অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટુંકી પ્રશ્નોત્તરી

ટુંકી પ્રશ્નોત્તરી

  1. પ્રશ્‍ન: જીલ્લા પંચાયતને નોંધણી સંબંધે મળેલ અધિકાર બાબત
  2. પ્રશ્‍ન: દુધ સંઘ ઘ્વારા ચુચિત મંડળી સેન્ટર અને મિલ્ક કલેકશન સેન્ટરની રચના થવા બાબત
  3. પ્રશ્‍ન: સહકારી મંડળીઓમાં સભાસદ થવા બાબત
  4. પ્રશ્‍ન:નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત બાબત
  5. પ્રશ્‍ન: દુધ મંડળીઓના અમુક કિસ્સામાં સભાસદ/ગ્રાહકનું દુધ નહી સ્વીકારવા બાબત
  6. પ્રશ્‍ન:એકથી વધુ ધિરાણ મંડળી પાસેથી નાણાં ઉછીના લેવા ઉપર નિયત્રંણ બાબત
  7. પ્રશ્‍ન: નાગરીક શરાફી સહકારી મંડળીઓની કામગીરી બાબત
  8. પ્રશ્‍ન:બજાર સમીતીની કમીટીમાં ઉમેદવારી કરવા માટે લાયકાતના ધોરણ બાબત
  9. પ્રશ્‍ન:સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટીની રચના બાબત.
  10. પ્રશ્‍ન:મંડળીમાં રાખવામાં આવતા કર્મચારીના જામીનો મેળવવા બાબત.
  11. પ્રશ્‍ન: જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ બાબત.
  12. પ્રશ્‍ન:વેર હાઉસ લાયસન્સ આપવા બાબત.
  13. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કઇ કચેરીનો સંપર્ક કરવો.
  14. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાવજો જોઇએ ?
  15. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી નું ફોર્મ અને પેટા-કાયદાની નકલો કયાંથી મળશે ?
  16. પ્રશ્‍ન: સહકારી મંડળીઓના પેટા-કાયદા સુધારા માટે કયા દસ્તાવજો જોઇએ ?
  17. પ્રશ્‍ન:સહકારી મંડળીએ મિલકતો ખરીદતા પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતા પહેલાં કયા કાયદા અન્વયે કોની મંજુરી લેવાની હોય ?
  18. પ્રશ્‍ન:સહકારી મંડળીઓ મિલકતના વેચાણ પહેલાં રજીસ્ટ્રાર ની મંજુરી લેવી જરૂરી છે ?
  19. પ્રશ્‍ન:સહકારી મંડળીમાં કોણ સભ્ય બની શકે ?
  20. પ્રશ્‍ન:મુદતવીતી બાકીદાર મંડળીની ચૂંટણીમાં મત આપી શકે ?
  21. પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં પહેલાં વ્યવસ્થાપક સમિતિની મંજુરી જરૂરી છે ?
  22. પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં કેટલી ફી ભરવી પડે ?
  23. પ્રશ્‍ન: સહકારી ગૃહ મંડળીની જાણ બહાર અને મંડળીમાં રજીસ્ટર્ડ કરવામાં ન આવેલ શેર તબદીલી યોગ્ય ગણાય ?
  24. પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યને મંડળીના બધા જ દસ્તાવેજો જોવાનો અધિકાર છે ?
  25. પ્રશ્‍ન:સહકારી મંડળીના દસ્તાવજોની નકલ આરટીઆઇ ના કાયદા હેઠળ માંગી શકાય? / સહકારી મંડળી આરટીઆઇ ના કાયદા અન્વયે જાહેર સત્તા મંડળ છે?
  26. પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યોને કયા દસ્તાવેજો મંડળી પર જોવાનો અધિકાર છે ?
  27. પ્રશ્‍ન. કોઇપણ સહકારી મંડળી કેટલું કરજ મેળવી શકે ?
  28. પ્રશ્‍ન:રીઝર્વ ફંડ કેટલું કાઢવાનું હોય છે ?
  29. પ્રશ્‍ન:સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા સામાન્ય રીતે કયારે બોલાવવાની હોય છે ?
  30. પ્રશ્‍ન:સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની મુદત નવા કાયદા પ્રમાણે કેટલા વર્ષની છે ?
  31. પ્રશ્‍ન:જો જમીન પર સહકારી મંડળીનો બોજો હોય તો તે દૂર કરવા કોનો સંપર્ક કરવો ?
  32. પ્રશ્‍ન:ઇનોવેટીવ પ્રકારની મંડળીઓની જો આપના જીલ્લામાં રચના હોય તો તેની વિગતો

મંડળી સંબંધે પુછવામાં આવતા પ્રશ્નોા અને તેનું નિરાકરણ

પ્રશ્‍ન: જીલ્લા પંચાયતને નોંધણી સંબંધે મળેલ અધિકાર બાબત

જવાબ: દરેલ જીલ્લામાં જીલ્લા કક્ષાએ ભલામણ સમીતી અસ્તિત્વ ધરાવે છે. અને આ સમીતીની બેઠકમાં પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળી (સુચિત) ની નોંધણી સંબંધે નિર્ણય લેવામાં આવે છે. અને નોંધણી કરવા કે નહિ કરવા ભલામણ કરવામાં આવે છે. સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૯ હેઠળના અધિકારો જીલ્લા પંચાયતને ઉત્પાદન, સહકાર, સિંચાઇ સમીતીને મળેલ છે. ખાતાની સ્થાયી સુચના મુજબ એક રેવન્યુ વિલેજમાં એક ઉદ્દેશ અને પ્રકારની એકજ મંડળી હોવી જોઇએ જો આ ઉદ્દેશવાળી બીજી મંડળીની નોંધણી કરવામાં આવે તો મંડળીની અર્થક્ષમતા ઉપર પ્રતિકુળ અસર થાય છે. આમ છતાં ઉત્પાદન, સહકાર, સિંચાઇ સમીતીમાં ભલામણ સમીતીની ભલામણને ધ્યાને લીધા સિવાય સેવા સહકારી મંડળીઓની અને અન્ય ગોપાલક, બીજ, ફળ/શાકભાજી વગેરે મંડળીઓની નોંધણી કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે. જે આધારે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પંચાયત ઘ્વારા મંડળીને નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે. અને ત્યારબાદ સ્થાયી સુચના મુજબ વડી કચેરી ગાંધીનગર મુકામે સુઓમોટો રીવીઝન દાખલ કરવામાં આવે છે, એકજ ગામમાં એકજ પ્રકારના ઉદ્દેશવાળી એક કરતાં વધુ મંડળીની નોંધણી કરવાથી નોંધાયેલ મંડળી ઉપર વિપરીત અસર થાય છે. સરકારના સિધ્ધાંતો વિરૂધ્ધ સહકારી સંસ્થાઓ વચ્ચે બીન તંદુરસ્ત ગળાકાપ હરીફાઇ થાય છે. આ સંજોગોમાં સુઓમોટો રીવીજનનો નિકાલ ન થાય ત્યાં સુધી નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ નહી કરવા અગર મંડળીની કામગીરી ઉપર મનાઇ હુકમ આપવામાં આવે તો સહકારના સિધ્ધાંતો અને સહકારી કાયદાની જોગવાઇને સુસંગત રહીને જરૂરીયાત પ્રમાણે સહકારી મંડળીઓની રચના થઇ શકે.

પ્રશ્‍ન: દુધ સંઘ ઘ્વારા ચુચિત મંડળી સેન્ટર અને મિલ્ક કલેકશન સેન્ટરની રચના થવા બાબત

જવાબ: ખાતાની સ્થાયી સુચના મુજબ રેવન્યુ વિલેજમાં એકજ દુધ મંડળીની રચના કરવાની થાય છે. અને દુધ મંડળીની દરખાસ્ત દુધ સંઘના અભિપ્રાય સાથે રજુ થતી હોય છે. અને તે અનુસાર નિર્ણય લઇ નોંધણી કરવામાં આવે છે. ધી બનાસકાંઠા જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. ઘ્વારા અમુક ગામોમાં સુચિત મંડળીની સ્થાપના કરવામાં આવે છે. સુચિત મંડળી શરૂ થયા પછી છ માસ બાદ સુચિત મંડળીની નોંધણી દરખાસ્ત રજુ કરવાની થાય છે. આમ છતાં ઘણી સુચિત મંડળીઓ છ માસ કરતાં વધુ સમય થવા છતાં સંઘ ઘ્વારા આવી સુચિત મંડળીઓની નોંધણી દરખાસ્ત રજુ કરવામાં આવતી નથી અને સુચિત મંડળીઓ ચાલુ રાખવામાં આવે છે. તથા ઘણા ગામોમાં દુધ સંઘ ઘ્વારા મિલ્ક કલેકશન સેન્ટર આપવામાં આવે છે. જે મિલ્ક કલેકશન સેન્ટર સ્વતંત્ર યુનિટ તરીકે કામ કરે છે. અને તેની કામગીરીથી નોંધાયેલ મંડળીની કામગીરી ઉપર પ્રતિકુળ અસર થાય છે. આ સંજોગોમાં મિલ્ક કલેકશન સેન્ટરને જે તે નોંધાયેલ મંડળીના પેટા સેન્ટર તરીકે મંજુરી આપવામાં આવે તો મિલ્ક કલેકશન સેન્ટરની જરૂરીયાત રહેતી નથી. આ બાબતે જરૂરી પરીપત્રીત સુચનાઓ થવા અભિપ્રાય થાય છે.

પ્રશ્‍ન: સહકારી મંડળીઓમાં સભાસદ થવા બાબત

જવાબ:તાલુકા સંઘ/જીલ્લા બેંક/જીલ્લા ખરીદ વેચાણ સંઘ તથા પ્રાથમિક મંડળીઓમાં વ્યકિત /મંડળીઓને સંબંધિત સહકારી સંસ્થાના પેટા નિયમના ઉદ્દેશો મુજબ સભાસદ તરીકે દાખલ થવા માટે લાયકાતના ધોરણો ધરાવતા હોવા છતાં સભાસદ તરીકે દાખલ કરવામાં વિલંબ કરવામાં આવે છે. અથવા સભાસદ અરજી નામંજુર કરવામાં આવે છે. આ સંજોગોમાં અત્રેથી સહકારી મંડળી અધિનિયમની કલમ-૨૨ (૨) મુજબ સંસ્થાને જે તે વ્યકિત અથવા મંડળીને સંસ્થાના સભ્ય તરીકે દાખલ કરવા માટે નિર્ણય લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ સેવા મંડળીઓ /ગ્રાહક મંડળીઓ અને પ્રાથમિક દુધ મંડળીઓના કિસ્સામાં ધી ગુજરાત સહકારી મંડળીઓના નિયમો-૧૯૬૫ ના નિયમ-૧૨ મુજબ નિર્ણય લેવામાં આવે છે.

પ્રશ્‍ન:નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત બાબત

જવાબ:ધી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૭૪ (સી) (૨) મુજબ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત ત્રણ વર્ષની ઠરાવવામાં આવેલ છે. ૯૭ માં બંધારણીય સુધારાની જોગવાઇ મુજબ નિર્દિષ્ટ મંડળી સીવાયની અન્ય મંડળીઓની કમીટીની મુદત પાંચ વર્ષની ઠરાવેલ છે. આ સંજોગોમાં ચુંટણી અધિકારીશ્રી તરફથી તથા જે તે નિર્દિષ્ટ સહકારી સંસ્થા તરફથી કમીટીની મુદત બાબતે માર્ગદર્શન માંગવામાં આવે છે. જે બાબતે કાયદાની જોગવાઇ મુજબ કમીટીની મુદત ત્રણ વર્ષની રહેશે. તેમ જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન: દુધ મંડળીઓના અમુક કિસ્સામાં સભાસદ/ગ્રાહકનું દુધ નહી સ્વીકારવા બાબત

જવાબ:. બનાસકાંઠા જીલ્લામાં કુલ- ૧૨૪૮ દુધ મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે. અમુક સંજોગોમાં નીચે જણાવેલા કારણોસર દુધ મંડળી ઘ્વારા અમુક સભ્યોનું દુધ સ્વીકારવાની ના પાડવામાં આવે છે.

  • દુધમાં તૈલી પદાર્થ નાખવાથી / અને ભેળસેળ કરવાથી
  • સભ્યનું મંડળી સાથેનું અવિવેક વર્તન
  • ગામમાં મંડળી અને સભ્ય વચ્ચેની અન્ય મુદ્દાઓની તકરારો ઉકત સંજોગોમાં સભ્યની રજુઆત ન્યાયી હોય ત્યારે અત્રેથી સભાસદની દુધ સ્વીકારવા માટે જણાવવામાં આવે છે. અને અમુક તકરારી મુદ્દા બાબતે સહકારી કાયદાની કલમ-૯૬ હેઠળ બોર્ડઓફ નોમીનીઝમાં દાવા અરજી દાકલ કરી દાદ મેળવવા માટે જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન:એકથી વધુ ધિરાણ મંડળી પાસેથી નાણાં ઉછીના લેવા ઉપર નિયત્રંણ બાબત

જવાબ:. ધી ગુજરાત સહકારી મંડળીઓના નિયમો-૧૯૬૫ ના નિયમ-૨૪ (ક) (૧) મુજબ સભાસદોએ એકથી વધુ મંડળીના સભ્યો હોય તેવી દરેક વ્યકિતએ તેવી રીતે શાખ ઉપર નાણાં લીધાં ન હોય તો તેને નમુના ડી.ડી. મુજબ એવો એકરાર કરવો કે પોતે એકરાર . મુજબ એકજ મંડળીમાંથી નાણાં ઉછીના લે છે. અથવા જમીનની જવાબદારી સ્વીકારશે. તેમ છતાં અત્રેના જીલ્લામાં આ બાબતે ધ્યાને રાખ્યા સીવાય એક વ્યકિત બે કે ત્રણ મંડળીમાં સભાસદ બની ધિરાણ મેળવે છે. જે બાબતે અત્રેથી સંબંધ કર્તા મંડળીઓને જણાવી આ નિયમ મુજબ અમલ કરવા જણાવી નિકાલ કરવામાં આવે છે.

પ્રશ્‍ન: નાગરીક શરાફી સહકારી મંડળીઓની કામગીરી બાબત

જવાબ:. બનાસકાંઠા જીલ્લામાં કુલ ૬ નાગરીક સહકારી બેંકો આવેલ છે. તેની ૧૧ શાખાઓ છે. નાગરીક શરાફી સહકારી મંડળીઓ- ૧૭૯ . છે. આ સિવાય જીલ્લામાં મલ્ટીસ્ટેટ કો.ઓપ. શરાફી મંડળીઓની સંખ્યા - ૯ છે. જેની કુલ -૫૦ શાખાઓ કાર્યરત છે. આ મલ્ટીસ્ટેટ મંડળીઓ અન્ય નાગરીક મંડળીઓની સરખામણીમાં થાપણ ઉપર વધુ વ્યાજ આપે છે. જેના કારણે શરાફી મંડળીઓની કામગીરી ઉપર અને વસુલાતની કામગીરી ઉપર વિપરીત અસર થાય છે. આ સંજોગોમાં મલ્ટીસ્ટેટ શરાફી મંડળીઓની કામગીરી નિયંત્રીત કરવી જરૂરી છે.

પ્રશ્‍ન:બજાર સમીતીની કમીટીમાં ઉમેદવારી કરવા માટે લાયકાતના ધોરણ બાબત

જવાબ:. ખેતી ઉત્પન્ન બજાર અધિનિયમ-૧૯૬૩ અને નિયમોની જોગવાઇ પ્રમાણે બજાર સમીતીની રચનામાં કમીટી સભ્યની લાયકાતના ધોરણો સુનિચ્ચિત થવા જરૂરી છે. ઘણી વખત સહકારી સંસ્થાના અધિકારી ઘ્વારા ઉમેદવારી કરવામાં આવે છે. આ સંજોગોમાં કાયદાની જોગવાઇ સુસ્પષ્ટ ન હોય ઉમેદવારીપત્ર મંજુર કરવામાં આવે છે.

પ્રશ્‍ન:સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટીની રચના બાબત.

જવાબ:. અમુક સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટી સભ્યો એકબીજાના સગા હોય છે. અથવા તેઓ મંડળીના પગારદાર કર્મચારીના સગા હોય છે. અને જે કારણે મંડળીની અંદર અમુક સભ્યો ઘ્વારા આ બાબતોની રજુઆત આવે છે. અને રજુઆતના મુદ્દાઓમાં કમીટીની બેઠક, સાધારણ સભાની બેઠક અને ખર્ચાઓ બાબતે અનિયમિતતા અને જાણકારી આપવામાં આવતી નથી. આ સંજોગોમાં સમવાયી સંસ્થા અગર સંબંધીત ઓડીટરશ્રીને આ અરજી મોકલી આપી ઓડીટ વખતે હકીકતો તપાસવા માટે જણાવવામાં આવે છે. અને અત્રેથી સુનાવણી રાખવામાં આવે છે. સહકારી મંડળી અધિનિયમ અને કાનૂનમાં લાયકાત ધોરણો વધુ સ્પષ્ટ થાય તો આવા પ્રÅનનો ઝડપી નિકાલ લાવી શકાય.

પ્રશ્‍ન:મંડળીમાં રાખવામાં આવતા કર્મચારીના જામીનો મેળવવા બાબત.

જવાબ:. જીલ્લામાં આવેલ સહકારી મંડળીઓમાં રાખવામાં આવેલ કર્મચારીઓના જામીન મેળવવામાં આવતા નથી. પરીણામે આવા કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન સંસ્થા છોડી અન્યત્ર જતા રહે ત્યારે તેમના હસ્તકની કામગીરીમાં જવાબદારી નક્કી કરવા કે ફરીયાદ નોંધાવવામાં મુશ્કેલીઓ પડે છે. પરીણામે આવા કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવામાં વિલંબ થાય છે. મંડળીમાં આવા કર્મચારીઓના પુરતી રકમના જમીનો સંસ્થા ઘ્વારા મેળવાયેલ હોય તો આ બાબતે કાર્યવાહી કરવામાં સરળતા રહે તો આ બાબતે પરિપત્રીત થવો જરૂરી છે.

પ્રશ્‍ન: જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ બાબત.

જવાબ:. અરજદાર તરફથી મંડળી પાસે માહિતી માંગવામાં આવે છે. અને મંડળી જાહેર સત્તા મંડળીની વ્યાખ્યામાં આવતી ન હોય માહિતી આપવામાં આવતી નથી. આ સંજોગોમાં ઘણી વખતે અત્રે પ્રથમ અપીલ કરવામાં આવે છે. અરજદાર ઘ્વારા માંગવામાં આવેલ માહિતી કચેરીમાં ઉપલબ્ધ ન હોય અપીલ અરજી નામંજુર કરવામાં આવે છે. અગર પ્રથમ અપીલ અરજી દાખલ કરવાની થતી નથી. તેમ જણાવવામાં આવે છે. બીજી અપીલ અરજી જાહેર માહિતી આયોગ ઘ્વારા સિવિલ એપ્લીકેશન નં.- ૯૦૧૭/૨૦૧૩ માં તા. ૭/૧૦/૨૦૧૩ ના ચુકાદા મુજબ દિન- ૩૦ માં માહિતી અરજદારને પુરી પાડવા માટે હુકમ કરવામાં આવે છે. સહકારી મંડળી અધિનિયમ કલમ- ૩૩ ની વ્યાખ્યા મુજબ જો અરજદાર મંડળીનો સભ્ય હોય તો નિહિત થયેલ માહિતી સભ્યને પુરી પાડવા માટે મંડળીને જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન:વેર હાઉસ લાયસન્સ આપવા બાબત.

જવાબ:. વેર હાઉસ એકટ- ૧૯૫૯ માં સુધારો થયેલ છે. અને હાલમાં વેર હાઉસ એકટ- ૨૦૦૬ અમલમાં આવેલ છે. વેર હાઉસ રૂલ્સ - ૧૯૬૦ માં સુધારો અન્વયે સરકારશ્રી કક્ષાએથી નિયમો બહાર પાડવામાં આવેલ નથી. વેર હાઉસ રૂલ્સની જોગવાઇ મુજબ અત્રેથી લાયસન્સ આપવાનું રહે છે. જે કારણોસર અત્રેની કચેરીએ વેર હાઉસ લાયસન્સની અરજીઓનો નિકાલ થવાનો બાકી છે.

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કઇ કચેરીનો સંપર્ક કરવો.

જવાબ:. સહકારી મંડળીની નોંધણી જીલ્લામાં ત્રણ કચેરીઓમાં કરવામાં આવે છે.

  • જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી (શહેરી વિસ્તારની દૂધ અને મજૂર કામદાર મંડળીઓ)
  • જીલ્લા પંચાયતની કચેરી (પંચાયત હકુમત વિસ્તારની દૂધ અને મજૂર કામદાર સિવાઇની મંડળીઓ)
  • જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (ઔદ્યોગિક મંડળીઓ)

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાવજો જોઇએ ?

જવાબ:. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧(૧૯૬ર નાં ૧૦મો)અન્‍વયે નોંધણીની દરખાસ્‍તના જરૂરી દસ્‍તાવેજો (ચેકલીસ્‍ટ)

  • નોંધણી માટેનું ફોર્મ અ - (નિયમ - ૩) (29 KB)
  • નોંધણી ના ફોર્મમાં મંડળીના સભાસદ બનવાને લાયક અલગ અલગ કુંટુબના ૧૦ વ્‍યકિતઓની સહી ( કલમ-૮ (ર)
  • મુખ્‍ય પ્રાયોજકની અરજીમાં સહી ( કલમ -૮(૩)
  • નોંધણી માટેની અરજી પર સહી કરવા મુખ્‍ય પ્રાયોજકને અધિકૃત કર્યા અંગેના ઠરાવની પ્રમાણિત નકલ ( કલમ -૮(૩)
  • અરજીમાં સહી કરનાર મુખ્‍ય પ્રાયોજક સાથેના ૧૦ વ્‍યકિતઓ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા નથી તે અંગેનો પોલીસ સ્‍ટેશનનો દાખલો
  • જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી ર્બેંક નું બેલેન્‍સ અંગેનું પ્રમાણપત્ર ( નિયમ -૩ બ)
  • શેર મૂડી અને દાખલ ફી ની રકમ સાથેની વ્‍યકિતઓની સૂચિ (શેરમૂડી ઓછામાં ઓછી રૂા.પ૦૦/- ( નિયમ -૩ ખ)
  • પ્રોજેકટ રીપોર્ટ ( નિયમ -૩ હ)
  • કલમ - ૯(૧)(ખ) મંડળીના પેટાનિયમ સુધારા માટેની મુદત( નિયમ -૩ મ) (જરૂરી હોયતો )
  • કાર્યક્ષેત્રમાં કામ કરતી અન્‍ય મંડળીઓના ના વાંધા પ્રમાણપત્ર ( કલમ -૪)
  • અર્થક્ષમતા બાબતે સમવાયી મંડળીનો અભિપ્રાય ( કલમ -૪)
  • મંડળીના સભાસદ બનવાને લાયક ૧૦ વ્‍યકિતઓ કે જેઓ અલગ અલગ કુંટુબના હોય અને મંડળીના કાર્યક્ષેત્ર વિસ્‍તારમાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (તલાટીના દાખલા ની પ્રમાણિત નકલ) ( કલમ-૬ ) (૧)
  • મંડળીના સુચિત પેટાનિયમો (અધિકૃત કરેલ વ્‍યકિત ની સહી સાથે) ની ચાર નકલો ( કલમ -૮(૧)

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી નું ફોર્મ અને પેટા-કાયદાની નકલો કયાંથી મળશે ?

જવાબ:. જે-તે જીલ્લાના જીલ્લા સહકારી સંઘની કચેરીમાંથી

પ્રશ્‍ન: સહકારી મંડળીઓના પેટા-કાયદા સુધારા માટે કયા દસ્તાવજો જોઇએ ?

જવાબ:. પેટા નિયમ સુધારાની દરખાસ્‍ત સાથે રજુ કરવાનો દસ્તાવેજો

  • નમુનો ફોર્મ નંબર -અ
  • ફોર્મ નંબર - ૧
  • ફોર્મ નંબર - ર
  • ફોર્મ નંબર - ૩
  • ફોર્મ નંબર - ૪ (ચાર નકલમાં )
  • ફોર્મ નંબર - પ
  • એજન્‍ડાની પ્રમાણીત નકલ
  • ઠરાવની પ્રમાણીત નકલ
  • છેલ્‍લા ત્રણવર્ષના વાર્ષિક હિસાબોની નકલ

નોંધ :- ફોર્મ નંબર – ૧ થી પ માં મંડળીના મંત્રી / વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તથા ચેરમેનની સહી સિક્કા કરવા જરૂરી છે. તેમજ દરેક પાન ઉપર મંડળીનો ગોળ સિક્કો લગાવવો.

પ્રશ્‍ન:સહકારી મંડળીએ મિલકતો ખરીદતા પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતા પહેલાં કયા કાયદા અન્વયે કોની મંજુરી લેવાની હોય ?

જવાબ:. ગુજરાત સહકારી મ.ડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૭૧ અન્વયે સહકારી મંડળીઓ મિલકત ખરીદતાં પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતાં પહેલાં રજીસ્ટ્રારશ્રીની મંજુરી લેવી જરૂરી છે.

પ્રશ્‍ન:સહકારી મંડળીઓ મિલકતના વેચાણ પહેલાં રજીસ્ટ્રાર ની મંજુરી લેવી જરૂરી છે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીમાં કોણ સભ્ય બની શકે ?

જવાબ:. જે-તે સહકારી મંડળીના પેટા-કાયદામાં ઠરાવેલ લાયકાતો ધરાવતો વ્યકિત તે મંડળીમાં સભ્ય બની શકે.

પ્રશ્‍ન:મુદતવીતી બાકીદાર મંડળીની ચૂંટણીમાં મત આપી શકે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં પહેલાં વ્યવસ્થાપક સમિતિની મંજુરી જરૂરી છે ?

જવાબ:. હા

પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં કેટલી ફી ભરવી પડે ?

જવાબ:. જે-તે મંડળીનાં પેટા-કાયદામાં ઠરાવ્યું હોય તેટલી.

પ્રશ્‍ન: સહકારી ગૃહ મંડળીની જાણ બહાર અને મંડળીમાં રજીસ્ટર્ડ કરવામાં ન આવેલ શેર તબદીલી યોગ્ય ગણાય ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યને મંડળીના બધા જ દસ્તાવેજો જોવાનો અધિકાર છે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના દસ્તાવજોની નકલ આરટીઆઇ ના કાયદા હેઠળ માંગી શકાય? / સહકારી મંડળી આરટીઆઇ ના કાયદા અન્વયે જાહેર સત્તા મંડળ છે?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યોને કયા દસ્તાવેજો મંડળી પર જોવાનો અધિકાર છે ?

જવાબ:.

  • કાયદા, નિયમો અને મંડળીના પેટા-નિયમો
  • છેલ્લું ઓડીટ થયેલું સરવૈયું અને નફા-ખોટ ખાતુ
  • મંડળીના સભાસદો અને લ્યવસ્થાપક સમિતિના સભ્યોની સૂચિ
  • સાધારણ સભાની કાર્યવાહી નોંધ
  • વ્યકિતગત પોતાના ખાતાનો ઉતારો

પ્રશ્‍ન. કોઇપણ સહકારી મંડળી કેટલું કરજ મેળવી શકે ?

જવાબ:. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૪૪ અને ગુજરાત સહકારી મંડળીઓ નિયમો-૧૯૬૫ ના નિયમ-૨૪ માં કરેલ જોગવાઇઓ મુજબ

પ્રશ્‍ન:રીઝર્વ ફંડ કેટલું કાઢવાનું હોય છે ?

જવાબ:. ચોખ્ખા નફાના ૨૫%

પ્રશ્‍ન:સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા સામાન્ય રીતે કયારે બોલાવવાની હોય છે ?

જવાબ:. જે-તે વર્ષમાં ૧લી એપ્રિલ થી ૬ માસ સુધીમાં

પ્રશ્‍ન:સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની મુદત નવા કાયદા પ્રમાણે કેટલા વર્ષની છે ?

જવાબ:. પાંચ વર્ષ

પ્રશ્‍ન:જો જમીન પર સહકારી મંડળીનો બોજો હોય તો તે દૂર કરવા કોનો સંપર્ક કરવો ?

જવાબ:. જો મંડળીની ચાલુ સ્થિતિ હોય તો મંડળીના સેક્રેટરીને, મંડળી ફડચામાં હોય તો ફડચા અધિકારીને, મંડળીની નોંધણી રદ થયેલ હોય તો જીલ્લા રજીસ્ટ્રારનો.

પ્રશ્‍ન:ઇનોવેટીવ પ્રકારની મંડળીઓની જો આપના જીલ્લામાં રચના હોય તો તેની વિગતો

જવાબ:. ઇનોવેટીવ પ્રકારની કોઇપણ મંડળીઓની ભરૂચ જીલ્લામાં રચના થયેલ ન હોય કોઇ વિગતો નથી.

સ્ત્રોત:રજીસ્ટ્રાર કમિશ્નર અને રજીસ્ટ્રાર, સહકારી મંડળી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate