অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સફળવાત : પાપડીની નવી જાત-જી.એન.આઈ.બી.-ર૧

સફળવાત : પાપડીની નવી જાત-જી.એન.આઈ.બી.-ર૧

ગુજરાત રાજયમાં તાપી જીલ્લો શાકભાજી પાકો જેવા કે ભીંડા, મરચાં, રીંગણ, વેલાવાળા શાકભાજીની વ્યાપારિક ધોરણે ખેતી કરવા માટે અને પાપડીની દેશી જાતો કિચન ગાર્ડનમાં કરવા માટે જાણીતું છે. પરંતુ સારી ગુણત્તાવાળા બિયારણની ઉપલબ્ધતાથી ખેડૂતો વર્ષોથી વંચિત &તા. આ બાબતને ધ્યાને લેતાં નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા પાપડીની વ્યાવસાયિક ધોરણે ખેતી કરવા માટે ખેડૂતોને પાપડીની વધારે ઉત્પાદન આપની, વહેલી પાકતી અને ઓછા ખર્ચે વધારે આવક આપની જીત-જી.એન.આઈ.બી.ર૧ આપવામાં આવી. આછા લીલા રંગની, ૪ થી પ દાણાવાળી અને પાપડીનું વજન વધારે હોય છે. આ જીત આંતરપાક તરીકે લાંબાગાળાના પાકો જેવા કે શેરડી, દિવેલા, તુવેર અને અન્ય ફળપાકોમાં લઈ શકાય છે જેથી વધારાની આવક મેળવી શકાય. આ જીતને મોડા ચોમાસાથી મૌડા શિયાળા સુધી દક્ષિણ ગુજરાત માટે ભલામણ કરેલ છે.

આ જાતના વર્ષ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮માં કુલ ૧૨૩ નિદર્શનો તાપી જીલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર, વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકાનોમાં ગોઠવવામાં આવ્યા દેતા. આ જીતનું એક નિદર્શન વ્યારા તાલુકાના ડોલારા ગામમાં શ્રી ભીમાભાઈ જીતાભાઈ ગામીતના ખેતરે પણ ગોઠવવામાં આવ્યું હતું. તેઓએ આ જાત-જી.એન.આઈ.બી.-૨૧નું વાવેતર સપ્ટેમ્બર ૨૦૧૩માં  ૦.૧ હેકટર વિસ્તારમાં નીકપાળા પદ્ધતિથી ક્યું હતું.

પરિણામ:

આ જાતનું ઉત્પાદન નવેમભર ૨૦૧૭માં શરૂ થયું. અને દર ૨ થી ૩ દિવસના અંતરે પાપડી તોડવામાં આવતી હતી. આ રીતે ફ્રેબુઆરી સુધીમાં કુલ ૩ થી ૩૫ વીણી. થઈ અને દરેક વીણીમાં ર0 થી 30 કિલો જેટલી પાપડીનું ઉત્પાદન થયું હતું જે એમના પત્ની દાટ બજારમાં અને લોકલ બજારમાં વેચતાં હતાં જેથી ભક્તરભાવ (સરેરાશ ૨૩ થી ૪ ૨ કિ.ગ્રા.) પણ વધારે મળ્યો હતો.

ખર્ચ અને આવક

૦.૧૦ હેકટર વિસ્તારમાં કરેલ પાપડીની ખેતીમાં થચેલ ખર્ચ અને આવક

પાપડીની આ જાતની રોપણીથી ભીમાભાઈને બીજ શાકભાજી પાકો કરતાં સતત વધારે અને સારી આવક ઓછા ખર્ચે મળી છે કારણ કે પાપડીની જાતમાં ફુટનું પ્રમાણ વધારે (૧૦ થી ૧૫) હોય છે અને દરેક ફુટ ઉપર ૩૦ થી ૩૫ પાપડીમાં ૪ થી ૫ દાણા હોય છે અને પાપડીનું વજન વધારે તથા રંગ લીલો હોવાથી ખેડૂતોમાં માંગ પણ વધારે હતી.

ડૉ. પ્રવીણ કુમાર મોદી , ડૉ. સચિન એમ. ચવાન, ડૉ. પ્રમોદકુમાર વર્મા - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા જી. તાપી - ૩૯૪ ૬૫0

સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ: ૭૧, અંક: ૮, સળંગ અંક: ૮૪૮

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate