વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અળસિયાનું ખાતર

અળસિયાનું ખાતર (વર્મી કમ્પોસ્ટીંગ) બનાવવા વિષે માહિતી આવરી લીધી છે

વર્મિ કંપોસ્ટીંગ કચરો એ એક પ્રકારનો સ્રોત જ છે. કેટલોક કાર્બનિક કચરો જે ખાસ કરીને કૃષિ પ્રવૃત્તિઓમાંથી મળે છે અથવા ડેરી અથવા પ્રાણી પાલનમાંથી ઉભો થાય છે તેને એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે જ્યાં તે વિઘટિત થયા કરે છે અને ગંદી વાસ ઉત્પન્ન કરે છે. આ કિંમતી સ્રોતને વ્યવસ્થિત રીતે કંપોસ્ટ કરવાથી તેને ખાતરમાં ફેરવી શકાય છે. કંપોસ્ટીંગનો મુખ્ય હેતુ કચરાનો નિકાલ ન હોતાં, મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાનુમ ખાતર બનાવવાનો હોય છે જે માટીની ગુણવત્તા સુધારી શકે છે.

સ્થાનિક અળસિયાંનાં ઉપયોગ દ્વારા વર્મીકંપોસ્ટીંગ :

વિશ્વભરમાં લગભગ ૨૫૦૦ જાતિનાં અળસિયાંઓ છે અને ભારતમાં ૫૦૦ થી વધુ જાતિ શોધવામાં આવી છે. માટીનાં પ્રકારનાં આધારે તેમની જાતિઓમાં વૈવિધ્ય જોવા મળે છે અને તેથી સ્થાનિક માટી માટે સ્થાનિક જાતિનાં અળસિયાં મહત્વનાં બની જાય છે. પેરિઓનિક્સ એક્સકેવેટસ અને લેમ્પિટો મૌરિટી એ બે સામાન્ય રીતે વાપરવામાં આવતી અળસિયાની જાતિઓ છે. આ અળસિયાઓને સામાન્ય પ્રક્રિયા દ્વારા ખાડામાં, પાત્રોમાં, ટાંકામાં, સિમેન્ટની રિંગમાં અથવા કોઇ પણ એવા પાત્રમાં ઉગાડી શકાય છે.

સ્થાનિક અળસિયાં કેવી રીતે એકત્ર કરવાં?

 • અળસિયાં યુક્ત માટી શોધો જેમાં રેતીની સપાટી પર અળસિયાનાં ચીલા પડેલ હોય.
 • ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ ગ્રામ ગાયનાં છાણમાં ૨ લિટર પાણીમાં ઉમેરો અને 1m x 1m નાં ક્ષેત્રમાં છાંટો.
 • આ વિસ્તારને શણિયાઓ વડે ઢાંકી દો.
 • આગલા ૨૦ થી ૩૦ દિવસ સુધી તેનાં ઉપર પાણી છાંટ્યા કરો.
 • અહીં અળસિયાં અને અન્ય કીડાઓ એકત્ર થશશે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

કંપોસ્ટ માટે ખાડો બનાવવાની તૈયારી

કંપોસ્ટ માટેનો ખાડો ઉદ્યાનમાં કે ખેતરમાં, અનુકૂળતા પ્રમાણેનાં કદનો અને આકારનો હોઇ શકે. તે એક જ કે બે કે તેથીવ અધુ હોઇ શકે અથવા તેમાં ખાડાને બદલે ટાંકીનો ઉપયોગ પણ થઈ થઈ શકે. સૌથી યોગ્ય ખાડો અથવા ખંડ 2m x 1m x 0.75mનો હોય છે. વપરાશમાં લેવાનાર કચરાનાં જૈવવિજ્ઞાન ઘન દળને આધારે ખાડાની લંબાઇ, પહોળાઇ નક્કી કરવામાં આવે છે. કીડીઓનાં ત્રાસથી બચવ્બા માટે ખાડામાં પેરાપીટમાં વચ્ચે પાણીનો સ્રોત રાખવામાં આવે તો તે યોગ્ય રહે છે.

ચાર ખંડની ટાંકી કે ખાડૉ:

‘ચાર ટાંકા’ અથવા ‘ચાર ખંડ’ ની પધ્ધતિમાં ખાડો એ રીતે રચવામાં આવે છે કે જેથી અળસિયાં ઓછાં વિઘટિત સામગ્રીવાળા ખંડમાંથી ઓછાવાળામાં અવરજવર કરી શકે.

વર્મિબેડની રચના

 • વર્મિબેડ એટલે અળસિયા માટેની ક્યારીઓ જે એક ભેજ યુક્ત કાંપવાળી માટીનું સ્તર હોય છે જેને સૌથી નીચે ૧૫ થી ૨૦ સેમી જાડાઇ સુધી પાથરવામાં આવે છે.
 • અળસિયાઓને આ માટીમાં દાખલ કરવામાં આવે છે. ૧૫૦ જેટલાં અળસિયાં 2m x 1m x 0.75mના બેડમાં યોગ્ય રહે છે જેમાં 15 થી 20સેમી જાડાઇનું વર્મી પ્લાસ્તર પણ અવેલું છે.
 • વર્મીબેડમાં થોડુંક ગાયનું તાજું છાણ મૂકવામાં આવેછે. ત્યાર બાદ તેનાં ઉપર લગભગ ૫ સેમી જેટલું સૂકા પર્ણોનું સ્તર કરવામાં આવે છે. આ પર્ણોને સૂકવીને ટૂકડા કરીને નાંખવાથી ફાયદો રહે છે.
 • વર્મિબેડ સૂકો કે ખૂબ પાણીયુક્ત ન હોવો જોઇએ. તેને ત્યારબાદ નાળીયરનાં પાંદડાઓની મદદથી ઢાંકી દેવામાં આવે છે, જેથી તેનાં ઉપર પક્ષીઓનું આક્રમણ અટકાવી શકાય. ૩૦ દિવસ બાદ, પ્રાણીઓનો કચરો અથવા રસોડાનો એવો કચરો જેને પહેલાં થોડો કોહવાવવા દીધો હોય તેનું 5 સેમી જેટલું સ્તર કરવામાં આવે છે. તેને અઠવાડિયામાં બે વખત પુનરાવર્તિત કરી શકાય.
 • આ બધા કાર્બનિક કચરાને અવારનવાર મિશ્રિત કરવામાં આવે છે. તે માટે પાવડાનો ઉપયોગ કરવામાં આવે છે.
 • પાણી નિયમિત રીતે આપવું જોઇએ જેથી ખાડામાં ભેજ જળવાઇ રહે. જો વાતાવરણ ખૂબ જ સૂકું હોય તો તેને અવારનવાર પાણી આપવું જોઇએ.

ખાતર ક્યારે તૈયાર થાય છે?

 1. જ્યારે સામગ્રી ઢીલી પડે છે અને તેનો રંગ ઘેરો ભૂખરો બને છે ત્યારે કમ્પોસ્ટ લગભગ તૈયાર થયેલું ગણાય છે. તે કાળું, દાણાદાર, હળવું અને પોષક હોય છે.
 2. ૬૦ થી ૯૦ દિવસમાં (ખાડાનાં કદનાં આધારે), ખાતર તૈયાર થઈ જાય છે અને તે અળસિયાનાં ઉત્સર્જન દ્વારા જોઇ શકાય છે. વર્મિકંપોસ્ટ ત્યાર બાદ એકત્ર કરી શકાય છે.
 3. કંપોસ્ટમાંથી અળસિયાંને છૂટાં પાડવા બે ત્રણ દિવસ સુધી બેડમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવે છે. તેને કારણે ૮૦% અળસિયાં બેડનાં તળિયે જતાં રહેશે.
 4. અળસિયાંઓને ચાળણીની મદદથી પણ છૂટી પાડી શકાય છે. અળસિયાં અને અન્ય જાડી સામગ્રી ને ફરીથી ખાડામાં મૂકી ફરી ખાતર બનાવવા માટે મૂકવામાં આવે છે. કંપોસ્ટની વાસ જમીન જેવી હોય છે. જો કોઇ પણ પ્રકારની દુર્ગંધ આવે તો તેનો મતલબ તેમાં આથવણની પ્રક્રિયા થઈ રહી છે અને ખાતર સંપૂર્ણતઃ તૈયાર થયેલ નથી. અમુક પ્રકારની વાસ વધુ પડતી ગરમી અને મોલ્ડની હાજરી બતાવે છે જેને કારણે નાઇટ્રોજનની ખામી સર્જાઇ શકે છે. આવું થતાં માટીને વ્યવસ્થિત રીતે હવા આપો. ત્યાર બાદ તેને ચાળી અને પેક કરવામાં આવે છે.
 5. એકત્ર કરેલ સામગ્રીને ઢગલો કરીને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે જેથી બધાં જ અળસિયા નીકળી જાય અથવા ઢગલાનાં તળીયે એકત્ર થાય.
 6. બે અથવા ચાર ખાડા વાળાં તંત્રમાં પહેલા ખંડમાં પાણી આપ્વાનું બંધ કરી દેવું જોઇએ જેથી બધાં જ અળસિયાં અન્ય ખંડમાં ચાલ્યા જાય. આ રીતે અળસિયાંઓને દૂર કરી શકાય અને વર્મીકંપોસ્ટ નિયમિત પણે લેતાં રહેવાય.

વર્મિકંપોસ્ટનાં ફાયદાઓ

 • કાર્બનિક કચરાને અળસિયાંઓ ઝડપની પાચન કરે છે અને તેના પરથી વિષજનક સંયોજનો રહિત અને સારાં માળખાનું ઉચ્ચ બજાર કિંમત ધરાવતું ખાતર મેળવી શ્કાય છે જે માટીનાં કંડિશનર તરીકે પણ કાર્ય કરે છે.
 • વર્મિકંપોસ્ટ આવશ્યક ક્ષારો પૂરા પાડે છે, પોષણ આપે છે અને જટિલ ખાતરનાં અણૂઓ પણ પૂરા પાડે છે.
 • વર્મિકંપોસ્ટ દરમિયાન રોગજન્ય બેક્ટેરિયાઓની સંખ્યામાં ઘટાડો થાય છે.
 • તેને કારણે કચરાનાં નિકાલ જેવા વાતારણને લગતી સમસ્યાઓ પર પણ અસર થાય છે.
 • વર્મિકંપોસ્ટ લઘુ ઉદ્યોગ તરીકે લાભવંચિત લોકો માટે અન્ય આવક તરીકે સ્થાપિત કરી શકાય.
 • જો દરેક ગામમાં અભણ પુરૂષો અને મહિલાઓ માટે એક્ સહકારી સોસાયટી ખોલવામાં આવે તો તેઓ તેનાં દ્વારા વર્મિકંપોસ્ટનો ધંધો કરી, તેને ગામમાં જ પાછું વેંચી શકે છે. આ રીતે તેઓને ફક્ત આવક જ ન મળી રહેતા તેમનાં યુવાનો સમાજને પણ મદદરૂપ રહે છે.
2.96296296296
Jignesh vaja Nov 22, 2017 11:18 PM

વર્મિ કમ્પોઝ બનાવવા માટે સરકાર કોઈ પણ પ્રકારની સહાય કરે છે., તથા એમના માટે ક્યાં સમ્પર્ક કરવો.

Suresh chaoudhary Thavar Oct 09, 2017 10:02 PM

ખાડાનીઉડાઈકૅટલીરાખવી

પ્રવીણ ચૌધરી May 29, 2017 10:19 AM

વેર્મિંગ કંપોસ્ટ એ રાસાયણિક ખાતર ની જગ્યા એ વાપરવો એ સારો વિકલ્પ છે, અને એનાથી છોડ, અને પાક નો વિકાસ સામાન્ય છાણીયા ખાતર કરતા લગભગ ૪ ઘણો વધુ થાય.. અળસિયા નું ખાતર બનાવા પેલા આળસ થાય.. પણ વળતર જોતા આ કામ હું રોજ કરી શકું..

જૈવિક નું જૈવિક ને જમીન પણ ફળદ્રુપ બને..

શૈલેષભાઈ May 24, 2017 01:44 PM

વર્મી કમ્પોઝ ખાતરનો બજાર ભાવ શું હોય છે.

હિરેન પટેલ Mar 16, 2017 12:29 PM

મારે વર્મિકંપોસ્ટ બનાવું છે તો તેના માટે મને અળસિયા ક્યાંથી મળશે
94*****01-મહેમદાવાદ હિરેન પટેલ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top