অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માહિતી સંચાર ટેકનોલોજી : ભારતના ખેતી વિષયક પ્રોજેકટો

માહિતી સંચાર ટેકનોલોજીનો ઉદ્‌ભવ અને તેની ઓળખ ર૧મી સદીની ટેકનોલોજી તરીકે થઈ તેના અનુસંધાનમાં આ ટેકનોલોજીનો ખ્યાલ અને તેના વાસ્તવિક રીતે ઉપયોગો તેમજ તેને લગતાં અનુભવોની ચર્ચા ખૂબજ પ્રાસંગિક છે જેનો સીધો સંબંધ ભારતના ગ્રામ વિકાસ સાથે જોડાયેલ છે. ભારત એ ખેતી આધારિત અર્થવ્યવસ્થા હોવાથી ખેતી–વિભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ અને અમલીકરણની શકયતા ઊંચી છે. ભારતમાં રજુ કરાયેલ વિવિધ સરકારી અને બિન–સરકારી માહિતી સંચાર ટેકનોલોજીને લગતાં પ્રોજેકટોના અનુભવોમાંથી ખાસ કરીને ખેતી વિષયક પ્રોજેકટોની ચર્ચા અહીં કરવામાં આવી છે.

સંકલિત વાયરલેસ ઈન લોકલ લુપ

પ્રોજેકટ મહારાષ્ટ્ર સરકાર સ્વામીનાથન ફાઉન્ડેશન અને એન–લોગ દ્વારા ઈન્ટરનેટ અને વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેતીને લગતી માહિતી દ્વારા ખેડૂતોમાં સશકિતકરણ કરવાના પ્રોજેકટની શરૂઆત કરી હતી. દરેક કમ્યુનિકેશન સેન્ટરએ ગામના રપ કિ.મી. ના વિસ્તારને આવરી લે છે. આ સેન્ટરો ખેડૂતોને તાલીમ આપવા માટે ટેકનિકલ સીડી પાવર પોઈન્ટ પેઝન્ટેશન અને વી.સી.ડી વગેરેનો ઉપયોગ કરે છે. ખેડૂતો વૈશ્ચિક અને નેશનલ માર્કેટની માહિતી ભૌગોલિક ડેટા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટેકનિક્‌ પેસ્ટ અને ડીસીઝ કંન્ટ્રોલ જેવી માહિતીને એકસસ કરી શકે છે. ભણેલા બેકાર યુવાનો પોતાના ગામમાં કિયોસ્ક શરૂ કરીને કમાઈ શકે છે. કિયોસ્કના માલિક ખેડૂતો પાસેથી જમીન અને આવકના રેકોર્ડ પ્રિન્ટ કાઢવા માટે નજીવો ખર્ચ લગાવે છે. કિયોસ્કના માલિક એ બજાર કિંમતો સીડી/ડીવીડી ના માધ્યમ દ્વારા ખેતી ઉપર ઓફ લાઈન તાલીમ આપવી અને ગવર્નમેન્ટ સ્કીમની માહિતી પૂરી પાડવી વગેરે સર્વિસ મફતમાં પૂરી પાડે છે.

ટાટા કિસાન કેન્દ્રનો પ્રોજેકટ

ટાટા કેમીકલ્સ લિમીટેડની માહિતી સંચાર ટેકનોલોજીની પહેલ ઉપર ખેડૂતોને મૂલ્ય આધારિત સેવાઓ પૂરી પાડવા ઉત્પાદન અને આવકનું સ્તર સુધારવા તેમજ નવા ધંધાનો પ્રારંભ કરવો ખેડૂતોને ઈનપુટ સપ્લાયર ખેતીના સાધનોને ભાડેથી આપવા મોટે પાયે એકરૂપ કરવું તાલીમ અને કુશાળતાનો વિકાસ વીમો અને ક્રેડીટ સગવડ આપવામાં મદદ કરવા ‘ટાટા કિસાન કેન્દ્ર યોજનાને અમલી કરી હતી. ટાટા કિસાન કેન્દ્રએ ભારતીય ખેડૂતોને ‘ક્ષતિવિહિન ખેતી ના ખ્યાલની પણ સમજ આપી ખેડૂતોને ખેતીવાડી માટે માળખાકીય સહાય કાર્ય અંગેની સહાય કો–ઓર્ડીનેશન અને કંટ્રોલ તેમજ વ્યૂહાત્મક સહાય પૂરી પાડવામાં માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મે ભૌગોલિક માહિતી પદ્ધતિ પર સમૃદ્ધ કર્યા છે. ટાટા ગ્રૃપની સહાય હોવાથી આ યોજના સફળ હતી અને આ ગ્રૃપ ગ્રામીણ ખેડૂતોના મગજમાં પ્રભુત્વ ધરાવે છે કારણ કે કંપની આ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી કાર્યરત છે. યોજનાને મુદ્દા આધારિત અમલમાં મૂકાઈ છે જેથી યોજના ઉત્ક્રાંતિની રીતમાં વિકાસ પામી છે. યોજનાને કાર્યરત કરનાર કટોકટીયુકત સફળતાના પરિબળોમાં ઉપભોકતાઓને વિશ્વાસમાં લીધા પછી સાકાર કરાઈ છે યોજનાને માન્યતા પછી સ્ટેપ બાય સ્ટેપ ઉભી કરાઈ છે સંપર્ક અધિકારી ટાટા કિસાન કેન્દ્ર અને ખેડૂત સમાજ વચ્ચે વિશ્ચાસનો પુલ બાંધવામાં માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મે મદદ કરી છે જે ખેડૂત સમાજને મૂલ્ય આધારિત સેવાઓ પૂરી પાડે છે અને સમાજના દરેક સભ્યોને જોડી રાખે છે.

EID પેરીઝ પ્રોજેકટ

ખેતીમાં માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગ માટે ઊંચી તક છે કારણ કે ભારત એ રૂઢિગત ખેતી આધારિત આર્થિક વ્યવસ્થા છે. EID પેરીઝે ખેડૂતોને મદદ કરવા માટે ‘પેરીઝ કોર્નર નામની યોજના અમલમાં મૂકી છે જે તેમને મૂલ્યો આધારિત સેવા પૂરી પાડવી આર્થિક સ્તર સુધારવું અને તેમના ખેતરની ઉત્પાદકતા વધારવાનો છે. સ્વ–મદદગાર જૂથો માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મને ઈ–કોમર્સ માટે ઉપયોગમાં લે છે તે સામાજિક માળખું રચવા માટે મદદરૂપ બને છે. સામાજિક માળખું માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મમાં વિસ્તરણની સગવડતા પૂરી પાડે છે. કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઉચ્ચ સ્તરીય વિશ્વાસ વિવિઘ કારણો માટેના માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપી વિસ્તરણમાં મદદ કરે છે. પસંદ કરેલ ટેકનોલોજી નીચી કિંમતનો વિકલ્પ છે જેથી માથાદીઠ ખર્ચ વધુ થતો નથી. માહિતી સંચાર ટેકનોલોજી મૂલ્ય આધારિત કંપની છે અને વર્ષોથી નૈતિક કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા ચલાવાતું સામાજિક માળખું અને યોજના દ્વારા પ્રાપ્ત થયેલ આર્થિક લાભો માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મ ને ગ્રહણ કરવા માટેનું મુખ્ય કારણ છે. આ કેસમાં ક્ષેત્રીય સ્તરનાં લાભો ઊંચા છે. આ યોજનાની સફળતા માટેનું મુખ્ય કારણ એ છે કે તે ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં કાર્યરત છે.

વાયર્ડ–વારાના વીલેજ પ્રોજેકટ

વારાના વીલેજ બુથ સ્થાનિક ખાંડની સહકારી સંસ્થાઓ માટે શેરડીના વિકાસ અને લલણીનાં સમન્વય દ્વારા પૂરવઠા શૃંખલા વહીવટને સહાય કરે છે. વધારાની લેવડ દેવડને લગતી સેવાઓમાં ઈમેઈલ સેવા ડિજિટલ ફોટોગ્રાફી અને જયોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે. માહિતીને લગતી સેવા સુધી ઈન્ટરનેટ દ્વારા પહોંચી શકાય અને ખેતીકીય સૌથી ઉત્તમ અનુભવ બજાર ભાવ સ્થાનિક સમાચાર અને રાજકીય વિકાસ રોજગાર સમાચાર અને બાળકોના શિક્ષણ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. ખૂબ જ માંગણી હોવાથી વીલેજ બુથ થોડીક ઈગવર્નન્સ સેવા રજૂ કરે છે. ઈગવર્નન્સ સેવાઓને કારણે લાયસન્સ આપવું ફોર્મ જમા કરવા અને રેકોર્ડ મેળવવા સહિત મહારાષ્ટ્રની સંત યોજના દ્વારા તાલુકાના મુખ્ય કાર્યક્રમો ઉપલબ્ધ હોય છે. ઈચ્છિત સેવાઓમાં માહિતીને લગતી સેવાઓ જેવી કે ખેતી કરતા શરીર તેમજ પાકને થતા રોગોને કાબુમાં લાવવા અંગેની વધારાની માહિતી અને ઈગવર્નન્સ સેવાઓ જેવીકે આરોગ્ય માહિતી સરકારી કાર્યક્રમ સેવાઓ સંપર્ક અંગેની માહિતી રેકોર્ડ લાયસન્સ જન્મ અને મરણ અંગેના પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મની રજૂઆત ફરિયાદો વિશે સરકારી અધિકારીઓને ઈમેઈલ કરવાનો સમાવેશ થાય છે.

ઈ–ચોપાલ પ્રોજેકટ

ITC મોટો ખાનગી ખેત ચીજવસ્તુ ખરીદનાર મધ્યસ્થી છે. ઈચોપાલ સીધું જ ખેડુતો પાસેથી ખરીદીને ઉપભોકતા સુધી પહોંચાડવાની સાંકળનું કામ કરે છે. આ રીતે લેવડદેવડની સેવાઓ ઈચોપાલની પ્રાથમિક સેવાકીય બાબત છે. પોતાના ઉત્પાદનો વેચવા ઉપરાંત ઉપભોકતા સાથેની સેવાઓ અને સેવાઓની ખરીદી તેમજ લેવડદેવડને લગતી સેવાઓ પ્રકાશમાં હોવા છતાં માહિતીને લગતી સેવાઓ વધુ પ્રભુત્વ ધરાવે છે. ખેતી બજારભાવ સૌથી વધુ લોકપ્રિય માહિતી સેવા છે સાથે સાથે કૃષિ વિષયક પશુની માહિતી સમાચાર સરકારી અને નાણાંકીય માહિતી પણ પૂરી પડાય છે. ઈગવર્નન્સ સેવાનું  નિર્દેશન એ છે કે ITC ની સરકાર સાથે ભાગીદારી કરવામાં મુશ્કેલીરૂપ કારણોમાં પ્રતિક્રિયાની અચોક્કસ ગુણવત્તા છે. કર્ણાટકમાં ઈચોપાલ અત્યારે રાજય સરકાર સાથે જમીન રેકોર્ડ પૂરા પાડવા માટે ભાગીદારી કરેલ છે. આરોગ્ય અને શૈક્ષણિક માહિતી તેમજ બિન ખેતીકીય સમાચારોની સેવાઓ પણ સામેલ છે. લેવડદેવડને લગતી સેવાઓ જેવી કે ટેલિમેડીસીન. ઈગવર્નન્સ સેવાઓ જેવીકે જમીનની માહિતી સરકારી યોજનાઓ અંગેની માહિતી સુધી પહોચવાનો માર્ગનો સમાવેશ થાય છે.

ડેરી ઉદ્યોગમાં ITC એપ્લીકેશન પ્રોજેકટ

અમુલ દ્ધારા ૭૦૦૦૦ જેટલા ગામડાઓમાં કાર્યરત ડેરી ઉદ્યોગનું સૌથી વધુ કસોટી ભર્યુ કાર્ય દૂધ પ્રાપ્ત કરવાનું છે. દૂધ પ્રાપ્તિને સુધારવા માટેની પદ્ધતિ સ્વીકારાઈ અને અમલમાં મૂકાઈ છે. માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મ ઓટોમેટિક મીલ્ક કલેકશન સીસ્ટમ પુરી પાડે છે. ગામડાની સહકારી મંડળીઓમાં માહિતી સંચાર ટેકનોલોજી અભિગમ દ્ધારા ખેડૂતોને મજબૂત બનાવવા તરફ લક્ષ્ય રાખે છે. પ્લેટફોર્મનો બીજો છેડો ડેરી ઈર્ન્ફોમેશન કિયોસ્ક સીસ્ટમ પ્રોજેકટ છે. આ બંને ભેગા થઈને ડેરી ઉદ્યોગને બદલી શકયા છે. દૂધના પૈસાની ચૂકવણી ૧૪ દિવસનો સમય લેતી હતી તેને નવી પદ્ધતિએ તેને ઘટાડી દીધો છે. માહિતી સંચાર ટેકનોલોજી પ્લેટફોર્મને વિસ્તરણ કરવામાં સહાય કરવા મૂળ પરિબળોમાં યોજનાના આગેવાનોની જવાબદારી લાભ મેળવનારાઓને તાલીમ શિક્ષણ આપવું સેવાતંત્રની રચના કે જે ગ્રામીણ ક્ષેત્રમાં ભરોસાથી કામ કરી શકે અને જેનો ઉપયોગકર્તાઓને યથાર્થ અને સીધો લાભ મળે તેવી GIS પધ્ધતિનો અમલ પણ થવા જઈ રહયો છે.

જરૂરી અભિગમ

ICT ની ગ્રામીણ જોડાણ માટે માળખાગત સુવિધા નીચા દરની અને ખર્ચી શકાય તેવા માહિતીના આદાનપ્રદાનની ટેકનોલોજીના વિકલ્પનો ઉપયોગ કરીને દેશની મોટાભાગની ગામડામાં રહેતી વસ્તીને ઈન્ટરનેટ અને ટેલિફોનના લાભોના મુદ્દા  સાથે તક મેળવી શકાય. યોજના રોજગાર સાહસ કાર્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્ર સુધી લઈ જવાય અને ટેકનોલોજીના પ્રચાર માટે શરૂઆતથી નાગરિકોના વિશિષ્ટ અધિકાર આધારિત ધંધાના મૉડલનો ઉપયોગ એવી માન્યતાના આધારે કે ઈન્ટરનેટ સેવાની ડિલીવરી અને વહીવટ પૂરવઠાસાંકળના સ્તર સુધી સમર્પિત હોવો જોઈએ જેથી સેવાના ઉપભોકતાઓની નજીકમાં નજીક આવી શકે. અસફળતા માટેના જવાબદાર પરિબળો ટેકનોલોજીની કિંમતની અસરકારકતા મૂલ્ય આધારિત સેવાનું સ્તર સરકારી સેવાઓ દ્વારા વચનબદ્ધતા અને સાહસ કેન્દ્રિત શરૂઆત હોઈ શકે.

ડિજિટલ ડીવાઈડના ઘટાડા માટે ICT પ્લેટફોર્મ

માહિતી સંચાર ટેકનોલોજી પાસે ગ્રામીણ પ્રજા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરા પાડવાની સુષુપ્ત તાકાત છે. મેલુર યોજના એક એવી જ મહત્વાકાંક્ષી યોજના તામિલનાડુમાં અમલમાં મૂકાયેલ જે ગ્રામીણ લોકોના લાભોને સફળતાપૂર્વક પાર પાડવા અને તેમને સક્ષમ આવકનું સ્તર પેદા કરવામાં મદદ કરે છે. યોજનાનો વિચાર સમૂહ દ્વારા ખૂબ સરળતાથી સ્વીકારાયેલ છે. આ યોજના જ્ઞાનના સર્જનનું પાલન અને આદાનપ્રદાન પણ કરે છે. સ્થાનિક સાહસોના વિકાસમાં મદદ કરે છે અને સ્થાનિક ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. યોજનાની સારી રીતથી કલ્પના કરાયેલ છે તેઓએ નીચી કિંમતના વિકલ્પો પસંદ કરેલ હોવાથી પ્લેટફોર્મની કિંમત નીચી છે. વિશાળ સ્તરના પ્લેટફોર્મ માત્ર જાહેરખાનગી ભાગીદારી દ્વારા જ અમલ કરી શકાય છે. કાર્યક્રમની સફળતા દરેક ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈનીંગ અને સાહસિક કેન્દ્રબિંદુ પર છે. જે નૈતિક અમલીકરણ સુધી પહોચાડે છે કુશળ વિકાસ માટે લોકોને પદ્ધતિસરની તાલીમ જેવા કારણો પણ જવાબદાર છે.

ઈ–સાક્ષરતા

કેરાલાના ઈસાક્ષરતા અભિયાનના ભાગરૂપે કેરાલામાં દરેક જગ્યાએ અક્ષય ઈસેન્ટરને ઉભા કરવામાં આવ્યા છે. આ સેન્ટર દ્ધારા દરેક ઘરના કોઈપણ એક સભ્યને ઈસાક્ષરતા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખી તેને છેલ્લે માહિતી સંચાર ટેકનોલોજીના વહેંચાયેલ નોડ તરીકે કાર્ય કરાવવાનો છે. ઈસેન્ટરમાં ઈન્ટરનેટનું જોડાણ ગુણવત્તાવાળું જોવા મળેલ છે અને તેનું મધ્યસ્થ સંચાલન સેન્ટર સાથે નેટવર્કીગ કરેલ છે. પ્રોજેકટમાં ગામના દરેક કુટુંબોમાંથી ઓછામાં ઓછી એક વ્યકિત કમ્પ્યુટરનો ઉપયોગ જુદા જુદા કાર્ય જેવાકે પિકચર એડીટીંગ ટેકસ કમ્પોઝીંગ ઈન્ટરનેટ સર્ફીંગ મેઈલ વગેરે કરી શકે છે. આ અભિગમ દેશના દરેક જિલ્લામાં ઈસેન્ટર ઉભા કરી ઈસાક્ષરતાનો લક્ષ્યાંક મુકવો જોઈએ.

ઉપસંહાર

માહિતી સંચાર ટેકનોલોજી એક વિકાસનો મુદ્‌ો છે પણ તેનો અર્થ એ નથી કે ગ્રામ વિકાસ માટે માત્રને માત્ર સરકારી અને બિનસરકારી સંસ્થાઓ એ જ ભાગ ભજવવાનો હોય છે પરંતુ ગામોના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગનો વ્યાપ વધારવા માટે પહેલ કરવી પડશે કે જેથી કરીને આજ સુધી જયાં વિકાસની તકો ઉભી નથી થઈ તેવા વિસ્તારને પણ આગળ લાવવામાં મદદરૂપ થઈ શકાય. વધુમાં ગ્રામ વિકાસ વધુ લાંબો સમય સુધી ટકી શકે અને તેને વધુ મજબૂતીથી આગળ વધારી શકાય.

સ્ત્રોત: સતીશ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate