વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખાતર

છાણીયું ખાતર બનાવવાની પદ્ધતિ

છાણીયું ખાતર

છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી અથવા ઓર્ગેનીક ખેતી કહેવામાં આવે છે.

છાણીયું ખાતર બનાવવાની રીત

છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.

 • અન્ય રીત: જરૂરી વસ્તુઓ;
  • ગાય નુ છાણ ૧૦૦ કિલો
  • દેશી ગોળ ૨ કિલો
  • કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
  • વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
  • ગૌમુત્ર

ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો. આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.

સ્ત્રોત: ગુજરાતી વીકીપીડિયા
3.11111111111
મયંક પટેલ Nov 19, 2017 10:31 PM

મારે ઉકરડામાં છાણકમ્પોસ્ટ કરવું છે તો સહલા આપસો મોનં ૮૩૦૬૭૮૧૬૯૦ ચોકસ જણાવ જો

મયંક પટેલ Nov 19, 2017 10:29 PM

મારે ઉકરડામાં છાણકમ્પોસ્ટ કરવું છે તો સહલા આપસો મોનં ૮૩૦૬૭૮૧૬૯૦ ચોકસ જણાવ જો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top