ ખેતીનો નવો પવન

ખેડૂતોમાં સજીવ ખેતીનો નવો પવન

પાંચાળના ખેડૂતોમાં સજીવ ખેતીનો નવો પવન

વઢવાણ ઝાલાવાડની સૂકી ધરતી પર જગતનો તાત સિંચાઇની સુવિધાના અભાવે પરેશાન છે. બીજી તરફ રાસાયણિક દવા અને ખાતર ખેતીક્ષેત્રે જનઆરોગ્ય માટે નુકસાનકારક હોવા છતાં તેનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

આ દૂષણને નિયત્રીત કરી રાસાયણિક દવા અને ખાતર વિનાની સજીવ ખેતીનો નવતર પ્રયોગ ચોટીલા, થાન, મૂળી, અને સાયલા પંથકના ૫૦૦ જેટલા ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ સજીવ ખેતીના પ્રયોગના ઉત્કષ્ટ પરિણામો આ વર્ષથી જૉવા મળશે. આમ ઝાલાવાડના ખેડૂતોએ ઓર્ગોનિક વિલેજની દિશામાં પ્રયાણ કર્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખેતપેદાશ મેળવવા માટે મુખ્યત્વે વરસાદ પર આધાર રાખવો પડે છે. જિલ્લાના સીમ વિસ્તારના તળમાં પાણી સૂકાઇ જતાં ૩૦ ટકા ખેડૂતોને કાળી મજૂરી કરવા છતાં અપૂરતા પાણીને કારણે ઉત્પાદનમાં ઘટાડો થતા જગતાત લાચાર બની જાય છે.

ઝાલાવાડમાં રાસાયણિક દવા અને ખાતર ખેતીવાડી તેમજ જનઆરોગ્ય માટે નુકસાનકારક હોવા છતાં તેનો વપરાશ સતત થઇ રહ્યો છે.આ દૂષણોને નિયંત્રિત કરવા રાસાયાણિક દવા અને ખાતર રહિત સજીવ ખેતીનો પ્રયોગ પાંચાળની ધરતીમાં શરૂ કરાયો છે.

જૈવિક નુકસાનથી ખેડૂતો થાકી ગયા હતા

ચોટીલા, થાન, મૂળી અને સાયલા પંથકનો વિસ્તાર આર્થિર રીતે પછાત રહ્યો છે. આ પંથકના ખેડૂતો પાસે સિંચાઇની સુવિધાનો અભાવ તેમજ રાસાયણિક દવા અને ખાતરને લીધે જૈવિક નુકસાન થતુ હતું. આથી આ પંથકના ખેડૂતો થાકી ગયા હતા. પાંચાળ પંથકના ખેડૂતોને આ સમસ્યામાંથી મુકત કરવા ત્રણ વર્ષ અગાઉ સજીવ ખેતીનો વિચાર રજૂ કરાયો હતો.પરંતુ ખેડૂતોને રાસાયણિક દવા અને ખાતર વિના પૂરતુ ઉત્પાદન મળશે કે કેમ તે અંગે શંકા કુશંકા હતી. આથી ખેડૂતોને તાલીમ આપી સજીવ ખેતી ઉત્પાદનના ફાયદા સમજાવ્યા હતા.

ખેતરમાં રાસાયણિક દવા -ખાતર પર પ્રતિબંધ

પાંચાળ પંથકના પીપળીયા, કોસાણા, મોકાસર, ખેરડી, નાગડકા, ચિતલા, રાજાવડ, દૂધેલી અને ધારી ગામના અનેક ખેડૂતોએ સતત ત્રણ વર્ષ સુધી પોતાના ખેતરમાં દવાઅને ખાતરનો પ્રતિબંધ મૂકયો હતો.આથી રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ ન થતા જૈવિક નુકસાન અટકયું હતું.

૪૭૨ ખેડૂતો સજીવ ખેતીથી ઉત્પાદન મેળવશે

સતત ત્રણ વર્ષ સુધી ખેડૂતો દ્વારા રાસાયણિક દવા અને ખાતરના ઉપયોગ કર્યા વિના ખેતી કરવામાં આવી હતી. આવર્ષે આ વિસ્તારના ૪૭૨ ખેડૂત સંપૂર્ણપણે સજીવ ખેતી મારફતે ઉત્પાદન મેળવશે. આ સજીવ ખેતીમાં વધુ ખેડૂતો જૉડાય તે માટે ભગીરથ પ્રયાસો શરૂ કરાયા છે.

ચીજવસ્તુના ભાવ પણ ૨૨ ટકા વધુ મળશે

સજીવ ખેતી મારફતે ઉત્પાદન પૂરતી કિંમત મળી રહે તે માટે આંતરરાષ્ટિ્રય પ્રમાણિત સંસ્થા દ્વારા કરાર કરવામાં આવ્યા છે. આથી બજારમાં મળતા ભાવો કરતા ૨૦ થી ૨૨ ટકા ઉંચા ભાવો સજીવ ખેતી કરતા ખેડૂતોને ચીજવસ્તુ ખરીદવામાં આવશે.

સજીવ ખેતી અને ટપક પઘ્ધતિ ઉપકારક

આ પ્રસંગે સજીવ ખેતી અને ટપક પઘ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતો મોહનભાઈ, ગણેશભાઈ, ત્રિકમભાઈ, પિતાંબરભાઇ વગેરે જણાવ્યું કે, ઝાલાવાડની સૂકી ધરતી પર પાણીના અભાવે મોલ સૂકાઇ જાય છે. આવા સમયે ટપક પઘ્ધતિ અને સજીવ ખેતી દ્વારા સૂકી ધરતી પર ખેડૂતોને ખર્ચોઓછો થાય છે.

અને ટપક ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ પણવધુ મળે છે. જિલ્લાના ખેડૂતો સિંચાઇ દ્વારા પાણી મેળવવામાં પડતી મુશ્કેલી અને રાસાયણિક દવા અને ખાતરના ઉપયોગથી આર્થિક રીતે થાકેલા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યાં છે.

ટપક પઘ્ધતિ અને સજીવ ખેતીને સફળ પ્રયોગ બાદ ઝાલાવાડના ખેડૂતો સંપૂર્ણપણે આર્ગોનિક વિલેજની દિશામાં વધી રહ્યાં છે. આ અંગે જિલ્લાની ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ખેડૂતે સિંચાઇ ક્ષેત્રે પડતી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા ટપક પઘ્ધતિનો ઉપયોગ કર્યોછે.

જયારે રાસાયણિક દવા અને ખાતરના ઉપયોગથી આર્થિક રીતે થાકેલા પાંચાળ પંથકના ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે. આગામી સમયમાં સમગ્ર ઝાલાવાડના ખેડૂતો સજીવ ખેતી તરફ દોટ મૂકશે.

સ્ત્રોત: ખેડૂતોમાં સજીવ ખેતીનો નવો પવન

2.93103448276
કિંજલકુમાર પટેલ Nov 29, 2018 11:59 PM

હું સુરત જીલ્લા નો વતની છું
જો માર ગામ માં સજીવ ખેતી દ્વારા ઉત્પાદન કરુ અથવા થાય તો તે ચીજ વસ્તુ ને 20 થી 22% વધુ ભાવ માટે કયાં આપવા.??
સજીવ ખેતી ના ઉત્પાદન માટે નુ બજાર ગુજરાત માં કયાં કયાં છે???

Alpesh b patel Jul 04, 2018 09:05 PM

ખેતરમાં ઊધેવ નીકળે છે તે માટે દવાઓ

pintu suvagiya Jan 23, 2017 06:30 PM

સજીવ ખેતી કરતાં ખેડૂત ભાઈ ને ફલીનીકરણ(પોલિનેશન) માટે પોતાના ફાર્મ ઉપર મધમાખીની પેટી રાખીને વધુ પડતું ઉત્પાદન લઈ શકાય છે.મધમાખી દ્વારા કોઈ જાતના ખર્ચ વગર વધારાનું ૩૦% ઉત્પાદન લઇ શકાય છે.

જીતુભાઈ પટેલ Feb 20, 2015 05:15 PM

જાય હિન્દ સાહેબ શ્રી . સજીવ ખેતી કરતા ખેડૂતો ને યોગ્ય ભાવ મળે તેવું વિતરણ માર્કેટ ઉભું થવું જરૂરી છે.. અમે આજે જેવીક પદ્ધતિથી બટાકા પકવ્યા છે પણ માર્કેટ ની જાણકારી નહોવાથી મુજવણ થાય છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top