વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બગીચાએ બદલી ગામની સૂરત

બાળકોએ બનાવેલા બગીચાએ બદલી ગામની સૂરત

બાળકોએ બનાવેલા બગીચાએ બદલી ગામની સૂરત

પશ્ચિમ મિદનાપુરના આદિવાસી ગામ બલીયાઘાટીમાં અત્યંત નીચી આવક ધરાવતા લોકો વસે છે, જ્યાં આરોગ્ય અને પોષણની પાયાની સુવિધાઓનો અભાવ છે. સ્થાનિક સંગઠન એનપીએમએસ આ સ્થિતિ બદલવા માટે લાંબા સમયથી લડી રહ્યું છે. છેક 2006થી ડીઆરસીએસસીએ એનપીએમએસ સાથે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં પર્યાવરણ અને કુદરતી સંસાધનો સંબંધિત પ્રશિક્ષણ અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓમાં 12થી 15 વર્ષની વયના બાળકોને સાંકળી લેવામાં આવ્યા હતા.

બલીયાઘાટી એવો વિસ્તાર છે, જ્યાં કુદરતના બે સૌથી વિનાશક અને ભયાનક સ્વરૂપો, પૂર અને દુકાળ જોવા મળે છે અને તદ્દન ગરીબ લોકો માટે કુદરતની આ કઠીનતાઓને જીવનના ભાગ તરીકે સ્વીકારવા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી. શાકભાજી તેમના રોજિંદા આહારનો ક્યારેય હિસ્સો બની નથી. જુન 2008માં શાકભાજીના બીયારણના લગભગ 200 પેકેટ 30 બાળકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. તે પૈકીના 18 બાળકો તેમના પોતાના ઘરમાં બગીચા બનાવી શક્યા હતા.

જૂથના અન્ય બાળકોના પ્રયાસો પૂરના પાણીમાં ધોવાઈ ગયા હતા. પેકેટમાં કોબી, ગલકાં, તૂરીયા, દૂધી, શકરીયા, ચોળા, યમ બીન, સોયાબીન, કાકડી, કારેલા, ભીંડો, પાલક, તરુકલા વગેરેના બીજ આપવામાં આવ્યા હતા. એમાંની કેટલીક શાકભાજી તો એમણે અગાઉ ક્યારેય જોઈ જ નહોતી, એટલે તેને ખાવામાં તેઓ ખચકાટ અનુભવતા હતા. પાછળથી, એનપીએમએસે આવી ઓછી પ્રચલિત શાકભાજીને લોકપ્રિય બનાવવા તેમને રાંધીને લોકોને પીરસી હતી. બાળકોએ પોતે તૈયાર કરેલા કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટનો જમીનને ફળદ્રુપ કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો. 3-4 મહિનાના ગાળામાં દરેકને સરેરાશ 150 કિલો શાકભાજી પ્રાપ્ત થયા. બાળકોએ પોતે હાથ ધરેલી પ્રવૃત્તિઓ, જોવા મળેલા પરિવર્તનો, થયેલી પ્રક્રિયાઓ, કીટક હુમલાની ઘટનાઓ અને તેના પ્રકાર, વનસ્પતિઓના જીવનચક્ર, બીજાંકુરનો દર તથા પેદાશનો જથ્થો અને ગુણવત્તાની વિગતવાર નોંધ રાખી હતી. આ નોંધોએ બાળકોને તેની પાછળ રહેલા વિજ્ઞાનની ઝાંખી કરાવી હતી. માતાપિતાએ પણ સમગ્ર કામગીરીમાં નોંધપાત્ર રસ દાખવ્યો હતો.

પર્યાવરણ જૂથના બાળકો અને તેમના માતાપિતા ઉપરાંત હવે અન્ય ગ્રામજનોને પણ આ શાકભાજી ખાવાની તક સાંપડી રહી છે, કેમ કે બાળકોએ તેમના જાગૃતિ અભિયાનના ભાગરૂપે વધારાની શાકભાજી તેમને વહેંચી છે, જેથી તમામ ગ્રામજનો તેમના પોતાના વાડામાં આવા બગીચા બનાવવાના લાભો જાણી શકે.

આ પ્રવૃત્તિને ઇન્ડીયનલાઇફ દ્વારા મદદ મળી હતી.

સ્રોત : ડીઆરસીએસસી ન્યૂઝ, અંક 3

3.16666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top