હોમ પેજ / ખેતીવાડી / ફાર્મ-આધારીત ઉદ્યોગસાહસો / સૂકા ફૂલોના ઉત્પાદનનો ઉદ્યોગ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સૂકા ફૂલોના ઉત્પાદનનો ઉદ્યોગ

સૂકા ફૂલોની સૂકવણી,બજારમાં મળતી સૂકાં ફૂલોની બનાવટો વિશેની માહિતી આવરી લીધી છે

સૂકાં ફૂલો શા માટે?

 • સૂકાં ફૂલોની બન્ને ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ માંગ છે. ભારતમાંથી તે જાપાન, અમેરિકા અને યુરોપ જેવા દશોમાં નિકાસ પામે છે.
 • વિવિધ જાતિઓની પ્રાપ્યતાને કારણે ભારત સૂકાં ફૂલોનાં નિકાસમાં સૌથી અગ્રેસર છે.
 • સૂકાં ફૂલમાં ફક્ત ફૂલ જ નહીં, પરંતુ, તેનાં બીજ, થડ અને દંડનો પણ સમાવેશ થાય છે.
 • ભારતમાંથી સૂકા ફૂલોની નિકાસ પ્રતિવર્ષ અંદાજે રૂ. ૧૦૦ કરોડ જેટલી છે. ૫૦૦ જેટલી વિવિધ પ્રજાતિઓ 20 અલગ અલગ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
 • તેમાંથી હાથવણાટ વાળા પત્રો, લેમ્પશેડ્સ, મીણબત્તીનાં સ્ટેન્ડ, શણના થેલા, ફોટો ફ્રેમ્સ, ખોખાં, ચોપડીઓ, દિવાલની રજાઇઓ, કાર્ડ્સ અને એવી અન્ય અનેક ભેટસોગાદો બનાવવા માટે થાય છે. સૂકાં ફૂલોનો ઉપયોગ આ ઉત્પાદનોનું સૌંદર્ય વધારે છે.

સૂકાં ફૂલ બનાવવામાં વપરાતી પધ્ધતિ

ફૂલ સૂકાવવાની પ્રક્રિયામાં બે વિવિધ તબક્કાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.

 • સૂકવણી
 • રંગકામ

સૂકવણી

ફૂલ કાપવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય:

ફૂલ સવારનાં કલાકોમાં જ્યારે ઝાકળ સૂકાઇ જાય ત્યાર બાદનાં કલાકોમાં કાપી લેવામાં આવે છે. કાપ્યા બાદ તેમને રબ્બર વડે ઝૂંડમાં બાંધી લેવામાં આવે છે અને તેમને સૂર્યપ્રકાશથી બને તેટલાં જલ્દી દૂર કરવામાં આવે છે.

સૂર્યપ્રકાશમાં સૂકવણી:

આ એક સસ્તી અને સરળ પધ્ધતિ છે. પરંતુ વરસાદનાં મોસમમાં આ પધ્ધતિનો ઉપયોગ કરી શકાતો નથી.

 • વાંસને સહારે આ ફૂલનાં ઝૂમખાં ઉપરથી નીચે તરફ ઉંધા લટકાવવામાં આવે છે.
 • કો પણ રસાયણનો ઉપયોગ થતો નથી. ફક્ત હવા ઉજાસ વાળી જગ્યા હોવી આવશ્યક છે.
 • આ પધ્ધતિમાં ફૂગનાં આક્રમણની શક્યતાઓ વધારે રહે છે.

શીત સૂકવણી:

 • આ સૂર્યપ્રકાશની સૂકવણી કરતાં વધુ ઉત્તમ પધ્ધતિ છે.
 • પરંતુ આ શીત સૂકવણી માટેનાં સાધનો મોંઘા આવે છે. જો કે આ રીતે સૂકવેલ ફૂલો વધુ કિંમત પણ ઉપજાવે છે.

દાબીને સૂકવણી:

 • આ પધ્ધતિમાં ચૂસક પત્રો અથવા તો સામાન્ય પત્રો વાપરવામાં આવે છે.
 • પુષ્પો સપાટ બની જાય છે અને ઘણી વાર તેમને વધુ નુક્સાન પણ થાય છે.

ગ્લિસરીન પધ્ધતિ:

 • ફૂલોમાંથી ભેજ નિકળી જાય ત્યાર બાદ તેને ગ્લિસરીનમાં મૂકવામાં આવે છે.
 • આ પધ્ધતિ દ્વારા ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનાં પુષ્પ પ્રાપ્ત થાય છે.

પોલિસેટ પોલિમર:

 • પોલિસેટ પોલિમર છાંટવાથી ફૂલો સૂકાઇ જાય છે.
 • અહીં સૂકાવવામાં લાગતો સમય ખૂબ જ ઓછો હોય છે.
 • તેથી અંતિમ ઉત્પાદનનો રંગ વધુ નિખરેલો આવે છે.

સિલિકા દ્વારા સૂકવણી

 • સિલિકા અથવા સિલિકા જેલનાં ઉપયોગ દ્વારા ફૂલ આખાં રાખીને સૂકવી શકાય છે જેથી તેની ગુણવત્તામાં સુધારો થાય છે.
 • ખૂબ જ નાજુક પુષ્પો અને વનસ્પતિઓ આરીતે સૂકવવામાં આવે છે

રંગકામ

 • “પ્રોસાયન” પ્રકારનાં રંગો સૂકા ફૂલો માટે સર્વશ્રેષ્ઠ રહે છે.
 • ૪ કિ.ગ્રા રંગને ૨૦ લિટર પાણીમાં ઓગાળો.
 • તેને ૮૦૦ લિટર ગરમ પાણીમાં ઉમેરો.
 • તેમાં ૨ લિટર એસિટિક એસિડ ઉમેરો.
 • ખૂબ પોચાં ફૂલો માટે અને તેમનો રંગ વધારવા માટે તેઆં મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉમેરો.
 • સૂકા ફૂલોને ત્યાં સુધી બોળી રાખો જ્યાં સુધી તે રંગ શોષી ન લે.

બજારમાં મળતી સૂકાં ફૂલોની બનાવટો

ફૂલો અને વનસ્પતિનાં વિવિધ ભાગો

 • કોક્સ કોમ્બ, મોગરો, અમરાન્થસ, અરેકા અને નાળીયેરનાં પાંદડા ને કાપેલા ફૂલો આ વર્ગમાં આવે છે. તેમાં સૂકા પર્ણો અને ડાળખીઓ જગ્યા ભરવા અને ફૂલોને વધુ ભરચક અને દળદાર બનાવવા વાપરવામાં આવે છે.
 • છેલ્લા ૨૦ વર્ષથી ભારત આ પ્રકારની પેદાશોની નિકાસ કરી રહી છે

પોટપોરી

 • આ હળવા સૂકાં સુગંધી ફૂલોનું પોલિથિલિન બેગમાં પેક મળતું મિશ્રણ છે.
 • તે સામાન્ય રીતે કબાટમાં, ડ્રોઅર્સમાં અને બાથરૂમમાં રાખવામાં આવે છે.
 • આ પ્રકારથી લગભગ ૩૦૦ પ્રકારની વનસ્પતિઓ તૈયાર કરવામાં આવે છે.
 • બેચલર્સ બટન, કોક્સ કોમ્બ, મોગરો, ગુલાબની પાંદડીઓ, બોગનવેલનાં ફૂલ, લીમડાનાં પર્ણો અને લીંબોડી વગેરે ભારતમાં પોટપોરી બનાવવા માટે વપરાશમાં લેવામાં આવે છે.
 • આપણાં મુખ્ય ગ્રાહક ઇંગ્લેન્ડ છે.

સૂકા ફૂલોનાં કૂંડાં

 • તેમાં સૂકી ડાળીઓ અને પ્રકાંડોનો ઉપયોગ થાય છે.
 • જો કે બજારમાં તેની માંગ ઓછી છે પરંતુ તે ઉંચી આવકવાળા વર્ગમાં ઘણી માંગ ધરાવે છે.
 • તેમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં સૂકા કપાસનાં ફોલાં, પાઇનનાં ફૂલો, સૂકાં મરચાં, સૂકી દૂધી, મોગરો, એવરલાસ્ટીંગ ફૂલ, શતાવરીનાં પર્ણો, વૃક્ષનું થડ અને ડાળીઓનો સમાવેશ થાય છે.

સૂકાં ફૂલોની અન્ય બનાવટો:

 • આ સૌથી નવીનતમ પ્રયોગ છે.
 • સૂકા ફૂલોમાં ફ્રેમ કરાયેલ ચિત્રો, શુભેચ્છા પત્રો, કવર, પુષ્પગુચ્છ, મીણબત્તીનાં સ્ટેન્ડ, ગ્લાસનાં વાટકા વગેરે વિવિધ રંગનાં સૂકાં ફૂલોમાંથી બનાવવામાં આવે છે.
સ્રોત : ડૉ. આર. સ્વર્ણપ્રિયા અને ડૉ. એમ. જયશેખર, HRS (TNAU), પેચીપરાઇ, તમિલનાડુ
3.025
ભાલચંદ્ર દેસાઇ Jan 12, 2018 06:32 PM

મરેઠી છોડ અથવા બિયારણ ક્યાંથી મળે ઘેર કુંડા મા વાવવા

વાઘેલા ભાવુસિહ - ડિસા Jan 01, 2018 11:31 AM

વેચાણ માટે ના બજાર જણાવ વા વિનંતી મો-90*****28

તેજા ભાઈ Oct 08, 2017 06:33 PM

સુકા ફુલ ને વેચવા કયા

raja pawar Godhra, Gujarat Feb 03, 2017 05:53 PM

સુકવણી બાદ ફૂલો ને વેચવા ક્યાં?

gulabsinh Vastral gam Jun 29, 2016 04:31 PM

આ ધંધા માટેની સંપૂર્ણ માહિતી આપવા વિનંતી. મોં.99*****80

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top