অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધોરણ ૧૦ પછી કૃષિ સંલગ્ન પોલીટેક્નીક અભ્યાસક્ર્મો (Agriculture Diploma)

ગુજરાત રાજ્યમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓ ધોરણ ૧૦ પછી વિવિધ કૃષિ સંલગ્ન પોલીટેકનિકના અભ્યાસક્રમમાં (agriculture diploma) જોડાઈ ખેડૂતપુત્ર ક્રુષિમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી શકે વધુ રોજગારી મેળવી શકે એ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે.

કૃષિ પોલીટેકનિક અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ નવ જગ્યાએ કૃષિ પોલીટેકનીકનો અભ્યાસક્રમ ચાલે છે.

  • સરદાર ક્રુષિ યુનિવર્સીટી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં ડીસા, ખેડબ્રમ્હા, અમીરગઢ઼ માં
  • આણંદ કુષિ યુનિવર્સીટી દ્વારા આણંદ અને વસો (ખેડા) માં
  • જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી દ્વારા ધારી (અમરેલી) માં
  • નવસારી ક્રુષિ યુનિવર્સીટી દ્વારા ભરુચ, વ્યારા (તાપી) અને વઘઇ (ડાંગ) માં

આ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં ચલાવવામાં આવે છે અને તેની મુદત છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષની હોય છે.

આ અભ્યાસક્રમ બાદ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતુ, એન.જી.ઓ. તથા અન્ય કૃષિ સંલગ્નવિભાગોમાં ખેતીવાડી મદદનીશ તરીકેની નોકરી મળે છે. આ ઉપરાંત જંતુનાશક દવા, બિયારણ, રાસાયણિક-સેન્દ્રિય ખાતર વગેરે કૃષિસંલગ્ન વ્યવસાયમાં ‘ફિલ્ડ આસિસ્ટન્ટ’ અથવા “ફિલ્ડ ઓફિસર”ની નોકરીની પણ ઉજળી તકો રહેલ છે. આ ઉપરાંત ડ્રિપ અને સ્પ્રિન્કલર ઈરિગેશન કંપનીઓ ગુજરાત રાજયમાં સારૂ એવું કામ કરી રહેલ છે, આ કંપનીઓમાં પણ કૃષિ પોલીટેકનિક અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી સારૂં એવું નામ-દામ મેળવી શકે છે.

કૃષિ પોલીટેકનિકનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ લેવાતી પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને સીધુ B.Sc. (Agri.) ના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે.

બાગાયત પોલીટેક્નીક અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ પાંચ સ્થળોએ બાગાયત પોલીટેકનિકનો અભ્યાસક્રમ ચાલે છે.

  • સરદાર ક્રુષિ યુનિવર્સીટી દ્વારા જગુદણ (મહેસાણા) માં
  • આણંદ કુષિ યુનિવર્સીટી દ્વારા વડોદરા માં
  • જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી દ્વારા જુનાગઢ઼ માં
  • નવસારી ક્રુષિ યુનિવર્સીટી દ્વારા નવસારી અને પરીયા (વલસાડ) માં

આ અભ્યાસક્રમ પણ અંગ્રેજી માધ્યમમાં ચલાવવામાં આવે છે અને તેની મુદત છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષની હોય છે. ગુજરાત રાજય જયારે ફળ, શાકભાજી, મરીમસાલા જેવા બાગાયતી પાકોમાં પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ રોજગારીની વિપૂલ તક રહેલી છે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન, બાગાયત ખાતુ તથા કૃષિ યુનિવર્સિટીઓમાં બાગાયત મદદનીશની જગ્યાઓ પર નોકરીની વિશાળ તકો રહેલ છે.

આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ મેરિટને આધારે સીધુ B.Sc. (Horti) ના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે.

પશુપાલન પોલીટેકનિક અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ ત્રણ તેમજ કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક એમ કુલ ચાર જગ્યાએ ગુજરાત રાજયમાં આ અભ્યાસક્રમ ચાલે છે.

  • સરદાર ક્રુષિ યુનિવર્સીટી દ્વારા સરદારક્રુષિનગર (બનાસકાંઠા) માં
  • જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી દ્વારા જુનાગઢ માં
  • નવસારી ક્રુષિ યુનિવર્સીટી દ્વારા નવસારી માં
  • કામધેનુ યુનિવર્સીટી દ્વારા હિંમતનગર માં

આ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં અને છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષની મુદતનો હોય છે. હાલ જયારે અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વેટરનરી ડૉકટરની અછત પ્રવર્તી રહેલ છે ત્યારે આ અભ્યાસક્રમ કરેલ વિદ્યાર્થીઓ પશુઓની પ્રાથમિક સારવાર – સંભાળ કરી સારૂ એવું વળતર મેળવી રહ્યા છે. પશુપાલનના વ્યવસાય દ્વારા ખેડૂતોને નિયમિત આવક મળતી હોવાથી તેમનો જીવન નિવાહ તો સારી રીતે થાય જ છે. ઉપરાંત જીવનધોરણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. પશુપાલકોને નિયમિત આવક મળતી હોવાથી તેઓ પશુઓના- સ્વાસ્થય-સારસંભાળ બાબત વધારે સજાગ બન્યા છે. જેથી અંતરીયાળ ગામોમાં રહેલ આર્થિક રીતે સધ્ધર પશુપાલકોના પશુઓની પ્રાથમિક સારવારમાં પશુપાલન પોલીટેકનિક અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પશુઓના સ્વાસ્થય જાળવણીનું સારૂં એવું કાર્ય કરી પૈસો, પ્રતિષ્ઠા, માન સન્માન અને સાથોસાથ અબોલ પશુઓની સેવાનો નિદષિ આનંદ પણ મેળવી શકે છે.

નીચે મુજબના ક્ષેત્રમાં પશુપાલન પોલીટેકનિક અભ્યાસ કરેલ વિદ્યાર્થી કામ કરી નિયમિત આવક મેળવી શકે છે.

  1. શહેર નજીક મોટા મોટા તબેલા બનાવી ગાયોભેંસો રાખતા ઉદ્યોગસાહસિક તરીકે અથવા તો આ પ્રકારનો ઉદ્યોગસાહસિકને ત્યાં કન્સલ્ટન્ટ તરીકે રહીને.
  2. પાંજરાપોળમાં પશુઓની સારવાર-સ્વાસ્થય સંભાળ અર્થે
  3. ખાનગી ડેરીમાં પશુપાલકોને પશુઓની લગતી સેવા પુરી પાડવામાં
  4. મિલ્ક પ્રોસેસિંગ યુનિટમાં પ્રોકયોરમેન્ટ મેનેજર તરીકે
  5. વેટરનરી ક્લિનિકમાં વેટરનરી પ્રોકયોરમેન્ટ મેનેજર તરીકે

આ રીતે પશુપાલન પોલીટેકનિકમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી માટે ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલ છે.

ગૃહ વિજ્ઞાન (હોમ સાયન્સ) પોલીટેકનિક

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતો આ અભ્યાસક્રમ  સરદાર ક્રુષિ યુનિવર્સીટી દ્વારા સરદારક્રુષિનગર (બનાસકાંઠા) માં અને જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી દ્વારા અમરેલી માં ફક્ત બહેનો માટે ચાલે છે.

અંગ્રેજી માધ્યમમાં ચાલતો આ અભ્યાસક્રમ છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષની અવધિનો છે. આ અભ્યાસક્રમમાં આહાર, પોષણશાસ્ત્ર, ગૃહ સજાવટ, સિવણકામ, વિવિધ બેકરી બનાવટ જેવા વિષયો ઝીણવટપૂર્વક ભણાવવામાં આવે છે જે બહેનોને સ્વરોજગારી માટે બહુ જ ઉપયોગી છે.

આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ પ્રવેશ પરીક્ષામાં (ડિપ્લોમા થી ડિગ્રી) આવેલ મેરીટના આધારે હોમ સાયન્સ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સીધો પ્રવેશ આપવામાં આવે છે.

કૃષિ ઈજનેરી પોલીટેકનિક અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ ત્રણ સ્થળોએ કૃષિ ઈજનેરી પોલીટેકનિકનો અભ્યાસક્રમ ચાલે છે.

  • આણંદ કુષિ યુનિવર્સીટી દ્વારા દાહોદ માં
  • જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી દ્વારા તરઘડીયા (રાજકોટ) માં
  • નવસારી ક્રુષિ યુનિવર્સીટી દ્વારા ડેડીયાપાડા (નર્મદા જીલ્લો) માં

ગુજરાતમાં સૂક્ષ્મ પિયત હેઠળનો વિસ્તાર વધતો જાય છે. તેને ધ્યાને લઈ ડ્રિપ અને સ્પ્રિન્કલર ઇરિગેશન કંપનીઓમાં આ અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને રોજગારી મળી શકે છે. આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ પ્રવેશના નિયમો અનુસાર સીધુ કૃષિ ઈજનેરી કોલેજના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે. અન્ય : આ ઉપરાંત જૂનાગઢ મુકામે, એગ્રો પ્રોસેસિંગ પોલીટેકનિક અને આણંદ મુકામે ન્યુટ્રિશન અને ડાયટેટિકસનો પોલીટેકનિક અભ્યાસક્રમ પણ ચાલે છે.

નોંધ : જે તે યુનિવર્સિટીના પ્રવેશ નિયમોમાં વખતો વખતના ફેરફારને આધિન પ્રવેશની કામગીરી કરવામાં આવે છે. વધુ માહિતી માટે જે તે યુનિવર્સીર્ટીની વેબસાઇટ જુઓ.

સરદાર ક્રુષિ યુનિવર્સીટી – http://www.sdau.edu.in/

આણંદ કુષિ યુનિવર્સીટી – http://www.aau.in/

જુનાગઢ ક્રુષિ યુનિવર્સીટી – http://www.jau.in/

નવસારી ક્રુષિ યુનિવર્સીટી – http://www.nau.in/

કામધેનુ યુનિવર્સીટી – http://www.ku-guj.org/

સ્ત્રોત : સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate