অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી

ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી

  1. પ્રસ્તાવના
  2. પ્રકરણ : 1 ગ્રામવિકાસ
    1. પ્રસ્તાવના
    2. મહત્વ
    3. ખ્યાલ
    4. હેતુઓ
    5. અવરોધક પરિબળો
  3. વ્યવસ્થા૫નની ભૂમિકા
    1. સરકારથી ગ્રામીણ લાભાર્થીઓ વચ્ચે લાભો અને સેવાઓનો પ્રવાહ
    2. માહિતી અને તેના સ્ત્રોત તેમજ તેના લક્ષ્યાંકીત ઉ૫યોગકર્તાઓ
  4. પ્રકરણ : 2 ગ્રામીણ ૫રિપ્રેક્ષમાં ટેકનોલોજી
    1. માહિતી સંચાર ટેકનોલોજીના ઉ૫યોગનું મોડલ
  5. પ્રકરણ : 3 માહિતી સંચાર ટેકનોલોજી
    1. પ્રસ્તાવના
    2. આવશ્યકતા
    3. સર્વવ્યાસપી
    4. નેટવર્કની રચના
    5. મઘ્યસ્થીઓ
    6. માહિતી અને જ્ઞાનનો પ્રસાર
    7. કિંમતમાં ઘટાડો
    8. સ્થાકપિત કામગીરીમાં અસરકારક રીતે ઉપયોગી
    9. કાર્યક્ષમતામાં વધારો
    10. વિશ્વિ વ્યાપક
    11. સૈદ્ધાંતિક ખ્યાલ
    12. વૈશ્ચિક અહેવાલ
    13. વિશ્વ્ વિકાસ અહેવાલ મુજબ
    14. સંશોધન અહેવાલ
  6. પ્રકરણ : ૪ માહિતી સંચારટેકનોલોજી અમલીકરણ પ્રકિ્યા

પ્રસ્તાવના

ગ્રામીણ પરિપ્રેક્ષઅને માહિતી સંચાર ટેકનોલોજીને ઘ્યાનમાં રાખીને ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ પુસ્તક ‘’ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી’’ કમ્પ્યૂટર અને વ્યવસ્થા૫નની વિવિઘ વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને ગ્રામીણ ટેકનોલોજીના અભ્યાસુઓને ખૂબજ ઉ૫યોગી થશે.માહિતી સંચાર ટેકનોલોજીની પ્રાથમિક માહિતીથી લઇ તેને ગ્રામીણ પરિપ્રેક્ષ સમાવતી મોટાભાગની માહિતીનો સંચય કરવામાં આવ્યો છે. કમ્પ્યૂટર, વ્યવસ્થા૫ન, ગ્રામવિકાસ અને સંબંઘિત સંશોઘન ક્ષેત્રમાં અભ્યાસ કરતા,કાર્ય કરતા અને સાથે સંકળાયેલા તમામની જરૂરિયાતો સંતોષાશે તેવી અપેક્ષા છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી અનામિક શાહ અને કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણી તરફથી મળેલ સહકાર અને પ્રેરણા માટે તેમના અંત:કરણથી આભારી છીએ.
"ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી" પુસ્તંકને આ સ્વષરૂપમાં તૈયાર કરવા માટે આપેલ સલાહ સૂચન માટે ડો. અજય ૫રીખ તથા ઘિરેન ૫ટેલ નાઅંતકરણથી આભારી છીએ. મારા વિભાગના સાથી સેવકગણ ડો. લોકેશ જૈન,અમીષા શાહ, મયુરી ફાર્મર,ભાવિન ૫ટેલ, મનહર મકવાણા, આશિષ વર્માના સહયોગ બદલ અંતકરણથી તેમના આભારી છીએ. ’ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી’’પુસ્ત કમાં કૂલ 8 પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે.

પ્રકરણ-1માં ગ્રામ વિકાસ અંગેનો સામાન્યપરિચય કે જેમાં ખ્યારલ, પ્રકાર, ઉપયોગિતા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યોં છે. પ્રકરણ-2માં ગ્રામીણ ૫રિપ્રેક્ષમાં ટેકનોલોજીની રચના, લાક્ષણિકતાઓ અને સામાજીક અનુબંઘનો ખ્યારલ આપવામાં આવ્યોા છે. પ્રકરણ-3માં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત સામાન્ય સમજ, ઘટકો, સંદર્ભ, વ્યાખ્યાઓ, અહેવાલનું વિષ્લેષણ તથા વિવિધ સ્ત્રોતો તથા સ્વછરૂપોની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-4માં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત અમલીકરણ પ્રકિ્યા કે જેમાં ગ્રામીણ સંદર્ભમાં ટેકનોલોજી અને સરકાર ઘ્વારા તેનો અમલ તેમજ ડિજિટલ ડિવાઇડ, ઇ-રેડીનેશ ઉ૫રાંત ઇ-ગર્વનન્સ કાર્યક્રમનો ખ્યાાલ આપવામાં આવ્યોે છે. પ્રકરણ-5માં ભારતમાં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત અમલીકરણમાં મુકવામાં આવેલ વિવિઘ ૫રિયોજનાઓની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-6માં ભારતમાં અમલમાં મુકાયેલ ડિજિટલ ભારત કાર્યક્રમ મોડલ અને અમલીકરણ પ્રકિ્યાની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-7માં ગુજરાતમાં અમલમાં મુકાયેલ ડિજિટલ કાર્યક્રમ અંતર્ગત થયેલ ટેકનોલોજી વિકાસ અને વિવિઘ કાર્યક્રમોનીચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-8માં ગ્રામવિકાસનું પ્રસ્તાવિત માહિતી સંચાર ટેકનોલોજીમોડલઅને તેનું માળખું, લક્ષણ, સ્તર, રચના,પ્રકાર અને ઉપયોગિતા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાેતક અને અનુસ્નાવતક કક્ષાએ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓને માતૃભાષામાં તાલીમઆપવાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિકઅનુભવને કારણે આ પુસ્તંકને સરળ અને જરૂરિયાત પ્રમાણે ઢાળવામાં નોધપાત્ર મદદ મળી છે.
ડો. સતીષ ૫ટેલ ડો. રાજીવ ૫ટેલ

પ્રકરણ : 1 ગ્રામવિકાસ

પ્રસ્તાવના

ભારત ગામડાઓનો દેશ છે અને ત્‍યાં 2/3 જેટલી વસ્‍તી રહે છે જે રાષ્‍ટ્રીય વિકાસની કરોડરજજુ છે, એટલે ગામોના વિકાસ વગર દેશનો વિકાસ શકય જ નથી. ભારત માટે ફકત રાજનૈતિક આઝાદી પૂરતી નથી પણ એવી આર્થિક સક્ષમતા જરૂરી છે, જેમાં સામાજિક ન્‍યાય અને સમાનતાને પોષણ મળી શકે.

વિકાસની સંકલ્પTના વિશે સ્વાાવલંબી અભિગમ ધરાવનાર રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીએ એવા અભિપ્રાયો વ્યવકત કર્યા છે કે‘’જયાં સુધી ગરીબમાં ગરીબ માણસને વિકાસના કેન્દ્ર માં ન રાખવામાં આવે ત્યાં સુઘી લોકોની મુશ્કેનલીઓ ઓછી ન થાય, તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો ન થાય અને તે લોકો કોઇપણ ભેદભાવ વગર વિકાસ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ન ભજવે ત્યાં સુધી સાચા અર્થમાં વિકાસ શકય નથી.’’ બીજા શબ્દોંમાં કહીએ તો ગામડા ત્યાકરે જ વિકસિત થશે કે જયારે તે સ્થા’નિક લોકોની પાયાની જરૂરિયાત સંતોષવામાં આત્મયનિર્ભર બને. પહેલાનાં સંદર્ભમાં એ જરૂરિયાત રોટી, કપડા અને મકાન સુધી મર્યાદિત હતી પણ આજના વૈશ્ચિકયુગમાં પારસ્પમરિક નિર્ભરતા વધી છે સાથે સાથે સંકલનની મુશ્કેગલીઓમાં પણ વધારો થયો છે.
આથી હવે મહત્વPપૂર્ણ એ છે કે લોકોના જીવન ઉત્થા ન માટે કેવી રીતે વહીવટી, આર્થિક અને સામાજિક શોષણ અટકાવીને વિકાસ પ્રક્રિયાને પારદર્શક, શુદ્ધ અને ઝડપી બનાવવી વગેરે બાબતોનો વિચાર કરી આત્મરવિશ્વાિસ તેમજ આત્માનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્તન કરવાનું છે. આ અભિગમ વર્તમાન સ્થિાતિ અને સંજોગો પ્રમાણે વિસ્તૃુત થયો છે.

મહત્વ

આપણા રાષ્ટ્રિપિતા મહાત્મા ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે ભારત દેશ ગામડામાં વસે છે. ભારતની આશરે 65 ટકા વસ્તી નો હિસ્સો ગામડાઓમાં છે. આપણાં ગામડાઓ ભારતનું સાચું અને સ્પસષ્ટ ચિત્ર રજુ કરે છે. તેથી ગ્રામવિકાસ આપણાં આર્થિક આયોજનમાં મહત્વીનું સ્થાચન ધરાવેછે . ગ્રામ્ય પ્રજાનો વિકાસ કર્યા સિવાય દેશના આર્થિક વિકાસને વેગ આપવો અશકય છે. એટલા માટે જ આયોજનના વિવિધ તબક્કા દરમ્યાેન ગ્રામ્યી ગરીબોના જીવનસ્તયરમાં સુધારા માટેના પ્રયત્નો ને વધુ મહત્વા આપવામાં આવે છે. આ રીતે ગ્રામવિકાસએ તેની પ્રકૃતિ અને સમાવિષ્ટ‍ બાબતોને અનુલક્ષીને બહુ-પારિમાણિક શાખા છે. આથી ગ્રામવિકાસને ગ્રામ્યત વિસ્તાીરમાં વસતાં લોકોના સમૂહની આર્થિક, સામાજિક અને સાંસ્કૃાતિક બાબતોમાં સુધારો કરવા માટેના વ્યૂઆહ તરીકે જોવામાં આવે છે.
આઝાદી બાદ ભારતે અનેક વિધક્ષેત્રે પ્રગતિ કરી છે અને વિકાસની દિશામાં સારી એવી પ્રગતિ મેળવી છે. તેમ છતાં રાષ્ટ્રી ય જીવનનાં અન્યમ પાસાનાં એકંદર વિકાસની સાથે ગ્રામ્યઉ વિસ્તા્રોનો વિકાસ તાલ મેળવી શકયો નથી. ગ્રામવિકાસ વર્ષોથી રાજકીય નીતિઘડતર અને નિર્ણયીકરણમાં અંદર-બહાર થતું રહ્યું છે, અને છેવટે તેને આયોજનમાં સંકલિત ખ્યાઅલ સ્વારૂપે દાખલ કરવામાં આવ્યુડ છે .દેશના વિકાસમાંની વર્તમાન અસમતુલા દૂર કરવા છેલ્લા્ કેટલાક વર્ષોમાં રાષ્ટ્રી ય નવનિર્માણમાં ગ્રામવિકાસને કેન્દ્રામાં મોખરે મૂકવા જરૂરી પગલાં ભરવામાં આવ્યા્ છે. કેન્દ્રષના ગ્રામવિકાસ મંત્રાલયે અનેક પગલાં ભર્યા છે. સરકારી ફંડનો મોટો હિસ્સોર ગ્રામ વિકાસક્ષેત્રે ફાળવવાની અગ્રતાના કારણે ફાળવણીમાં વૃઘ્ઘિ થઈ છે. જો કે ગ્રામવિકાસએ એક પવિત્ર ખ્યાેલ છે, પરંતુ દરેક વ્યલક્તિ્ ઘ્વારા તેનું અર્થઘટન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. તાજેતરના સમયમાં ગ્રામીણ આત્મ -નિર્ભરતાના ખ્યામલે સામાજિક કાર્યકરો અને નીતિના ઘડવૈયાઓનું ઘ્યા-ન ખેંચ્યુા છે. ગ્રામીણક્ષેત્રની મોટાભાગની વસ્તીકગરીબી રેખાની નીચે જીવે છે. આમાં જમીનવિહોણા મજૂર, નાના અને સીમાંત ખેડૂતો, કારીગરો અને સમાજના અન્યમ નબળાં વર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો આર્થિક સંકળામણ, શોષણ, ભેદભાવ અને માનસિક ત્રાસ વગેરેથી ખૂબજ પ્રભાવિત હોય છે. તેઓની અતિશય ગરીબાઈ અને અમાનવીય રહેંણાક પરિસ્થિરતિના કારણે જ નવી નીતિ નિર્ધારણમાં ગ્રામ્ય્ પ્રજાલક્ષી સુધારાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. રાષ્ટ્રી ય અને આંતરરાષ્ટ્રી ય કક્ષાએ આ લોકોની જીવનશૈલીમાં સુધારો કરવો એ મહત્વાની ચર્ચાનો વિષય છે.

ખ્યાલ

‘‘ગ્રામવિકાસ એટલે સ્થાઘનિક સાધનો-ભૌતિક, જૈવિક અને માનવીયના મહત્તમ વિકાસ અને ઉપયોગ ઘ્વારા તથા વિવિધ સેવાઓથી જરૂરી સંસ્થાોકીય, માળખાકીય અને મનોવૃત્તિગત સુધારાઓ પૂરા પાડીને ગ્રામીણ લોકોનો તથા ગ્રામીણ વિસ્તાતરનો સંકલિત વિકાસ કરવો, જેમાં ફકત આર્થિક ક્ષેત્ર-કૃષિ અને ગ્રામોદ્યોગનો જ સમાવેશ થતો નથી, પરંતુ સ્વામસ્થક અને પોષણ, મકાન, પીવાનું પાણી, સેનીટેશન અને શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી સામાજિક અને માળખગત સવલતો અને સેવાઓની પૂર્તતા કરવી, જેનો મૂળભૂત હેતુ ગ્રામીણ ગરીબો અને ગ્રામીણ નબળા વર્ગના જીવન-ધોરણમાં સુધારો કરવાનો છે''. આમ, ગ્રામ વિકાસ એટલે ગ્રામ સવલતોમાં સુધારો માત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ગ્રામ પ્રજાની લઘુત્તમ જરૂરિયાતો પૂરી પાડવી, ઉત્પાુદકતા અને રોજગારીની તકોમાં વધારો કરવો તથા ગ્રામીણ સંસાધનોના સંકલિત ઉપયોગ ઘ્વારા ગ્રામીણક્ષમતામાં વધારો કરવો.
વિશ્વણ બેંકના મતે, ‘‘ગ્રામવિકાસ એટલે ગ્રામવિસ્તાોરમાં વસતાં નીચી આવક ધરાવતા સમૂહના જીવન ધોરણમાં સુધારો કરવો અને આરી તે ગ્રામવિકાસની પ્રક્રિયાને આત્મજનિર્ભર (Self-sustaining) બનાવવી''. આ ખ્યામલમાં ગ્રામીણ વિસ્તાીરમાં વસતા અતિ ગરીબ લોકોને લાભ પહોંચાડવાની વાત કરવામાં આવી છે. વિશ્વu બેંક અને અન્યચઆંતરરાષ્ટ્રી ય સંસ્થાસઓ ઘ્વારા ગ્રામ વિસ્તાંરમાં ઉત્પાાદન અને ઉત્પાાદકતામાં વધારો, રોજગારીની તકોમાં ઉમેરો અને ગ્રામ ક્ષેત્રે ઉપલબ્ધડ જમીન, શ્રમ અને મૂડીના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યોધ છે. ગ્રામવિકાસને ગ્રામીણ લોકોની જીવન શૈલીના સુધારાના તબક્કા તરીકે નહી, પરંતુ આ સુધારાઓની જરૂરી ચોક્કસ શરતો સ્વારૂપે ગણવામાં આવે છે. ગ્રામવિકાસમાં એ તમામ સુધારાઓનો સમાવેશ થાય છે, જેના ઘ્વારા લોકોનું જીવન અપેક્ષા રહિત સ્થિથતિમાંથી ભૌતિક અને સામાજિક રીતે વધુ સારી સ્થિ તિ તરફ પ્રયાણ કરે છે.

હેતુઓ

ગ્રામ વિકાસના મુખ્‍ય હેતુઓ નીચે પ્રમાણે છે.

  • ચોક્કસ પેદાશો અને સેવાઓની સામાજિક અને આર્થિક માળખા સ્‍વરૂપે પૂર્તતા કરવી.
  • તમામ ગ્રામ કુટુંબોની આવકમાં વધારો કરવો અને એ રીતે ઘ્‍યાન રાખવું કે આવતા વર્ષોમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકો તે પરિસ્‍થિતિમાંથી બહાર આવે અને આ માટે સતત પ્રયત્‍નશીલ રહેવું.
  • ગ્રામ ગરીબોની સ્‍થિતિમાં સુધારો કરવો.
  • ગ્રામ વિસ્‍તારમાં વધારાની રોજગારીની તકો ઊભી કરવી.

આ હેતુઓ પૂરા કરવા માટે યોગ્‍ય ગ્રામવિકાસલક્ષી વ્‍યૂહ-રચનાની જરૂર છે. આ વ્‍યૂહ-રચના એ ગ્રામજીવનમાં સુધારા માટેની મૂળભૂત જરૂરિયાત છે, જેના ઘ્વારા રોજગારીની તકોમાં ઉમેરો કરીને ગ્રામીણ ક્ષમતામાં વધારો કરી શકાય છે, જે તેમની આર્થિક સ્‍થિતિમાં સુધારો કરે છે.ગ્રામ વિકાસની સમગ્ર પ્રક્રિયા માટે તે જે વાતાવરણમાં કાર્યરત છે, તેની તમામ કામગીરીનું સંકલન જરૂરી છે, જે ચોક્કસ હેતુસર ભવિષ્‍ય માટે અમુક પરિસ્‍થિતિનું નિર્માણ કરે છે. આ પરિસ્‍થિતિ ગ્રામ વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

ગ્રામવિકાસ માટેની નિશ્ચિત જરૂરિયાતો છે, જે આ પ્રમાણે છે.

  • રાષ્‍ટ્રીય કૃત બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જેવી ધિરાણ પૂરું પાડતી સંસ્‍થાઓ વચ્‍ચે યોગ્‍ય સમન્‍વય.
  • વિવિધ પરિયોજનાને બેંકેબલ બનાવવા માટે હયાત અસ્‍કયામતોમાં સુધારો/વધારો કરવા નવી અસ્‍કયામતો ખરીદવા માટે આર્થિક સહાયની જોગવાઈ.
  • ગ્રામ ક્ષેત્રે યોગ્‍ય કાચો માલ અને અન્‍ય નિપજકોનો પૂરતો પૂરવઠો પ્રાપ્‍ત થાય તેવી વ્‍યવસ્‍થા કરવી.
  • ગ્રામપેદાશોનું યોગ્‍ય કિંમતે વેચાણ થાય તે માટે બજારનું આયોજન કરવું.
  • ગ્રામ લોકોની આવડત અને જ્ઞાનમાં સુધારો કરવો.
આમ, ગ્રામ વિકાસ ફકત એટલા માટે જ જરૂરી નથી કે આપણી મોટાભાગની વસ્‍તી ગામડામાં વસે છે, પરંતુ દેશના આર્થિક ક્ષેત્રને વેગ ફકત ગ્રામ વિકાસ ઘ્વારા જ આપી શકાય છે. ગ્રામ વિકાસ એ ગ્રામ અર્થતંત્રના સમગ્રલક્ષી વિકાસ સાથે સંકળાયેલ એક પવિત્ર ખ્‍યાલ છે. તે માળખાકીય સવલતો – જેવી કે, રસ્‍તા, વાહન વ્‍યહવાર, વીજળી, વીમાક્ષેત્ર, બેંક, ગ્રામીણ ઉદ્યોગો, સસ્‍તા ઘર જેવી પાયાની જરૂરિયાતો સંતોષવી ઉપરાંત ગ્રામ ગરીબી, બેરોજગારી, પોષણ અને સ્‍વાસ્‍થ્‍યલક્ષી સગવડો, સ્‍થાનિક કલા અને કારીગરો વગેરેના વિકાસ સાથે સંકળાયેલ છે. જયારે ગ્રામવિકાસનું ક્ષેત્ર તેની પ્રકૃતિની દ્રષ્‍ટિએ બહુ પારિમાણિક છે અને આ ક્ષેત્રમાં વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ કાર્યરત છે ત્‍યારે આ ક્ષેત્રમાં મહતમ સફળતા પ્રાપ્‍ત થાય એ માટે જરૂરી બને છે કે આ તમામ સંસ્‍થાઓ સંકલન અને સમન્‍વયથી કામગીરી કરે, તો અને તો જ ગ્રામીણ વિકાસનો હેતુ વધુ સારી રીતે સરકરી શકાશે. આપણો દેશ હાલ વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભૂતકાળમાં પ્રગતિના પંથે અને કપડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. હવે ગ્રામવિસ્‍તારોના એકધારા વિકાસ માટે ગ્રામવિસ્‍તારોના લોકોને સત્તા આપવાની સાથોસાથ વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવવા જરૂરી છે. આમ થાય તો શહેરી અને ગ્રામવિસ્‍તારો વચ્‍ચેની ખાઈ અને અસમતુલા દૂર થાય અને દેશ સમૃઘ્‍ધ બને.

ગ્રામ વિકાસ માટે સ્‍થાનિક, પ્રાદેશિક કે રાષ્‍ટ્રીય કક્ષા એ જે સાધનો ગતિશીલ બનાવવામાં આવ્‍યા હોય તે સાધનોનો અસરકાર ઉપયોગ થાય તેટલું જ નહી પરંતુ નવા નાણાકીય અને માનવીય સાધનો ભવિષ્‍યમાં સતત ઊભા થયા જ કરે તેવી ગોઠવણ હોવી જરૂરી છે. દુર્ભાગ્‍યે ભારત દેશની આઝાદીના આટ-આટલાં વર્ષો બાદ પણ દેશનો, દેશની પ્રજાનો સર્વાંગી વિકાસ સાધી શકાયો નથી. ગામડાઓમાં સામાજિક-આર્થિક માળખાનો, ગ્રામીણ સંસ્‍થાઓ તથા સંબંધોનું અને પ્રક્રિયાઓનું મૂળભૂત રૂપાંતરપૂર્ણપણે સાકાર થયું નથી. આ સદર્ભમાં ગ્રામવિકાસની સાચી વ્‍યૂહરચના એવી હોવી જોઈએ કે જેથી વિકાસનાં લાભ ગ્રામ પ્રજાને મળતા થાય. આ માટે સર્વવ્‍યાપી વ્યવસ્થાપનનાં સામાન્‍ય સિઘ્‍ધાંતો પ્રમાણે કઈ રીતે કાર્યો હાથ ધરી શકાય કે જેથી ઈચ્‍છીત વિકાસનાં લક્ષ્યાંકો નિર્ધારીત સમય અને ઉપલબ્‍ધ સુવિધાઓનાં સંદર્ભમાં પૂરા થઈ શકે.

વ્યવસ્થાપનના વિવિધ કાર્યો જેવા કે આયોજન ,વ્‍યવસ્‍થાતંત્રીય ગોઠવણો, સંકલન, અંકુશ વગેરેનો ઉપયોગ કરી વિકાસનાં કાર્યક્રમોને માત્ર ગ્રામીણ પ્રજા સુધી પહોંચાડવા એટલુ જ નહી, પરંતુ ગ્રામીણ પ્રજામાં સામેલ થઈને, તેમની ભાગીદારી મેળવીને સ્‍વયં વ્યવસ્થાપનની પરિસ્‍થિતિ કઈ રીતે ઊભી કરી શકાય.

અવરોધક પરિબળો

ગ્રામ વિકાસની પ્રકિ્યાને અસર કરતા ૫રિબળો અને તેના માટે જરૂરી વ્યવસ્થા૫નના ક્ષેત્રો આ મુજબ છે.

  1. પ્રતિકૂળ અવરોધક માનવ વલણો: સામાન્‍ય રીતે એવું કહેવાય છે કે વિકાસમાન દેશોમાં પ્રજા રૂપિયા અને મોભાને વધુ મહત્‍વ આપે છે. તે સામાજિક રીતરિવાજ, માન્‍યતાઓ, પ્રણાલિકાઓ, વહેમો, અંધશ્રઘ્‍ધા વગેરેની ગુલામ હોય છે. ભારતમાં આ બધુ જ જોવા મળે છે. આયોજનના 50 વર્ષ બાદ પણ શિક્ષણને યોગ્‍ય પ્રમાણમાં વિસ્‍તારી શકાયુ નથી. અસ્‍પૃશયતા, સયુંકત કુટુંબ પ્રથા, જ્ઞાતિ પ્રથા, જમીનદારીપ્રથા વગેરેનુ અસ્‍તિત્‍વ ચાલુ છે. કાયદા ઘ્વારા આ પ્રથાઓ જેવી કે અસ્‍પૃશ્‍યતા અને જમીનદારી પ્રથા નાબૂદ કરી હોવા છતા વ્‍યવહારમાં તે નાબૂદ કરી શકાઈ નથી અને તેથી પ્રજાનુ શોષણ ચાલુ છે. આવા અવરોધક મનોવલણો શ્રમને ગતિશીલ થતુ અટકાવે છે. એટલુ જ નહી પણ પ્રજાએ પણ આવકારદાયક નવીન પરિવર્તન પ્રત્‍યે જડતા દાખવીને તેમને વિકાસ પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે તેવા ટેકનોલોજી પરીબળોનો લાભ પૂરતા પ્રમાણમાં ઉઠાવ્‍યો નથી.
  2. વસ્‍તી વધારો ,ગરીબી અને બેકારી: દેશની વસ્‍તી આજે વાર્ષિક 1.9%  ના દરે વધી રહી છે. વધતી જતી વસ્‍તીને આર્થિક અસરો અર્થતંત્ર પર પડે છે. વસ્‍તી વઘારાની સાથે તેટલા પ્રમાણમાં રોજગારીની તકો વધતી નથી તેથી બેકારી વધે છે. બેકાર વ્‍યકિતઓ ઉત્‍પાદન કાર્યમાં મદદરૂપ થતા નથી, કેટલીક વખતે અવરોધરૂપ બને છે. તેઓ ઉત્‍પાદન કરતા નથી પણ વપરાશ કરે છે. તેમના માટે રાજયએ કેટલીક સગવડો આરોગ્‍ય, શિક્ષણ વગેરે વધુ પ્રમાણમાં ઊભી કરવી પડે છે. એટલે સાધનોનો વધુ વ્‍યય થાય છે. વધતી જતી વસ્‍તીને લીધે સરેરાશ માથાદીઠ ખેડાણ જમીન અને માથાદી ઠસરાસરી આવકમાં ઘટાડો થાય છે. આમ વધતી જતી વસ્‍તી આર્થિક અને સામાજિક વિકાસમંદ પાડે છે. ઉપરાંત આર્થિક લાભોને ખાઈ જાય છે.
  3. પાયાગત સુવિધાઓનો અભાવ: આઝાદ ભારતના આજે પણ એવા અસંખ્‍ય ગામડાઓ છે જયાં બસ કે રેલ્‍વેની સુવિધા હોતી નથી. વીજળીના દર્શન ગામ લોકો માટે દુર્લભ છે. પાણી તેના કુદરતી સ્‍વરૂપમાં ઉપલબ્‍ધજ નથી. ટેલીફોન સેવા પણ આંશિક ઉપલબ્‍ધ છે.
  4. યોગ્‍ય બજાર અનેઆર્થિક પ્રવૃત્તીઓનો અભાવ: ભારત દેશમાં મુખ્‍યત્‍વે ગ્રામીણ વિસ્‍તારોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી અને તેને આનુસંગિક વ્‍યવસાય રહ્યો છે. આ ગ્રામીણ ઉત્‍પાદકોને ઉંચા ભાવોની તપાસ કરવાની કે થોડો સમય રાહ જોવાની અને સારા ભાવો મેળવવાની તકો રહેતી નથી. તેઓ દેવામાં ડૂબેલા હોય છે કે નાણાની ગરજવાળા હોય છે. વળી તેમના ઘરે ખેત પેદાશોનો સંગ્રહ કરવાની કોઈ વ્‍યવસ્‍થા હોતી નથી. તેથી ફસલના સમયે જ તેનુ વેચાણ કરી દેવાની ફરજ પડે છે અને પાછળથી વધતા ભાવોનો લાભ વેપારી વર્ગને મળે છે.
  5. શૈક્ષણિક તેમજ તાલીમ વિષયક જરૂરિયાતો: ભારત દેશ માત્ર ભૌગોલિક દ્ષ્‍ટી એ જ વિશાળ કે વિષમ નથી. વસ્‍તીની દ્ષ્‍ટીએ પણ અતિ વસ્‍તી ધરાવતો વિકસી રહેલો દેશ છે. વિકસીત દેશોની સરખામણીમાં વિકસી રહેલા દેશોના માનવસંશાધનના શિક્ષણ અને તાલીમ પાછળ યોગ્‍ય પ્રમાણમાં કાળજી રાખવામાં આવે તો આજ શિક્ષિત અને તાલીમ પામેલ માનવ ધન દેશનો ઉચ્‍ચ વિકાસ સાધવામાં અગ્રેસર બનશે.

વ્યવસ્થા૫નની ભૂમિકા

વ્યવસ્થા૫નના મુખ્‍ય પાંચ કાર્યો છે. આયોજન, વ્‍યવસ્‍થાતંત્રીય ગોઠવણી, માહિતી સંચાર, અંકુશ અને માનવ-વલણો. આ દરેક કાર્ય પ્રમાણે તેના યોગ્‍ય ઉપયોગ થકી જયારે વિકાસલક્ષી કાર્ય હાથ ધરવામાં આવે તો જ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોને ક્રમબઘ્‍ધ સફળતા મળી શકે.

  1. આયોજન: દુનિયાના ઘણા ખરા દેશો પાસે કદાચ ભારત દેશને ઉપલબ્‍ધ એવી કુદરતી અને માનવીય સંપત્તિ નથી ૫ણ તેઓ એ તેમની પાસે રહેલા સંશોધનાના યોગ્‍ય ઉપયોગ ઘ્વારા વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. ભારતમાંપણ રાજકીય ગુલામી, મૂડીનો અભાવ, ટેકનિકલ જાણકારીનો અભાવ, વગેરે પરિબળોના કારણે ઉપલબ્‍ધ વિપુલ માનવ શકિત, ખનીજો, ધાતુઓ વિશાળ સાગરકાંઠાઓ વગેરેનો પૂરતો ઉપયોગ થઈ શકયો નથી.

આ પરિસ્‍થિતિ નિવારવા માટે ઉચ્‍ચ વહિવટીય સ્‍તરે જે  તે વિવિધક્ષેત્રોના નિષ્‍ણાતોને અમલકર્તાઓની સાથે શ્રેણીબઘ્‍ધ બેઠકો યોજવામાં આવે, સંભવિત વિકાસના નવા કે અધૂરા ખેડાયેલા ક્ષેત્રોની જાણકારી મેળવવમાં આવે, તેને કઈ રીતે વિકાસમાન બનાવી શકાય ,સાથોસાથ તેની ખરાબ આડઅસરોની પણ વિચારણા કરી તેને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે પણ વિચારી શકાય. પહેલી નજરે જોતા એમ લાગે કે આવા પ્રકારની માનસિક કવાયતો સરકારી દરેક વિભાગમાં વધતા ઓછા પ્રમાણમાં ચાલતી જ રહે છે. આ ઉપરાંત કાર્યનાં લક્ષ્યાંકો સમયના લક્ષ્યાંકો તે માટે જરૂરી માનવીય અને ભૌતિક સંશાધનાની વિચારણા તથા કાર્યની ગુણવતાના ધોરણે કાર્ય હાથ ધરવાના મૂળભૂત ઉદ્‌શો વગેરેની સ્‍પષ્‍ટતા જો આ પ્રથમ તબબકે જ કરી લેવામાં આવે તો પાછળથી ઊભા થતા પ્રશ્‍નના કારણે જે ઘણી યોજના કે વિકાસના કાર્યો ખોરંભાઈ જતા નજરે ચડે છે અને જેતે ક્ષેત્રનો વિકાસ અધૂરો રહે છે તે અટકી શકે. શકય હોય તો ક્રમિક વિકાસની રીત કાર્ય માટે અપનાવવી હિતાવહ છે.

  1. વ્‍યવસ્‍થાતંત્રની ગોઠવણી: ભારતના વિકાસલક્ષી કાર્યો સાથે સંકળાયેલ ઘણા બધા ખાતા છે, હજારો કર્મચારીઓ છે, હજારો સ્‍વૈસ્‍છિક સંસ્‍થાઓ છે. તેમ છતા વિકાસલક્ષી કાર્યક્રમોમાં સંવાદીતા કે સુમેળ નજરે નથી આવતો. જો કાર્યની શરૂઆતમાં જ કાર્ય વિભાજનની પ્રણાલી મુજબ કાર્ય વહેંચીને કરી દેવામાં આવે તો પ્રયત્‍નોનુ પૂનરાવર્તન અને વ્‍યય બચી શકે. હવેના સમયમાં તો ઘણી મલ્‍ટીનેશનલ કંપનીઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવા ગામોની વિકાસલક્ષી કાયા પલટ કરવાનું કામ પણ હાથ ધરેલ છે. જયારે આટલા બધા લોકો એકજ દિશામા કામ કરતા હોય ત્‍યારે જરૂર માત્ર કાર્યતંત્રોની ગોઠવણીનું છે. સરકારના વિવિધ ખાતાઓના વહિવટીય ઉચ્‍ચ સ્‍તરેથી જ આવી અન્‍ય સંસ્‍થાઓ સાથે મુલાકાતો ચર્ચા યા પરામર્શ યોજી કાર્યક્ષેત્રોને જરૂરિયાતોને અગ્રીમતાના ધોરણે યાદી તૈયાર કરી તેની ઉપલબ્‍ધ સાધન સંશાધનો મુજબ વહેંચણી કરી લેવી જરૂરી છે. ઘણા નિષ્‍ણાંતોના મત મુજબ તો અમુક રૂપિયાથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને પણ વિકાસના આ ભગીરથ કાર્યમાં જોડી દઈ તેનું વળતર તેઓને કર રાહત કે જકાત-નુરમાં બચત સ્‍વરૂપે આપવું જોઈએ.
  1. માનવ વલણો: ગુન્‍નાર મિરડાલે પોતાના પુસ્‍તક’ ’ધીએશિયનડ્રામા’’માં આચર્ચા ખૂબ જ મોકળાશપૂર્વક કરી છે. દેશની પ્રજામાં ઘર કરી ગયેલા સામાજિક, ધાર્મિક અને સાંસ્‍કૃતિક પરિબળોનાં કારણે પ્રજા ઉચ્‍ચજીવન ધોરણ કે આર્થિક પ્રગતિ માટે જરૂરી એવા પરિવર્તનોની કોઈ તાલાવેલી જ ન ધરાવતી હોય ત્‍યાં સરકારી કે બિનસરકારી પ્રયત્‍નો માત્રથી કામ ચાલીશ કે નહીં. ઘણી વખત એવા કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે જયાં ગ્રામપ્રજા એજ સ્‍વવિકાસ સાધીને ગામનો વિકાસ કરેલો હોય. યંત્ર, સાધનો, મહેનત, ધગશ, અને રાષ્‍ટ્રીય ચારિત્રની ભાવનાં સાથે સરકાર ઉપર જ બધું છોડી દેવાની વૃત્તિ છોડી દઈને પોતાનો અને ગામનો વિકાસ સાઘ્‍યો છે. વિકાસની પ્રક્રિયામાં પ્રજાની સામેલગીરી માટે સરકારી કે બિનસરકારી સંસ્‍થાઓ ઘ્વારા જાહેરાતો, પોસ્‍ટરો, શેરીનાં નાટકો, ધાર્મિક કે સામાજિક, ચોપાનિયાઓમાં વિકાસલક્ષી કાર્યોની પ્રસિઘ્‍ધિ કરવી અને તેમાં પ્રજાને એક જૂથ થઈ સહકાર આપવાની અપીલ કરવા જેવા પ્રયત્‍નો પુરજોસમાં ચાલુ થવા જરૂરી છે, જેથી કરીને પ્રજામાં પણ સરકારી, બિનસરકારી કાર્યો પ્રત્યે વિશ્‍વાસની લાગણી ઉભરે અને તેના ઉપયોગ બાબતની સભાનતા કેળવાઈ શકે.
  2. અંકુશ: અંકુશ અને મૂલ્‍યાંકનએ વ્યવસ્થા૫નનું મહત્‍વનું પરિબળ છે. ઉપલબ્‍ધ સંશાધનોનો જે પણ વિકાસલક્ષી કાર્યપૂર્ણતા માટે ઉપયોગ થયો તે અગાઉ નકકી થયેલા હેતું કે ઉદ્‌શો સાથે સુસંગત હતો કે નહીં ? થયેલા કાર્યો નિશ્ચિત ગુણવત્તાનાં ધોરણ સુધી પહોંચ્‍યા છે કે નહીં ? હાલનાં સમયમાં જે રીતે વિકાસલક્ષી કાર્યક્રમોનો અમલ થઈ રહયો છે તે જોતા એમ લાગે છે કે તેનાં દેખરેખથી અંકુશ અને મૂલ્‍યાકનનાં કાર્ય માટેના એક અલગ તટસ્‍થ સુપર વાઈઝરીંગ બોર્ડની રચનાં થવી જોઈએ જે નિશ્ચિતપણે પોતાનો અહેવાલ તટસ્‍થતાથી આપી શકે.
  3. માહિતી સંચાર અને સંકલન : વ્યવસ્થા૫ન વિષયના પિતામહ ગણાતા પીટરડ્રકરના મત મુજબ 60% ધંધાકીય એકમો માહિતી સંચારના અભાવે ખોટમાં જાય છે. આજ પરિસ્‍થિતિ સરકારી કે બિનસરકારી તંત્રમાં પ્રવર્તે છે. યોગ્‍ય માહિતી સંચાર ના અભાવે સંકલન નથી થઈ શકતુ અને થઈ ગયેલા કે થઈ રહેલા પ્રયત્‍નો એક સૂત્રે બંધાઈ નથી શકતા. ગુજરાતમાં તમામ તાલુકા મથકો, જિલ્‍લા મથકો સાથે કોમ્‍પ્‍યુટર લીંકેજથી જોડાયેલા છે અને તેના 18,000થી વધારે ગામોને તાલુકાઓ સાથે જોડાયેલ છે. વિકાસ કાર્ય સાથે સંકળાયેલ ઉચ્‍ચ વ્યવસ્થા૫નને જે તે ક્ષેત્રોમાં બનતા બનાવોને માહિતી હાથ વગી કરાવવી જરૂરી છે, જેથી કરીને નિર્ણય પ્રકિયામાં વિલંબ ના થાય. ગુજરાતના સંદર્ભમાં આ બાબત ઘણા કિસ્‍સામાં ખાસ કરીને કુદરતી આપતીઓ વખતે પૂરવાર થઈ ચુકી છે.

દેશના ગામે ગામની માહિતી તેના વિકાસ કાર્ય સંભાળતા સૂત્રધારો પાસે હોવી જરૂરી છે. આ એક એવી ટેકનોલોજીની હરણફાળ છે જે દેશના વિકાસના તમામ ક્ષેત્રો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે.

માહિતી સંચાર કોઈપણ જીવિત સૃષ્‍ટિને જીવંત રાખવા માટેનું મૂળ છે. અનઔપચારિક રીતે લોકવર્તનને ટકાવી રાખવા તેમજ કોઈપણ સ્‍થાપિત વ્‍યવસ્‍થાપનના પ્રવાહી વ્યવસ્થા૫નમાં માહિતી સંચારની જરૂર હોય છે. આર્થિક કે વહીવટીક્ષેત્રે તેના અભાવે પંગુતા અનુભવાય છે અને પ્રગતિ અટકી જાય છે. માહિતી સંદર્ભિત જૂથોની જરૂરિયાત સંતોષવા માટેનું એક અનિવાર્ય અને પાયાનું સાધન છે. માહિતીનો જો સમયસર સંચાર ના થાય તો તે અપ્રભાવી અને નિરર્થક પણ બની જાય છે. સાચા અર્થમાં લોક ઉપયોગી થઈ શકતી નથી. ઘણી વખત વાતાવરણમાં પારદર્શિતા, સ્‍પષ્‍ટતા, શુદ્ધતાની ઉણપના લીધે અવિશ્‍વાસ જેવી સમસ્‍યાઓ ઉદ્‌ભવતી હોય છે. જેના દૂરગામી વિકટ પરિણામો જોવા મળે છે, જેમ કે લોકોનો સાર્વજનિક વ્‍યવસ્‍થા પ્રત્‍યે અસંતોષ અને લોકલક્ષી વિકાસ પ્રક્રિયામાં લોક ભાગીદારીની અછત વગેરે બાબતો રહેલી છે.

સરકારથી ગ્રામીણ લાભાર્થીઓ વચ્ચે લાભો અને સેવાઓનો પ્રવાહ

માહિતી અને તેના સ્ત્રોત તેમજ તેના લક્ષ્યાંકીત ઉ૫યોગકર્તાઓ

પ્રકરણ : 2 ગ્રામીણ ૫રિપ્રેક્ષમાં ટેકનોલોજી

ગ્રામીણ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે લોક અભિગમ, સહભાગી અભિગમ, સમાનતા અને સામાજિક ન્યા યના આધારે ચાલે છે. જેમાં અનુબંધિત ટેકનોલોજીના ઉપયોગથી ઉપલબ્ધ‍ સંશાધનો દ્ધારા માનવકલ્યા ણ પ્રાથમિકક્રમમાં છેવાડાના વ્યધકિત માટે કરવામાં આવે અને તેના દ્વારા પ્રકૃતિના બધા જ ઘટકોમાં ઈચ્છિાત સંતુલન તેમજ સંકલન રાખવામાં આવે તે છે.
1984 માં તત્કાઅલિન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ કહયું હતું કે- હાલની લોક વ્યધવસ્થાન ‘લોકો' થી ઘણી દૂર થઈ ગઈ છે, લોકોને પૂરતા પ્રમાણમાં વિકાસનો લાભ મળી શકતો નથી, વિકાસ પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી નથી અને જીવનધોરણમાં ગુણાત્મવક સુધાર લાવવામાં આ વ્યીવસ્થાી સક્ષમ નથી. આ ખામીઓનું મૂળ ઉપયુકત કારણ એટલે ઝડપી, વિશ્વાસનીય, પ્રામાણિક અને પારદર્શક માહિતી સંચાર વ્યગવસ્થાએની ઉણપ હતું. એવું સ્પ,ષ્ટમ પણે સ્વી કારવામાં આવ્યુંુ છે કે આ જ અંતર તવંગરને વધુ સક્ષમ અને ગરીબને વધુ ગરીબ બનાવવા માટે જવાબદાર છે. ત્યાવરે આ બાબત ઉપર ભાર મૂકાયો હતો કે જો ઉત્પાેદકતામાં ગુણાત્મવક અને માત્રાત્મરક સુધાર લાવવો હોય, રાજનૈતિક ચેતના વિકસાવવી હોય કે સમાજમાં મૂળભૂત બદલાવ કરવો હોય તો ટેકનોલોજીના આગવા પ્રદાન વિશે બે મત નથી પણ ટેકનોલોજી જોઈતા સ્વોરૂપમાં લોકો સુધી પહોંચવી જોઈએ. લોકતંત્રને વધુ સક્ષમ અને અસરકારક બનાવી શકે તે માટે માહિતી સંચાર ટેકનોલોજી (ICT) ની જોગવાઈ વિકાસ પ્રવાહની સાતત્ય તા જાળવવા, લોકોનું જીવનધોરણ સુધારવા, જીવનશૈલીને સરળ અને પડકારોનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવી શકાય અને વિભિન્ના ક્ષેત્રોમાં સંકલિત ધોરણે વધુમાં વધુ તકો અને તેનો ઉપયોગ કરવા માટે વર્તમાન વ્ય વસ્થાધમાં નોંધપાત્ર સુધારો વધારો કરી શકાય તે જરૂરી છે.
અંગ્રેજીમાં કહેવત છે કે "Need is the mother of invention" એ હાલની ગ્રામ વિકાસની પરિસ્થિકતિમાં સચોટ લાગુ પડે છે. વીસમી સદીના અંતિમ દાયકામાં વૈશ્ચિકરણનો યુગ શરૂ થયો અને સંપૂર્ણ તંત્ર LPG (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્ચિકરણ) ના આધારે તૈયાર થયું ત્યા રે પણ ગ્રામીણ ક્ષેત્ર સંપૂર્ણપણે બાકાત ન રહી શકયું. આખી દુનિયા એક "ગ્લોગબલ વિલેજ" તરીકે ઓળખાવા લાગી તેથી માહિતી અને માહિતી સંચારની દરેક ક્ષેત્રમાં આગવી જરૂરિયાત ફરજિયાત જેવી બની જેને માહિતી નેટવર્કિંગ પ્રણાલી પણ કહી શકીએ.
ભારતમાં ગ્રામ વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથે સાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્યોોની સ્થાટપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્યાહરે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્યારઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્નોટ કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્વતસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્પોપષિત વિકાસ પ્રક્રિયાનું બિન્દુો બની ચુકી છે
1990 પછી માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામ વિસ્તાીરમાં જુદા જુદા ક્ષેત્રે શરૂ થયો અને તેના હકારાત્મ ક પરિણામો ગ્રામ જીવન ઉપર જોવા મળે છે. ગ્રામીણ સમાજ પરંપરાગત અને આધુનિક બંને પ્રકારની માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરી જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પોતાને સક્ષમ અને સશકત બનાવે છે. વિકાસ સાથે સંકળાયેલ રાષ્ટ્રા, રાજય અને જિલ્લાઅ કક્ષાથી માંડીને અંતિમ સ્થા નિક સ્તાર સુધી માહિતી સંચારનું જોડાણ સ્થાસપિત કરવામાં માહિતી સંચાર ટેકનોલોજીની મહત્વ‍ની ભૂમિકા છે.
સામાજિક આર્થિક ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજી ઘ્વારા ઘણા ફેરફારો થયેલ છે, ધંધાકીય ક્ષેત્રના માર્કેટિંગને લગતા વિભિન્‍ન ઘટકોને માહિતી સંચાર ટેકનોલોજીએ નજીકમાં લાવી દીધું છે જેના ઘ્વારા છેવટે ઉત્પાઘદકતા અને નવીન સંશોધનોમાં વધારો થયો છે. ધંધાકીય એકમો અને સરકાર વચ્ચેવની સંપૂર્ણ વ્યીવસ્થાધને ચોખ્ખીર બનાવવામાં પણ માહિતી સંચાર ટેકનોલોજી આગવી ભૂમિકા ભજવી રહી છે. ભારતમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ફાળો શહેરી વિસ્તાીર પૂરતો મર્યાદિત નથી તે વિકાસના સમગ્ર ક્ષેત્ર સુધી વિસ્તૃસત થયો છે.
માહિતી સંચાર ટેકનોલોજીએક ઉભરતો ખ્યાતલ છે જે ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને પણ સહાય કરવા શકિતમાન છે. ભારતીય ગ્રામીણ સમાજમાં રહેલ અજ્ઞાનતા, ગરીબાઈ, જડતા વગેરે તેને અમલ કરવાના માર્ગમાં જોખમરૂપ બની શકે છે. પરંતુ નિઃસંદેહ આ ગ્રામીણ વિકાસ પ્રક્રિયાના મૂળને તેમજ માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.
ગ્રામીણ ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજીની સૈદ્ધાંતિક બાબતોને ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનનું સશકતીકરણ રજુ કરેલ છે.
ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનના સશકતીકરણ માટેની જવાબદાર બાબતો માં માહિતી, તાર્કિક, રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતતિક પરિબળોની અસરકારતાનો ખ્યાોલ અને તે વધુને વધુ વિસ્તૃ ત કઈ રીતે કરી શકાય તે માટે યોગ્યર બંધારણીય માળખા અંગે પૂર્વધારણા બાંધવી અને તે હયાત અને અનુગામી સમયમાં કેવી રીતે સાર્વત્રિક રીતે સ્વીેકારી શકાય કે જેમાં તમામ સમુદાયની સ્વીમકૃતિ અને અમલ માટેની પહેલ હોય તે જોવાનો છે.
ટેકનોલોજીમાં રહેલ સંકલિત ગ્રામ વિકાસ માટે ક્ષમતાવર્ધનના પાસાઓ રજુ કરેલ છે.
ઉપરોકત માપદંડોના આધારે એ તપાસ અગત્ય્ની થઈ જાય છે કે ગ્રામીણ વિસ્તાનરમાં જયાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે ત્યાંણ વ્યાવહારિક રીતે આ માહિતી સંચાર ટેકનોલોજી કેટલા અંશે ઉપયોગી નીવડે છે. ટેકનોલોજીની કાર્યક્ષમતાનો આધાર લેવાની જગ્યા્એ ગ્રામીણ સમુદાયમાં કાર્યક્ષમતાને વિકસાવવી ખૂબજ જરૂરી છે. બીજી મહત્વણની બાબત એ છે કે આ ક્ષેત્રમાં ધારેલા પરિણામો આપણે પ્રાપ્તછ કરી શકયા છીએ કે કેમ ? એ માટે જવાબદાર પરિબળોની ઓળખ વર્તમાન સ્થિીતિનું સાપેક્ષ મૂલ્યાંકકન ભાવિ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી છે. આ માહિતી સંચાર ટેકનોલોજીના સિદ્ધાંતો વ્યજવહારમાં પણ તેટલા જ ઉપયુકત સાબિત થાય તે ગ્રામ વિકાસની પ્રક્રિયા માટે મહત્વવનું છે.

માહિતી સંચાર ટેકનોલોજીના ઉ૫યોગનું મોડલ

માહિતી સંચાર વ્ય.વસ્થાઉને પ્રવાહી બનાવવા માટે શહેરી કે વિકસિત વિસ્તા રોમાં ટેકનોલોજીકલ સેટઅપ ઉપયોગી થયું છે, પણ આ બાબત ભૂલવા યોગ્યર નથી કે ભારત ગામડાઓનો દેશ છે. રાષ્ટ્રી ય વિચારધારાની દ્યષ્ટિોએ સમગ્ર વિકાસનું કેન્દ્રાબિન્દુે ગામડા જ હોવા જોઈએ. સ્થાીનિક સમસ્યાિઓ અને લોકોના જીવનઘોરણમાં ગુણાત્મરક સુધારો થાય તો જ કોઈપણ પ્રકારનું લોકોના રોકાણનું સાચું વળતર મળી શકે અથવા ટેકનોલોજી પ્રવાહની સાચી ઉપયોગિતા સિદ્ધ થઈ શકે. એક ખૂબ જ જાણીતુ તથ્ય્ છે કે ગામડાઓમાં નિર્ધનતા, બેકારી, સામાજિક, આર્થિક અસમાનતાઓ, વર્ગગત ભેદભાવો, નિરક્ષરતા, સંશાધનોનું અસમાન વિતરણ અને ગેરઉપયોગની સ્થિતતિ મોટા ભાગે જોવા મળે છે અને એનો ભોગ પ્રત્યગક્ષ તેમજ પરોક્ષ રીતે નિર્બળ લોકો જ બનતા હોય છે.
માહિતી સંચારની ઉણપ એ ગરીબ અને તંવગર વચ્ચે્નું અંતર વધારે છે. ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે આ દિશામાં સરકારી અને સ્વૈુચ્છિરક પ્રયાસો થયેલા છે પણ હજી તે આંતરિક ધોરણે છે. આ કથનનો હકારાત્મ‍ક રીતેઅર્થ એટલો જ છે કે હજી તેમાં યથોચિત સુધાર કરવાનું શકય છે અર્થાત્‌ તેને વધુ અસરકારક અને લોકલક્ષી બનાવી શકાય તેવી શકયતાઓ રહેલી છે.
માહિતી સંચાર ટેકનોલોજીની અસરકારકતા એક સાપેક્ષ અભિગમ ઘ્વારા તે માનવ અને માનવીય વિશિષ્ટસતાઓ સાથે સંકળાયેલ છે. લોકોએ આ વ્યમવસ્થા ને કેટલા અંશે સ્વીકકારી છે તેમજ તેની ભાવિ અપેક્ષાઓ કેવી છે તેના માટે કયા સુધી ટેકનીકલ અને માનવીય પરિબળો જવાબદાર છે અને બંને ધોરણો કેવી રીતે સુધારી શકાય અને ન્યારય સંગત બની શકે વગેરે બાબતો વિષયવસ્તુકના સંદર્ભે ઘ્યાંન આકર્ષે છે.
માહિતી સંચાર ટેકનોલોજી જરૂરિયાતવાળા વર્ગને સગવડરૂપ નીવડે, તેમના સતત ઉત્થાકનમાં આત્મવવિશ્વારસું બનાવી શકે, તે સંકલિત ગ્રામ વિકાસ વ્ય વસ્થાનપનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રભાવી ભૂમિકા ભજવી શકે.

પ્રકરણ : 3 માહિતી સંચાર ટેકનોલોજી

પ્રસ્તાવના

માહિતી સંચાર ટેકનોલોજી એટલે કોઈપણ પદ્ધતિ જે માહિતીનું આદાન-પ્રદાન કરે, સંગ્રહ કરે અથવા તો માહિતીની પ્રક્રિયા કરે જે ઔપચારિક રીતે એક જ માર્ગ દ્વારા ડેટા, અવાજ અને ચિત્રનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપે તે છે.
સામાન્ય રીતે માહિતી સંચાર ટેકનોલોજી એવી તકનિક છે કે જેના દ્વારા માહિતીનું આદાન-પ્રદાન કરવાની, તેની પ્રક્રિયા કરવાની તેમજ વહન કરવાની સગવડતા પૂરી પાડે છે. આ વિસ્તૃતત વ્યારખ્યા રેડિયો અને ટેલિવિઝનથી લઈને ટેલિફોન્સે (લેન્ડેલાઈન અથવા મોબાઈલ) કમ્પ્યૂટર અને ઈન્ટથરનેટને સમાવે છે.
ટેકનોલોજી સામાજિક, આર્થિક અને સાંસ્કૃનતિક વાતાવરણની એકસરખી અસર પામે છે. કનેકટીવિટી એટલે માહિતી કે ડેટાને બદલવા માટેની નેટવર્ક કાર્યક્ષમતા અને તેની ફેરબદલી નેટવર્ક, ઈન્ટારનેટ અને ઈન્ટ્રા નેટથી જોડાયેલ કમ્યૂબ ટરના સાધનો, રેડિયો અને ટેલિવિઝન બ્રોડકાસ્ટીં ગ અને બીજા મેચ થાય તેવા રીસીવર દ્વારા કરવામાં આવે છે. ડેટાની ફેરબદલી ટેલિકોમ નેટવર્ક અને ઘણા બધા સાધનોની વચ્ચે રેડિયો સિગ્નલની ફેરબદલી જોઈ ના શકાય તેવા નેટવર્ક દ્વારા માનવીના વિકાસમાં પરિસ્થિ તિને યોગ્ય બનાવે છે. માહિતીએ જુદા જુદા સ્ત્રો તમાંથી સ્વાતંત્ર રીતે અથવા સંસ્થાયગત બંધારણમાંથી ઘણી બધી ભાષાઓ દ્રારા અને જુદા જુદા સ્વરરૂપ જેવા કે ટેકસ, નંબર, પિકચર, ઓડિયો, વિડિયોમાં રજૂ કરવામાં આવે છે.
માહિતી સંચારમાં સરળતા, સ્પેષ્ટમતા, વિશ્વડસનીયતા અને પારદર્શકતા સિવાય એક મહત્વંપૂર્ણ ઘટક છે, સમાન સમજ જે માહિતી સંચારના વિકાસમાં અગત્યરનો ભાગ ભજવે છે અને એજ સફળતાનો આધાર છે. માહિતી સંચારનું માઘ્યપમ ગમે તે હોય પણ તેમાં આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામીણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્યય દિશામાં દોરી શકે તેમ છે.
માહિતી સંચાર ટેકનોલોજી એક જ હારમાં વિસ્તૃહત રાષ્ટ્રી ય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્ટ્રી ય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્તૃાત અને વ્યાપજબી પહોંચનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્પાબદનમાં માહિતી સંચાર ટેકનોલોજી એપ્લીસકેશનનો વ્યાચપક ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રરના ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્પાર્ધાત્માકતામાં સુધારો થયો છે. માનવ અને આર્થિક વિકાસના ખૂબ વિકટ પ્રશ્નોમ ખાસ કરીને શિક્ષણ, આરોગ્યવ, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્યૂ હીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પદ્ધતિ, સંસ્થાા અને માળખાને સંપૂર્ણપણે એક શૈલીમાં ગોઠવી શકે. માહિતી સંચાર ટેકનોલોજી ક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ, સાંસ્કૃયતિક વારસાનું જતન, પ્રોત્સા,હન, ટેકનિકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્તૃવત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.
એશિયાઈ અને પેસેફિક વિકાસ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલ મોજણી બતાવે છે કે ICT એપ્લીકકેશન વિકાસશીલ એશિયાઈ દેશો કે જયાં ICT આધિપત્યપ ધરાવે છે, તેના બંને જાહેર અને ખાનગી સંસ્થાોઓના ત્રણ મુખ્ય કાર્યો વહીવટી સેવાઓ, વ્યનવસ્થાઅપકીય સેવાઓ અને વ્યક્તિઓની સામેલગીરી જેવા માળખામાં થાય છે.

આવશ્યકતા

માહિતીનું આદાન-પ્રદાનવિકાસ સંસ્થાથઓના કાર્યના કેન્દ્ર સ્થા ને સુસંગત રહેલ છે. પરંતુ તાજેતરના વર્ષોમાં માહિતી અને જ્ઞાનની ઓળખ વૃદ્ધિને સહાય કરતાં તેમજ વહીવટી જ્ઞાન માટે લોકો ઉપયુકત માહિતી સંચાર ટેકનોલોજીનો ખૂબજ ફેલાવો અનુભવે અને તેથી વિકાસ માટે જ્ઞાનના મહત્વલ પર પ્રકાશ પાડયો છે. માહિતી સંચાર ટેકનોલોજી વિકાસના ઘ્યેવયથી શકિતશાળી સત્તા બની શકે તેમ છે કારણ કે તેની વિશિષ્ઠ લાક્ષાણિકતાઓ નવા સામાજિક નેટવર્કને પેદા કરવા તેમજ મજબૂત બનાવવા માટે સંચાર અને માહિતીના આદાનપ્રદાનને સુધારી વિકસીત કરે છે, તે આ પ્રમાણે છે.

સર્વવ્યાસપી

માહિતી સંચાર ટેકનોલોજી એ માનવ પ્રક્રિયાની વિશાળ શ્રેણી, વ્યનકિતગત ઉપયોગથી માંડીને ઘંઘા તેમજ સરકારને લાગુ પાડી શકાય તેવી ઘણી કાર્યક્ષમતાવાળું અને સુગમ્યર છે જે વિરૂઘ્ધય જરૂરિયાતોને પણ પહોંચી વળવા સક્ષમ છે. વ્યરકિતગત અને સ્થાયનિક વિવિધ ઉકેલ માટે પણ વિકલ્પો્ આપે છે.

નેટવર્કની રચના

માહિતી સંચાર ટેકનોલોજી નેટવર્કની રચના માટેની ચાવીરૂપ સત્તા છે, એ એવી રીતે પહોંચવાના માર્ગ સાથે દર્શાવી શકાય કે જેથી ઉપયોગકર્તાઓને વધારાના લાભો મેળવવા માટે મદદરૂપ થાય છે.

મઘ્યસ્થીઓ

માહિતી સંચાર ટેકનોલોજી મઘ્યબસ્થીહ તરીકેની સગવડ પૂરી પાડે છે, જેના કારણે ઉપયોગકર્તાને ઉત્પાઘદન અને સત્તાઓ પૂરી પાડનાર તરફથી સીધું જ મેળવવાનું શકય બનાવે છે અને મઘ્યઅસ્થીૂની જરૂરિયાતને ઘટાડે છે. આ કાર્યક્ષમતા ગણનાપાત્ર સ્ત્રોનત જ નથી પણ હકીકતમાં કહેવાતા ‘એકનું બજાર એટલે મારું બજાર'નું સર્જન કરવા માટેના કારણો માનું એક છે, જે માહિતી સંચાર ટેકનોલોજીના સુષુપ્તસ બળથી પ્રાપ્તો થતું બળ છે.

માહિતી અને જ્ઞાનનો પ્રસાર

માહિતી અને જ્ઞાનના પ્રસારમાં સમાવિષ્ટથ વસ્તુકને તેની ભૌતિક જગ્યા એથી છૂટા પાડીને પોષણ કરે છે. આ માહિતીના પ્રસારની મોટાપાયે ભૌગોલિક સીમાઓ અભેદ છે અને પછાત જ્ઞાતિઓને પણ નેટવર્કમાં એક બનાવવા માટે પરવાનગી આપે છે. માહિતી, જ્ઞાન અને સાંસ્કૃલતિકતા, સરળતાથી દરેકને સૈદ્ધાંતિક રીતે પહોંચી શકે તેવું બનાવે છે.

કિંમતમાં ઘટાડો

માહિતી સંચાર ટેકનોલોજી, ઉત્પાહદન અને સેવાઓનો ‘આંકડાકીય' અને ‘વાસ્તચવિક' ખ્યાઉલ શૂન્યઅ અથવા તો ઘટતી વચગાળાની કિંમત માટે પરવાનગી આપે છે. જેના કારણે માહિતી સંચાર ટેકનોલોજીલેવડ દેવડની કિંમત પણ ઘટાડે છે.

સ્થાકપિત કામગીરીમાં અસરકારક રીતે ઉપયોગી

માહિતી સંચાર ટેકનોલોજીથી શકિત સંગ્રહ, પૂનઃપ્રાપ્તિ્, અલગ પાડવી, ગાળણ કરવાની, માહિતીને સળંગ રીતે વહેંચવાની સત્તા, ઉત્પા દન, વહેંચણી અને બજારમાં પૂરતા પ્રમાણમાં કાર્યદક્ષતા પ્રાપ્તશ કરવા પહોંચી શકે અને ધંધાકીય પ્રક્રિયાઓને અને લેવડ દેવડને પારદર્શક તેમજ વધારે અસરકારક બનાવે છે.

કાર્યક્ષમતામાં વધારો

માહિતી સંચાર ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં વધારો અને તેના કારણે કિંમતમાં ઘટાડો લવાતો હોવાથી તેને નવા ઉત્પાાદન, સેવાઓ અને પ્રણાલિકાગત ઉદ્યોગોની અંદર વહેચણીના માર્ગનું નિર્માણ કરવા તેમજ નવા ઉદ્યોગોને વધારે સારા ફેરફાર કરવા આગળ કરે છે.

વિશ્વિ વ્યાપક

માહિતી સંચાર ટેકનોલોજીએ વિશ્વસવ્યાાપક છે. નેટવર્કના સર્જન અને વૃદ્ધિ દ્વારા વ્યાકિત અથવા સમૂહને જીવવા તેમજ ગમે ત્યાં કામ કરવાની ક્ષમતા પૂરી પાડીને, રાષ્ટ્રી યતાના ભેદભાવ રાખ્યા વગર સ્થા્નિક સમાજને વૈશ્ચિક નેટવર્કની આર્થિક વ્ય્વસ્થાાનો ભાગ બનવા પરવાનગી આપે છે. વર્તમાન કાર્યનીતિ દેશોમાં તેમજ દેશો વચ્ચેની કાયદેસર અને નિયમન કરનાર માળખાને પડકારીને સાંસ્કૃિતિક તેમજ ભાષાના અવરોધોથી પણ આગળ નીકળી વિશ્વે વ્યાપક બન્યું છે.
ઉપરોકત લાક્ષણિકતાઓ પરથી સ્પ ષ્ટય થાય છે કે માહિતી સંચાર ટેકનોલોજી એક એવી સત્તા છે જે ગ્રામ વિકાસ સાથે સંકળાયેલી માનવશકિતની સુષુપ્તત શકિતઓને કાર્યશીલ કરવા ચાવીરૂપ ભૂમિકા ભજવી કાર્યપ્રણાલી અને વહીવટીતંત્ર વગેરેને સક્રિય અને પોષણક્ષમ બનાવે છે. સૈદ્ધાંતિક રીતે માહિતી સંચાર ટેકનોલોજી વિકાસના કામોમાં માર્ગદર્શક અને સ્થાનનિક જરૂરિયાતોનું કાયમી સમાધાન પ્રાપ્તવ કરવામાં મદદરૂપ બને છે. વિકાસલક્ષી ઘ્યેનયો હકારાત્મ્ક રીતે સિદ્ધ થાય તે માટે માહિતી સંચાર ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ પણ જરૂરી છે.
માહિતી સંચાર ટેકનોલોજીની લાક્ષણિકતાઓ ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગવાન બનાવી શકે તેમ છે. માહિતી સંચાર ટેકનોલોજીથી છેવાડાના વ્યવકિતને વિકાસના કેન્દ્રપમાં ભાગીદાર બનાવી શકાય અને સમ્પો્ષિત વિકાસને આધાર આપી શકાશે. ટકાઉ વિકાસથી પણ આગળ સમ્પોશષિત વિકાસ માટે માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ જ પ્રવર્તમાન સમયમાં દિશાસૂચક છે. માહિતી સંચાર ટેકનોલોજીની આ પ્રણાલી ગ્રામ વિકાસની પ્રક્રિયામાં કઈ રીતે ઉપયોગી બને છે તે હેતુઓ દ્ધારા આ બાબતની સાર્થકતા અને ભાવિ ખ્યાલના સંદર્ભે પ્રાસંગિકતા અને મહત્વમ વધી જાય છે.

સૈદ્ધાંતિક ખ્યાલ

પ્રોફેસર અમર્ત્ય સેન મુજબ માહિતી સંચાર ટેકનોલોજી પોતે એક વસ્તુેની જેમ છે જેમકે ચોખા જેમાં કૅલેરી અને પોષણ જેવી વિશિષ્ટમતાઓ સમાયેલ છે, તેવી જ રીતે માહિતી સંચાર ટેકનોલોજી પણ વિશિષ્ટતતાઓનું વિવિધપૂર્ણ રીતે સંકલન કરે છે જેમાં માહિતી એ વસ્તુીની કામગીરી અથવા ફાળો વગેરેનું જીવન સુનિશ્ચિાત કરે છે. તેવીજ રીતે માહિતી સંચાર ટેકનોલોજી જાણકારીઓનું વ્યિવસ્થા્પન સમુદાય અને વ્યવકિતઓની જરૂરિયાત પ્રમાણે સુવ્યીવસ્થિ ત સ્વતરૂપમાં ઉપલબ્ધય કરાવે છે. આ વસ્તુ્ અને પ્રક્રિયાનો અંતિમ તબકકો ઉપયોગિતા અને પરિણામ પર છે. સંતુષ્ટિ્ની પ્રાપ્તિપ એ જ માહિતી સંચાર ટેકનોલોજીની સામાજિક-આર્થિક વિકાસ માટે માહિતીના સ્વરરૂપમાં થયેલ પરિવર્તનની અંતિમ સ્થિલતિ દર્શાવે છે.
ઈકોનોમીકસ કમીશન ઓફ આફ્રિકા મુજબમાહિતી સંચાર ટેકનોલોજી એટલે માહિતીને ગ્રહણ, પ્રક્રિયા, સંગ્રહ તેમજ આદાન-પ્રદાન કરવા માટેનું ઈલેકટ્રોનિક માઘ્યફમ. તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓને લાગુ પાડતી અથવા સહાય કરતી સેવા છે. માહિતી સંચાર ટેકનોલોજીમાં કમ્પ્યૂટર હાર્ડવેર-સોફટવેર, ટેલિ-કમ્યુોનિકેશન સાધનો અને ઈલેકટ્રોનિક આધારીત બાબતો તેમજ દરેક આર્થિક ક્ષેત્રમાં માહિતીને લાગુ પાડવાનો સમાવેશ થાય છે.
ડ્રેવ અને ફોસ્ટરરલ મુજબ માહિતી સંચાર ટેકનોલોજીનો ઉલ્લેીખ વિવિધ ટેકનોલોજી જે રચના, સંગ્રહ, પ્રક્રિયા, સંચાર અને માહિતીને વિસ્તૃલત કરે તે રીતે થાય છે. માહિતી સંચાર ટેકનોલોજી એ રીતે ઈનપુટ કરે કે જે પ્રક્રિયા અને તેની એપ્લીચકેશન અને વિવિધ સેવાઓમાં વપરાતા જુદા જુદા માળખા સાથે સુસંગત પદ્ધતિ હોય. આપણે માહિતી સંચાર ટેકનોલોજીના મૂળતત્વા તરીકે 1) સંચારનું માઘ્યામ (દા.ત. રેડિયો, ટેલિવીઝન), ર) માહિતી આપતું સાધન (દા.ત. કમ્યૂમ ા ટર) અને 3) દૂરસંચાર પદ્ધતિ-ઉપકરણો (દા.ત. સેટેલાઈટ, ફાયબર ઓપ્ટીનકલ, ફોન, ફેકસ ) દ્ધારા માહિતી સંચાર ટેકનોલોજીને વેગીલું બનાવતું પરિબળ બન્યું છે. તેમાં દરેક પ્રકારના માહિતી સંચાર ટેકનોલોજીના મૂળભૂત ઘટકોને એકબીજા સાથે જોડવાની પણ ક્ષમતા છે.
હૈમલીકસી. જે મુજબ માહિતી સંચાર ટેકનોલોજી પાંચ ઘટકોનું સંયોજન છે અને દરેક ઘટકના અનુસંધાને તેની ભૂમિકા આ પ્રમાણે છે.

હૈમલીકસી. જે  મુજબ માહિતી સંચાર ટેકનોલોજી પાંચ ઘટકોનું સંયોજન છે અને દરેક ઘટકના અનુસંધાને તેની ભૂમિકા આ પ્રમાણે છે.

  1. એકત્રિત કરવાની ટેકનોલોજી :આટેકનોલોજી ઈનપુટ ડિવાઈસ દ્ધારા માહિતીને એકઠી કરી તેને ડિજિટલ સ્‍વરૂપમાં પરિવર્તિત કરે છે. એમાં કી બોર્ડ, માઉસ, ટે્રકબોલ, ટચ સ્‍ક્રીન, વોઈસ રિકોગ્નાઈઝેશન સિસ્‍ટમ, બારકોડ રીડર, ઈમેજ સ્‍કેનર વગેરેનો સમાવેશ થાય છે.
  2. સંગ્રહ કરવાની ટેકનોલોજી :આ ટેકનોલોજી માહિતીને સ્‍ટોર કરે છે. જેમાં જુદી જુદી ડિવાઈસ વપરાય છે જેમકે -મેગ્નેટીક ટેપ, ફલોપી ડિસ્‍ક, હાર્ડ ડિસ્‍ક, ઓપ્‍ટીકલ ડિસ્‍ક, ઈમેજબલ ફિસ્‍ક અને સ્‍માર્ટકાર્ડ વગેરે.
  3. પ્રોસેસિંગ ટેકનોલોજી :એપ્‍લીકેશન સોફટવેરની મદદથી પદ્ધતિ વિકસાવી તેને ડિજિટલ સ્‍વરૂપમાં માહિતીની પ્રક્રિયા કરવામાં આવે છે.
  4. કમ્‍યુનિકેશન ટેકનોલોજી: ડિજિટલ માહિતીને ઉપલબ્‍ધ કરાવવા માટેના સાધનો, પદ્ધતિઓ અને નેટવર્કનો સમાવેશ થાય છે જેવા કે બ્રોડકાસ્‍ટીંગ, સંકલિત ડિજિટલ નેટવર્ક, ડિજિટલ સેલ્‍યુલર નેટવર્ક, વાઈડ એરિયા નેટવર્ક, ઈલેકટ્રોનિક બુલેટીન બોર્ડ, મોડેમ અને વિવિધ ટ્રાન્‍સમીશન મીડિયા.
  5. ડિસ્‍પ્‍લે ટેકનોલોજી:જેમાં ડિજિટલ માહિતીને આઉટપુટમાં જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓ આ ભાગ ધરાવે છે. આવી ડિવાઈસમાં મોનીટર, ડિજિટલ ટીવી સેટ, વિડિયો પ્રસારણ મોડ, સેટ ટોપ બોકસ, પ્રિન્‍ટર,વીસીડી અને ડીવીડી વગેરેનો સમાવેશ થાય છે.
માન્‍સેલ અને સિલ્‍વરસ્‍ટોનલ મુજબ માહિતી સંચાર ટેકનોલોજી મૂળભૂત રીતે માહિતીનું વ્યવસ્થા૫ન કરતા સાધનો છે. સંસાધન, એપ્‍લીકેશન અને સેવાઓ જે માહિતીને તૈયાર, સંગ્રહ, પ્રક્રિયા તેમજ માહિતીને અદલ બદલ કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ‘જુના પ્રવાહો' તરીકે રેડિયો, ટેલિવીઝન અને ટેલિફોન હતા અને હવે નવા પ્રવાહો જેવાકે કમ્‍પ્‍યૂટર, સેટેલાઈટ, વાયરલેસ પદ્ધતિ અને ઈન્‍ટરનેટનો સમાવેશ થાય છે. ઉચિત સમાવિષ્‍ટ બાબતો તથા એપ્‍લીકેશન સાથે આ સાધનો હવે એક સાથે ભેગા મળીને ‘એકબીજા સાથે સંકળાયેલ દુનિયા’આંતરિક જોડાણ વાળી સંચાર સેવાઓનું વિશાળ માળખું, પ્રમાણિક કમ્‍પ્‍યૂટીંગ સોફટવેર, ઈન્‍ટરનેટ, રેડિયો રચવા માટે સક્ષમ છે. જે દુનિયાના દરેક ખૂણે ખૂણે પહોંચે છે.

વૈશ્ચિક અહેવાલ

માહિતી સંચાર ટેકનોલોજીના સંદર્ભે જુદાજુદા ક્ષેત્રોમાં સંચાલિત માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો વિશે સંશોધકો અને સમીક્ષકોએ વિશ્લેાણાત્મ ક તારણો અને મંતવ્યો્ રજુ કર્યા છે તેનો સાર નીચે પ્રમાણે વૈશ્ચિક અહેવાલમાંથી સંકલિત કરવામાં આવ્યોે છે.

વિશ્વ્ વિકાસ અહેવાલ મુજબ

1 માહિતી સંચાર ટેકનોલોજીને વિકાસ પ્રક્રિયામાં વૈશ્ચિક પ્રાધાન્‍ય છે. ખાસ કરીને ગ્રામીણ જીવન ધોરણ ઉંચું લાવવા તથા સહાયક ઉપયોગને મજબૂત બનાવવા માટે આ એક માનવ મર્યાદાની બહાર માહિતી ફેલાવવાનું સંશાધન છે. માહિતી સંચાર ટેકનોલોજીની પ્રગતિનો આધાર યોગ્‍ય રીતે માહિતી પહોચાડવાના નેટવર્ક પર છે, જે સામાન્‍ય માનવી માટે પણ રસપ્રદ હોય અને સાથે સાથે પ્રગતિના કાર્ય સાથે સંકળાયેલ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને સરકારની જરૂરિયાતોને પણ પહોંચી વળી શકે. ગ્રામીણ સમાજમાં માહિતી મૂળભૂત રીતે નહીં પહોંચવાના કારણે ઘણી મુશ્‍કેલીઓ ઊભી થાય છે.

2 સંચાર એ માહિતી સંચાર ટેકનોલોજીનું કેન્‍દ્રીય અંગ છે. વિચારો, અભિપ્રાયો, સત્‍ય વગેરેને વહેંચવાની અને વહન કરવાની પ્રક્રિયા છે. બે પક્ષ વચ્‍ચેની સામાન્‍ય સમજણ સાથેની માહિતી જે ‘મોકલનાર' તેમજ ‘સ્‍વીકારનાર' ના માઘ્‍યમ દ્વારા ચાલે છે. આ માઘ્‍યમ આત્‍મલક્ષિતા, શુદ્ધતા, ચોકકસતા, વિશ્‍વસનીયતા, બે બાજુનો પ્રવાહ, શીઘ્રતા, ચીવટતા, સરળ પ્રક્રિયા, ઉપયોગ કરનારની પદ્ધતિ અંગેની જાણકારી, વ્‍યાજબી ભાવે, સમય-મર્યાદામાં, સહાયની પરિસ્‍થિતિ, સામાજિક અને માનસિક તાકાત કે મહત્‍વ, વ્‍યકિતત્‍વ, સમજણ, શીખવાનું સ્‍તર, લાગણીઓ, આવેગો, પર્યાવરણીય પરિબળો અને અસરકારકતા સાથેના નિર્ધારીત લક્ષ્ય પ્રાપ્‍ત કરવા માટેના સીમાચિહ્‌નરૂપ સૂચકો છે. આમાં માહિતી સંચાર ટેકનોલોજી એક તકનિકી વ્‍યાખ્‍યા જ નથી પણ માનવજાતિ સાથેનો મહત્‍વશીલ સંબંધ છે. આ સમકાલીન ગ્રામીણ વિકાસ અથવા તો ટકાઉ વિકાસની આશાને પ્રાપ્‍ત કરવા માટે યોગ્‍ય માહિતીના આદાન-પ્રદાન માટે પહોચવાનો સરળ માર્ગ છે. માહિતી સંચાર ટેકનોલોજીનું માળખું સંપૂર્ણ સામાજિક સુસંગતતા ધરાવે છે, જે સૌથી નીચલા સ્‍તરે જડ-નુકસાનકારક-રૂઢિચુસ્‍ત પ્રણાલીઓને નાબૂદ કરી વિશ્‍વાસ, સમૃઘ્‍ધિ લાવવા માટે કટિબઘ્‍ધ છે.

૩ ગ્‍લોબલ ઈર્ન્‍ફોમેશન ટેકનોલોજી અહેવાલ મુજબમાહિતી સંચાર ટેકનોલોજી એક એવું શકિતશાળી સાઘન છે કે જેના દ્વારા વૈશ્ચિક બજારમાં ભાગ લઈ શકીએ અને સાથે સાથે રાજકીય જવાબદારીઓને પણ વિસ્‍તૃત કરે છે. મૂળભૂત સેવાઓને પૂરી પાડવામાં, સુધારા લાવવા, સ્‍થાનિક વિકાસની તકોને વધારવાનું પ્રયોજન પણ છે.  સંશોધનમાં પ્રેરણાદાયક નીતિઓના અભાવને કારણે વિકસતા દેશોમાં ખાસ કરીને ગરીબોને આ સેવાઓનો લાભ મળતો નથી તેવી ધારણા બાંધવામાં આવી છે.

4  ICT4D ના અહેવાલ મુજબ ગામ લોકોની મૂળભૂત જરૂરિયાતોને પૂરી પાડવા માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો અને તેના ઉપયોગમાં પડતી મુશ્‍કેલીઓ અને તેના લીધે સર્જાતી ખામીઓ કયાં રહી જાય છે તે જાણવા માટે કેટલાક મહત્‍વની બાબતો જરૂરી છે. જેવાકે 1) સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ કે જેમની અસર ગરીબોની મૂળભૂત જરૂરિયાતો ઉપર પડે છે, તેવી સંસ્‍થાઓમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્ષમતા અને અસરકારકતા વધારવાના પ્રયાસો થવા જોઈએ. ર) ગામડાઓમાં ગરીબીનો દર ઓછો કરવા માટે અને વિકાસની તકો ઊભી કરવા માટે માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. 3) ગ્રામ સ્‍વરાજની સંસ્‍થાઓની સેવાઓ સમયસર અને અસરકારક રીતે મળી શકે તે માટે માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સંસ્‍થાઓની અસરકારકતા અને જવાબદારીઓ વધે.

5 માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામજનોનો અવાજ મજબૂત રીતે સરકારી સંસ્‍થાઓમાં પહોચાડી શકાય જેથી સરકારી અધિકારીઓની પણ જવાબદારીઓ વધશે અને ગ્રામજનોની સત્તાઓમાં પણ વધારો થશે. 5) માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગની મદદથી ગામમાં વસતા દરેક ગરીબ માણસની ઉંમર, લિંગ, સામાજિક અને આર્થિક તેમજ ધાર્મિક પરિસ્‍થિતિની માહિતી મળી શકે છે.

સંશોધન અહેવાલ

માહિતી સંચાર ટેકનોલોજીના સંદર્ભે જુદાજુદા ક્ષેત્રોમાં સંચાલિત માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો વિશે સંશોધકો અને સમીક્ષકોએ વિશ્‍લેણાત્‍મક તારણો અને મંતવ્‍યો રજુ કર્યા છે તેનો સાર નીચે પ્રમાણે સંશોધન પેપરમાંથી સંકલિત કરવામાં આવ્‍યો છે.

  • રોબર્ટ હન્‍ટર, કોર્પોરેટ જગતની વધારે કાર્યક્ષમતા અને સરકારની નાગરિકો પ્રત્‍યેની જવાબદારી વિશે માહિતી સંચાર ટેકનોલોજીની મદદથી કોઈપણ વ્‍યકિત કોઈપણ જગ્‍યાએથી ઉપલબ્‍ધ જ્ઞાન દ્ધારા પોતાની સ્‍થાનિક જરૂરિયાતોને સંતોષી પોતાના વિસ્‍તારને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ વિકાસની તકો ઊભી કરવા માટે થવો જોઈએ પણ એની સાથે સાથે આપણે એ તકેદારીઓને ઘ્‍યાનમાં રાખવાની છે કે જેથી માહિતી સંચાર ટેકનોલોજી એની વિશ્‍વસનીયતા ગુમાવી ન દે. વિકસતા દેશો માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી વિકાસ માટે કરે છે. પરંતુ તેમ કરતાં તેઓ એવા  દેશો કે જેઓ માહિતી સંચાર ટેકનોલોજી સેવાઓ પુરી પાડે છે, તેમની ઈજારાશાહી હેઠળ આવી જાય છે. વિકસતા દેશોએ વિકસીત દેશો દ્વારા આપવામાં આવેલ આંતરરાષ્‍ટ્રીય માપદંડોનો ઉપયોગ ન કરતાં પોતાના દેશની જરૂરિયાત મુજબ વિકસીત દેશોને માપદંડો નકકી કરવા જણાવવા જોઈએ અને માપદંડો નકકી કરતી સંસ્‍થાઓમાં વિકસતા રાષ્‍ટ્રોની ભાગીદારી વધારવી જોઈએ.

  • રોબર્ટ હગિન્‍સ,માહિતી સંચાર ટેકનોલોજીનું વાતાવરણ અને તેની લગતી આવડતોનો વિકાસ ગ્રામ વિસ્‍તારને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને માહિતી સંચાર ટેકનોલોજીને નવાઆયામથી જોવું અને શીખવું તેની સ્‍પષ્‍ટતા કરતા જણાવે છે કે કમ્‍યુનિટી રિસોર્સ સેન્‍ટરમાં આ સેવાનો લાભ લેવા આવતા ગ્રામજનોને વિડીયો ગેમ્‍સ અને ઈન્‍ટરનેટનો ઉપયોગ કરાવી માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગમાં બાધારૂપ એવી તમામ મુશ્‍કેલીઓને દૂર કરવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે.

  • હર્નાન ગેલ્‍પરીન, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીમાં તાજેતરમાં થયેલ વિકાસ અને તેનો ગ્રામ વિસ્‍તારો માટેના ઉપયોગને ઈન્‍ટરનેટ સાથે ભેળવી દેવામાં આવે તો વિકસતા દેશોના ગ્રામ વિસ્‍તારોનો વિકાસ લાંબા સમય સુધી ટકી રહી શકે. આ ટેકનોલોજીના ઉપયોગથી નેટવર્ક વિકસાવવામાં આવતા ખર્ચમાં ખાસ્‍સો એવો ઘટાડો થઈ શકે તેમ છે. તેમજ ખૂબજ ઓછી વસ્‍તી ધરાવતા વિસ્‍તારોમાં માહિતી પહોંચાડી શકાય. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીની મદદથી દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોના શહેરી વિસ્‍તારોને એજ દેશના અંતરિયાળ વિસ્‍તારોની સાથે જોડવામાં સફળતા મળી છે.
  • ઝાઉ જીન્‍ક, ઈન્‍ટરનેટની મદદથી ચીનના ગામડાઓ કે જે અંતરિયાળ વિસ્‍તારના લોકોને પડતી મુશ્‍કેલીઓ વિશે પ્રાથમિક અને પાયાની માહિતી પૂરી પાડવામાં આવી છે, તેના  પરિણામોનો દ્વારા આપવામાં આવેલ છે જે દર્શાવે છે કે ઈન્‍ટરનેટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ચીનના ગામડાઓનો વિકાસ સાધી શકાયો છે.

  • સ્‍ટેનકા, ઈટાલીમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ સરકારની કાર્યક્ષમતા વધારવામાં તેમજ નાગરિકો અને કોર્પોરેશનો સાથેના જોડાણો-સંબંધો સુધારવામાં ઉપયોગી પૂરવાર થયો છે. ઈટાલીએ કેટલાક વિકસતા દેશોને માહિતી સંચાર ટેકનોલોજી કાર્યક્રમો પૂરા પાડયા છે. ઈટાલીની ઈ-ગવર્નમેન્‍ટ નીતિ સફળ રહી છે. સંશોધક જણાવે છે કે ડિજિટલ ક્રાંતિ ટેકનોલોજીકલ બને તે ખૂબ જ આવશ્‍યક છે, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ઈ-લર્નીગમાં મહત્‍વનો પૂરવાર થયો છે અને એના દ્વારા લોકોને તાલીમ આપવા અને જાણકારી વધારવાનું શકય બન્‍યું છે.
  • અબ્‍બાસી, નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાનનું માળખું, કાર્યક્રમ તેમજ પ્રોજેકટના સ્‍તર ઉપર પ્રકાશ ફેકે છે. આ પ્રોજેકટમાં કેન્‍દ્ર તેમજ રાજયોના સંકલિત પ્રોજેકટોનો સમાવેશ અને તેનો ઘ્‍યેય ખર્ચ ઘટાડવાનો છે, જેથી સ્‍થાનિક લોકો એમાં સહભાગી બની શકે. ભારતમાં ઈ-ગવર્નન્‍સને લાગે વળગે છે ત્‍યાં સુધી વિવિધ સરકારો જૂથ તબકકે પહોંચી છે, એ વિભિન્‍ન પહેલ ગૃપથી કરાવે છે. અસરકારક ઈ-ગવર્નન્‍સ અને નીતિઓ ઘડવા માટે રાજકીય ઈચ્‍છા શકિત આવશ્‍યક છે. પ્રોજેકટ ઘડવા માટેના વિચારો તેમજ અમલનો આધાર જ્ઞાન ઉપર છે, જો કે જુદી જુદી સરકારો આ સંબંધોમાં સમાન સ્‍તરે નથી તેમજ તેમની પાસે જરૂરી નિષ્‍ણાંતો પણ નથી. ઈ-ગવર્નન્‍સમાં માહિતી સંચાર ટેકનોલોજી જ્ઞાનને મજબૂત કરવા માટે સંસ્‍થાકીય કાર્ય વ્‍યવસ્‍થા ખૂબજ આવશ્‍યક છે.

  • ભટનાગર, માહિતી સંચાર ટેકનોલોજી આર્થિક રીતે ઓછા વિકસીત દેશોમાં ડીલીવરી મોડેલ ને દર્શાવે છે તેમજ ભવિષ્‍ય માટેની તકો અને પડકાર પૂરા પાડે છે. ઈ-ગવર્નન્‍સ ઓનલાઈન સેવાની ડિલીવરી અને કાર્યક્ષમતા સિદ્ધ કરવા પ્રયાસો કરે છે. ઈ-ગવર્નન્‍સના લાભો જોઈએ તો એનાથી ભ્રષ્‍ટાચાર ઘટે અને સશકિતકરણના હેતુ સિદ્ધ થાય છે. આ સંદર્ભમાં ઈન્‍કમટેક્ષ ઓન લાઈન (મેકસિકો અને બ્રાઝિલ), કસ્‍ટમ ઓન લાઈન (ભારત અને જમૈકા) તેમજ ગ્રામીણ ઈન્‍ટરનેટ કિયોસ્‍ક જેવા કાર્યક્રમો દર્શાવવામાં આવ્‍યા છે. ગ્રામીણ વિસ્‍તારોમાં ટેકનોલોજીનો પ્રવેશ સમસ્‍યારૂપ છે અને આ સમસ્‍યાઓ ઉકેલવાની જરૂર છે. બેંગલોરમાંની જાહેર સેવાઓના આધારે એવું સૂચન છે કે સેવાઓમાં વધારો થયો છે અને ભ્રષ્‍ટાચારમાં ઘટાડો પણ થયો છે કાર્યક્રમના અમલ માટે સમયનું માળખું તૈયાર કરવું ખૂબ જ મહત્‍વનું છે.
  • ચન્‍દ્રશેખર, ભારત માટેના નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાન (NEGP) ની ચર્ચા કરવામાં આવી છે. NEGP નું વર્ણન કરતા જણાવે છે કે પ્રોજેકટનો અમલ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્‍ચેની ભાગીદારી માટે પણ થાય તે માટે પ્રયત્‍નશીલ છે. NEGP પ્‍લાનનો આર્થિક ઉદારીકરણ તરીકે ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે જેનું ઘ્‍યેય સરકાર તેમજ સરકારની બહાર સ્‍થાપિત થવાનું છે. વિવિધ સરકારોના સંદર્ભમાં NEGP પ્‍લાનનું લક્ષ્ય સરકારી સેવાઓ પૂરી પાડવાનું અને સરકારમાં પારદર્શકતા વધારવાનું છે. NEGP પ્‍લાન યોગ્‍ય રીતે એની કામગીરી બજાવી શકે એ માટે નાગરિકોની ભાગીદારી ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે. ઓન લાઈન સેવાના કારણે કાઉન્‍સીલસીંગ સેવાઓ અને પ્રોજેકટોમાં વધારો થવાની ધારણા છે, એમાં ઉલ્‍લેખવામાં આવ્‍યુ છે કે ખર્ચ ઘટાડવા અને અસરકારકતા વધારવા વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સલામતી પાસાના વધતા જતા ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્‍યો છે.
  • રતન, ઈ-ગવર્નન્‍સ, આંતરમાળખું, કવરેજ, સંકલિત ડિલીવરી દ્ધારા NEGPની પ્રગતિની સંક્ષિપ્‍ત સમીક્ષા કરતા જણાવાયું છે કે NEGPનું ઘ્‍યેય ઈ-ગવર્નન્‍સની ભૂમિકા વધારવાનો છે કે જેથી નાગરિકો એનો મહત્તમ લાભ લઈ શકે. NEGP પ્‍લાન અંગેના કેટલાક પ્રશ્‍નોના ઉકેલ માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્‍યું છે એમાં જણાવાયું છે કે વિશ્‍વ બેંકે ભારતને એના ઈ-ભારત કાર્યક્રમ માટે નાણાંકીય સહાય કરેલ છે.

માહિતી સંચાર ટેકનોલોજીના સંદર્ભે જુદાજુદા ક્ષેત્રોમાં સંચાલિત માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો વિશે સંશોધકો અને સમીક્ષકોએ વિશ્‍લેણાત્‍મક તારણો અને મંતવ્‍યો રજુ કર્યા છે તેનો સાર નીચે પ્રમાણે સંશોધન પેપરમાંથી સંકલિત કરવામાં આવ્‍યો છે.

  • રોબર્ટ હન્‍ટર, કોર્પોરેટ જગતની વધારે કાર્યક્ષમતા અને સરકારની નાગરિકો પ્રત્‍યેની જવાબદારી વિશે માહિતી સંચાર ટેકનોલોજીની મદદથી કોઈપણ વ્‍યકિત કોઈપણ જગ્‍યાએથી ઉપલબ્‍ધ જ્ઞાન દ્ધારા પોતાની સ્‍થાનિક જરૂરિયાતોને સંતોષી પોતાના વિસ્‍તારને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ વિકાસની તકો ઊભી કરવા માટે થવો જોઈએ પણ એની સાથે સાથે આપણે એ તકેદારીઓને ઘ્‍યાનમાં રાખવાની છે કે જેથી માહિતી સંચાર ટેકનોલોજી એની વિશ્‍વસનીયતા ગુમાવી ન દે. વિકસતા દેશો માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી વિકાસ માટે કરે છે. પરંતુ તેમ કરતાં તેઓ એવા  દેશો કે જેઓ માહિતી સંચાર ટેકનોલોજી સેવાઓ પુરી પાડે છે, તેમની ઈજારાશાહી હેઠળ આવી જાય છે. વિકસતા દેશોએ વિકસીત દેશો દ્વારા આપવામાં આવેલ આંતરરાષ્‍ટ્રીય માપદંડોનો ઉપયોગ ન કરતાં પોતાના દેશની જરૂરિયાત મુજબ વિકસીત દેશોને માપદંડો નકકી કરવા જણાવવા જોઈએ અને માપદંડો નકકી કરતી સંસ્‍થાઓમાં વિકસતા રાષ્‍ટ્રોની ભાગીદારી વધારવી જોઈએ.

  • રોબર્ટ હગિન્‍સ,માહિતી સંચાર ટેકનોલોજીનું વાતાવરણ અને તેની લગતી આવડતોનો વિકાસ ગ્રામ વિસ્‍તારને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને માહિતી સંચાર ટેકનોલોજીને નવાઆયામથી જોવું અને શીખવું તેની સ્‍પષ્‍ટતા કરતા જણાવે છે કે કમ્‍યુનિટી રિસોર્સ સેન્‍ટરમાં આ સેવાનો લાભ લેવા આવતા ગ્રામજનોને વિડીયો ગેમ્‍સ અને ઈન્‍ટરનેટનો ઉપયોગ કરાવી માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગમાં બાધારૂપ એવી તમામ મુશ્‍કેલીઓને દૂર કરવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે.

  • હર્નાન ગેલ્‍પરીન, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીમાં તાજેતરમાં થયેલ વિકાસ અને તેનો ગ્રામ વિસ્‍તારો માટેના ઉપયોગને ઈન્‍ટરનેટ સાથે ભેળવી દેવામાં આવે તો વિકસતા દેશોના ગ્રામ વિસ્‍તારોનો વિકાસ લાંબા સમય સુધી ટકી રહી શકે. આ ટેકનોલોજીના ઉપયોગથી નેટવર્ક વિકસાવવામાં આવતા ખર્ચમાં ખાસ્‍સો એવો ઘટાડો થઈ શકે તેમ છે. તેમજ ખૂબજ ઓછી વસ્‍તી ધરાવતા વિસ્‍તારોમાં માહિતી પહોંચાડી શકાય. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીની મદદથી દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોના શહેરી વિસ્‍તારોને એજ દેશના અંતરિયાળ વિસ્‍તારોની સાથે જોડવામાં સફળતા મળી છે.
  • ઝાઉ જીન્‍ક, ઈન્‍ટરનેટની મદદથી ચીનના ગામડાઓ કે જે અંતરિયાળ વિસ્‍તારના લોકોને પડતી મુશ્‍કેલીઓ વિશે પ્રાથમિક અને પાયાની માહિતી પૂરી પાડવામાં આવી છે, તેના  પરિણામોનો દ્વારા આપવામાં આવેલ છે જે દર્શાવે છે કે ઈન્‍ટરનેટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ચીનના ગામડાઓનો વિકાસ સાધી શકાયો છે.

  • સ્‍ટેનકા, ઈટાલીમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ સરકારની કાર્યક્ષમતા વધારવામાં તેમજ નાગરિકો અને કોર્પોરેશનો સાથેના જોડાણો-સંબંધો સુધારવામાં ઉપયોગી પૂરવાર થયો છે. ઈટાલીએ કેટલાક વિકસતા દેશોને માહિતી સંચાર ટેકનોલોજી કાર્યક્રમો પૂરા પાડયા છે. ઈટાલીની ઈ-ગવર્નમેન્‍ટ નીતિ સફળ રહી છે. સંશોધક જણાવે છે કે ડિજિટલ ક્રાંતિ ટેકનોલોજીકલ બને તે ખૂબ જ આવશ્‍યક છે, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ઈ-લર્નીગમાં મહત્‍વનો પૂરવાર થયો છે અને એના દ્વારા લોકોને તાલીમ આપવા અને જાણકારી વધારવાનું શકય બન્‍યું છે.
  • અબ્‍બાસી, નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાનનું માળખું, કાર્યક્રમ તેમજ પ્રોજેકટના સ્‍તર ઉપર પ્રકાશ ફેકે છે. આ પ્રોજેકટમાં કેન્‍દ્ર તેમજ રાજયોના સંકલિત પ્રોજેકટોનો સમાવેશ અને તેનો ઘ્‍યેય ખર્ચ ઘટાડવાનો છે, જેથી સ્‍થાનિક લોકો એમાં સહભાગી બની શકે. ભારતમાં ઈ-ગવર્નન્‍સને લાગે વળગે છે ત્‍યાં સુધી વિવિધ સરકારો જૂથ તબકકે પહોંચી છે, એ વિભિન્‍ન પહેલ ગૃપથી કરાવે છે. અસરકારક ઈ-ગવર્નન્‍સ અને નીતિઓ ઘડવા માટે રાજકીય ઈચ્‍છા શકિત આવશ્‍યક છે. પ્રોજેકટ ઘડવા માટેના વિચારો તેમજ અમલનો આધાર જ્ઞાન ઉપર છે, જો કે જુદી જુદી સરકારો આ સંબંધોમાં સમાન સ્‍તરે નથી તેમજ તેમની પાસે જરૂરી નિષ્‍ણાંતો પણ નથી. ઈ-ગવર્નન્‍સમાં માહિતી સંચાર ટેકનોલોજી જ્ઞાનને મજબૂત કરવા માટે સંસ્‍થાકીય કાર્ય વ્‍યવસ્‍થા ખૂબજ આવશ્‍યક છે.

  • ભટનાગર, માહિતી સંચાર ટેકનોલોજી આર્થિક રીતે ઓછા વિકસીત દેશોમાં ડીલીવરી મોડેલ ને દર્શાવે છે તેમજ ભવિષ્‍ય માટેની તકો અને પડકાર પૂરા પાડે છે. ઈ-ગવર્નન્‍સ ઓનલાઈન સેવાની ડિલીવરી અને કાર્યક્ષમતા સિદ્ધ કરવા પ્રયાસો કરે છે. ઈ-ગવર્નન્‍સના લાભો જોઈએ તો એનાથી ભ્રષ્‍ટાચાર ઘટે અને સશકિતકરણના હેતુ સિદ્ધ થાય છે. આ સંદર્ભમાં ઈન્‍કમટેક્ષ ઓન લાઈન (મેકસિકો અને બ્રાઝિલ), કસ્‍ટમ ઓન લાઈન (ભારત અને જમૈકા) તેમજ ગ્રામીણ ઈન્‍ટરનેટ કિયોસ્‍ક જેવા કાર્યક્રમો દર્શાવવામાં આવ્‍યા છે. ગ્રામીણ વિસ્‍તારોમાં ટેકનોલોજીનો પ્રવેશ સમસ્‍યારૂપ છે અને આ સમસ્‍યાઓ ઉકેલવાની જરૂર છે. બેંગલોરમાંની જાહેર સેવાઓના આધારે એવું સૂચન છે કે સેવાઓમાં વધારો થયો છે અને ભ્રષ્‍ટાચારમાં ઘટાડો પણ થયો છે કાર્યક્રમના અમલ માટે સમયનું માળખું તૈયાર કરવું ખૂબ જ મહત્‍વનું છે.
  • ચન્‍દ્રશેખર, ભારત માટેના નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાન (NEGP) ની ચર્ચા કરવામાં આવી છે. NEGP નું વર્ણન કરતા જણાવે છે કે પ્રોજેકટનો અમલ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્‍ચેની ભાગીદારી માટે પણ થાય તે માટે પ્રયત્‍નશીલ છે. NEGP પ્‍લાનનો આર્થિક ઉદારીકરણ તરીકે ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે જેનું ઘ્‍યેય સરકાર તેમજ સરકારની બહાર સ્‍થાપિત થવાનું છે. વિવિધ સરકારોના સંદર્ભમાં NEGP પ્‍લાનનું લક્ષ્ય સરકારી સેવાઓ પૂરી પાડવાનું અને સરકારમાં પારદર્શકતા વધારવાનું છે. NEGP પ્‍લાન યોગ્‍ય રીતે એની કામગીરી બજાવી શકે એ માટે નાગરિકોની ભાગીદારી ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે. ઓન લાઈન સેવાના કારણે કાઉન્‍સીલસીંગ સેવાઓ અને પ્રોજેકટોમાં વધારો થવાની ધારણા છે, એમાં ઉલ્‍લેખવામાં આવ્‍યુ છે કે ખર્ચ ઘટાડવા અને અસરકારકતા વધારવા વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સલામતી પાસાના વધતા જતા ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્‍યો છે.
  • રતન, ઈ-ગવર્નન્‍સ, આંતરમાળખું, કવરેજ, સંકલિત ડિલીવરી દ્ધારા NEGPની પ્રગતિની સંક્ષિપ્‍ત સમીક્ષા કરતા જણાવાયું છે કે NEGPનું ઘ્‍યેય ઈ-ગવર્નન્‍સની ભૂમિકા વધારવાનો છે કે જેથી નાગરિકો એનો મહત્તમ લાભ લઈ શકે. NEGP પ્‍લાન અંગેના કેટલાક પ્રશ્‍નોના ઉકેલ માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્‍યું છે એમાં જણાવાયું છે કે વિશ્‍વ બેંકે ભારતને એના ઈ-ભારત કાર્યક્રમ માટે નાણાંકીય સહાય કરેલ છે.
  • માથુર અક્ષય, માહિતી સંચાર ટેકનોલોજી નો ઉપયોગ ભારતના ગામડાઓના વિકાસ માટે અને બીજા વિકસતા રાષ્‍ટ્રોના ગામડાઓ માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તેમજ આ ગ્રામીણ ભારતની વસ્‍તીને વિકાસની રેખામાં કઈ રીતે આવરી લેવાય અને શહેરોમાં મળતી સુવિધાઓ ગામોમાં કઈ રીતે ઉપલબ્‍ધ કરાવી શકાય તેના ઉપર પણ પ્રકાશ ફેંકવામાં આવ્‍યો છે. આ એક વિકાસનો મુદ્દા છે પણ તેનો અર્થ એ નથી કે ગ્રામ વિકાસ માટે માત્રને માત્ર સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ એ જ ભાગ ભજવવાનો હોય છે. પરંતુ ગામોના વિકાસ માટે ખાનગી સંસ્‍થાઓએ પણ માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગનો વ્‍યાપ વધારવા માટે પહેલ કરવી પડશે કે જેથી કરીને અત્‍યાર સુધી જયાં વિકાસની તકો ઊભી નથી થઈ તેવા વિસ્‍તારને પણ આગળ લાવવામાં મદદરૂપ થશે. ટેકનોલોજીની મદદથી માહિતીના સ્‍ત્રોત કે જેઓ અત્‍યાર સુધી ખૂબ મોંઘા હતા તે સસ્‍તી કિંમતે મળી રહેશે અને આ માહિતી સંચાર ટેકનોલોજી બાબતને શકય બનાવવામાં મહત્‍વનો ફાળો ભજવશે.
  • બોવોન્‍ડર, ગામડામાં રહેતી પ્રજાને સંદેશા વ્‍યવહારના સાધનોની ઉપલબ્‍ધતા પ્રમાણમાં ઓછી હોય છે. સંદેશા વ્‍યવહારની કિંમત વધારે એટલા માટે હોય છે કે તે પુરા પાડવા માટે વપરાતી ટેકનોલોજીની કિંમત પણ વધારે હોય છે પણ જો વાયરલેસ સેવાનો ઉપયોગ કરવામાં આવે તો માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મની મદદથી આ ખર્ચ ઘટાડી શકાય છે. આવા પ્‍લેટફોર્મ ઊભા કરવાથી સંદેશા વ્‍યવહારની સેવાઓ ખૂબ મોટા પ્રમાણમાં ગામડાઓ સુધી પહોંચાડી શકાશે. આ એક પબ્‍લિક પ્રાઈવેટ ભાગીદારીની મદદથી થઈ શકે અને ગામડાઓ વચ્‍ચે જે તકનિકી ભાગલા પડયા છે તેને ઓછા કરવામાં સારી એવી સફળતા મળી છે

પ્રકરણ : ૪ માહિતી સંચારટેકનોલોજી અમલીકરણ પ્રકિ્યા

ભારતમાં વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથેસાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે, એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્‍યોની સ્‍થાપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્‍યારે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્‍યાઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્‍નો કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્‍વસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્‍પોષિત વિકાસ પ્રક્રિયાનું બિન્‍દુ બની ચુકી છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate