অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ અને પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવી આપવા મદદરૂપ થવાનો છે. આ માટે, ડીજીટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઈ-પશુ હાટ નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓન-લાઈન માર્કેટ કે બજાર વેબ પોર્ટલના સ્વરૂપમાં ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની જન્મ તારીખ નિમિત્તે ર૬ નવેમ્બર, ર૦૧૬ના રોજ ભારત સરકારના કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી રાધા મોહનસિંહ દ્વારા ખૂલ્લું મૂકવામાં આવ્યું. વેબ પોર્ટલ એટલે એક પ્રકારની વેબસાઈટ કે જેના પર વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ હોય. આ ઈ-પશુ હાટના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકો પશુધન, ફ્રોઝન વીર્ય, ફ્રોઝન ગર્ભ વગેરે ઘેર બેઠા જ મેળવી શકે છે. ઈ-પશુ હાટના માધ્યમથી એક રાજયનો ખેડૂત અન્ય રાજયના પશુધનને સરળતાથી મેળવી શકશે. આ માટે તેમણે માત્ર ઈ-પશુ હાટ વેબસાઈટ (https:epashuhaat.gov.in) પર ઈન્ટરનેટના માધ્યમથી લોગીન થવાથી પશુધનની લેવડ-દેવડ કરી શકે છે.

તાજેતરના સમયમાં ડેરી ઉત્પાદન મોટે ભાગે નીચે જવા લાગ્યું છે. પશુધનનાં વેપાર સાથે સંકળાયેલ ખેડૂતો પર્યાપ્ત પશુધન ન મળવાથી તેમનું ઉત્પાદન મેળવી શકતા નથી. આવા સંજોગોમાં, કેન્દ્ર સરકારે સમગ્ર રાષ્ટ્રમાં ખેડૂતો માટે તેમના પશુધન વેપાર કરી શકે છે.

ગર્ભ, વીર્ય તેમજ અન્ય ઉપલબ્ધ જોગવાઈઓ માટે ખરીદી અને વેચાણ કરી દૈનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય.

ઈ-પશુ હાટના ફાયદાઓ :

  • આ એક ઓન-લાઈન પાર્ટલ છે. ખેડૂતો તેમના ઈચ્છિત પશુધન મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી. આ ઓનલાઈન પોર્ટલની મદદથી એક રાજ્યના ખેડૂતો અન્ય રાજ્યના ખેડૂતો સાથે વેપાર કરી શકે છે. આ પોર્ટલ હેઠળ હોમ ડીલિવરીની જોગવાઈ છે. પોર્ટલની મદદથી પશુધન ખરીદનાર ખેડૂતને કોઈ પણ જગ્યાએ ગયા વગર તેમના ઘરે પશુધન તેમના ઘરે મેળવી શકે છે.
  • હાલના સમયમાં પશુધન માટે કોઈ સંગઠિત બજાર નથી. આ વેબ પોર્ટલ ખેડૂતો માટે સૌ પ્રથમ સંગઠિત પશુધન બજાર હશે.
  • ઈ-પશુ હાટ હેઠળ પશુધનની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા યોગ્ય પરિવહન વ્યવસ્થા છે પરિણામે પશુધનને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવું શક્ય બન્યું છે.

પોર્ટલનો ઉપયોગ :

ખેડૂતમિત્રો નીચેના પગલાઓને અનુસરી ઈ-પશુ હાટ પોર્ટલનો ઉપયોગ કરી શકશે.

(૧) ઈ-પશુ હાટની વેબ સાઈટ https://epashuhaat.gov.in/ ની મુલાકાત લો.

(૨) ત્યારબાદ LOGIN બટન પર ક્લિક કરી સાઈટની મુલાકાત લઈ શકાય છે. જો તમે નવા વપરાશકર્તા હોય તો | NEW REGISTRATION બટન પર ક્લિક કરવાથી ખેડૂત મિત્રો FARMER REGISTRATION પર જઈ તેમની નોંધણી કરાવી શકે છે.

૩) ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ આધાર નંબર નાખ્યા બાદ વેરિફિકેશન કર્યા બાદ યુઝર નેમ અને પાસવર્ડ તેમજ અન્ય જરૂરી વિગતો નાંખી રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

(૪) રજિસ્ટ્રેશન કર્યા બાદ Login ID અને Password એ તમારા પોર્ટલ વપરાશ માટે સતાવાર કે અધિકૃત ID બને છે.

(૫) એક વખત નોંધણી કર્યા બાદ તમે આ પોર્ટલના માધ્યમથી પશુધનને આનુસંગિક ટ્રેડિંગ કરી શકો છો.

પરિણામ :

  • ર૬મી નવેમ્બર ૨૦૧૬માં વેબસાઈટ લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં એટલે કે ૧૯મી જૂન ૨૦૧૭ સુધીમાં ૪,૭૯,૩૮૧૭૦ ફ્રોઝન વીર્યના ડોઝ ઉત્પાદિત થયેલ છે અને ૩,૩૮,૨૭,૪૨૧ ફ્રોઝન વીર્યના ડોઝનું વેચાણ થયેલ છે.
  • આ તમામ માહિતી ખેડૂતોને તેમની માતૃભાષામાં મળે તેની પણ કાળજી રાખવામાં આવી છે. ભાષાની પસંદગી Language મેનુમાંથી કરી શકીએ છીએ.

  • આ સિવાય જીવાણુ જીવ દ્રવ્ય (જર્મ-પ્લાઝમ) માર્કેટ પ્લેસ, ઈ-લર્નિંગ, વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) હેલ્પ-ડેસ્ક વગેરે જેવી માહિતી આપેલ છે.

ઈ-પશુ હાટ એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પશુપાલન અને ડેરી ક્ષેત્ર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં આ પ્રકારનું પોતાની જાતનું આગવું અને અનન્ય પગલું છે. આ સેવાનો દરેક ખેડૂતમિત્રોએ લાભ લેવો જોઈએ.

કૃષિગોવિધા ઑગષ્ટ-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : સળંગ અંક : ૮૩ર

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate