વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દેશના માનનીય વડાપ્રધાન

દેશના માનનીય વડાપ્રધાન નો સંદેશ

ઉદ્દેશ પ્રાપ્તિ અને પ્રગતિના લક્ષ્ય સાથે ખેડૂતોની અપેક્ષા પૂર્તિ એ સહકારી સંઘટનાનો મૂળ મંત્ર ગણાય. વ્યાજના વિષચક્રમાં અને દેવાના બોજ તળે દબાયેલા કૃષિ-કર્મી પરિવારોને ઉગારવા અવતરિત થયેલી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ લેન્ડ મોર્ટગેજ બેંક લી. દ્વારા હેતુ સિદ્ધિના તબક્કાને પૂર્ણ કરાયા બાદ સહકાર અને ગ્રામીણ વિકાસ ની કામગીરીમાં કૃષિ ધિરાણ તથા લઘુ ઉદ્યોગને આર્થિક આધાર આપવા બેંકે પોતાનું નામ બદલ્યું. આજે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. તરીકે કાર્યરત બની છે.

ગામડાઓમાં ગમતી અને ખીડૂતોને ખાત્રી આપનારી ખેતી બેંક હવે કોમ્પ્યુટર યુગ સાથે કદમ મિલાવી પોતાની વેબસાઈટનો પ્રારંભ કરી રહી છે. ઈન્ટરનેટ મારફત મળનારો ઇન્ફર્મેશનનો ભરપૂર લાભ, ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ જ્ઞાન વિકાસનો પાયો બને એવી શુભેચ્છા સાથે વેબસાઈટના આરંભ માટે અભિનંદન.

શ્રી નરેન્દ્રભાઈ મોદી

સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
3.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top