હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ખેતી માટે બનાવ્યું ‘નેક્યુ’ સાધન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખેતી માટે બનાવ્યું ‘નેક્યુ’ સાધન

ટ્રેક્ટર વડે કરવા જતાં ખર્ચ વધી જાય છે

વધતી જતી મોંઘવારી અને ખેતીના ખર્ચને પહોચી વળવા માટે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખેડૂત સાહસિક દ્વારા માત્ર 2,800 જેવા નજીવા ખર્ચે “નેકયુ” નામનું સાધન બનાવી ઊભા પાકની આજુબાજુ ઊગી નીકળતા નફ્ફટીયા ઘાસને દૂર કરવા બળદ સાથે હળની જેમ જોડી નીંદામણ કરવામાં આવે છે. ડીઝલ -પેટ્રોલના વધતા જતા ભાવ વચ્ચે જ્યાં ખર્ચ 6,000 થી 10,000 થાય છે ત્યાં માત્ર 2,800 ના સાધન વડે આ કામગીરી ઓછા ખર્ચે સુપેરે પાર કરી શકાય છે.

એક તરફ ઓછો વરસાદ અને બીજી તરફ ઊભા પાકને બચાવાની જહેમત વચ્ચે મોંઘવારી સાથે વધતાં જતાં ખેતીના ખર્ચને અંકુશમાં લેવા માટે ખેડૂતો અવનવા પ્રયાસો કરતાં રહે છે. જ્યાં આધુનિક ટેક્નોલોજીની દેણ એવા ખેતર માટેના ટ્રેક્ટર વડે ખેતી કરવી સરળ છે ત્યાં વધતાં જતાં ડીઝલના ભાવના કારણે ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓછા ખર્ચે ઊભા પાકને સારી માવજત કરી શકાય તે માટે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતેના ખેડૂત આબીદ ગૌરી ધારાએ ખેતીમાં ઊભા પાક સાથે ઊગી નીકળતા નફફ્ટીયા ઘાસ તેમજ બિન જરૂરી છોડના નીંદામણ  માટે માત્ર 2,800ના ખર્ચે “નેકયુ”  નામનું સાધન જાતે વિકસાવ્યું છે.

જ્યાં ટ્રેક્ટર વડે આ કામગીરીનો ખર્ચ અંદાજિત 6,000 થી 10 ,000 સુધી થાય છે .અને મોટા ખેતરો હોય તો આનાથી પણ વધી જાય છે. ત્યાં ખેડૂતો કરકસરયુક્ત ખર્ચ વડે પાકની સારી રીતે માવજત થઈ શકે તેવા આ સાધન બનાવી હાલ પોતાના ખેતરમાં રહેલા દિવેલાના ઊભા પાકની બળદ સાથે હળની જેમ જોડી માવજત કરી રહ્યા છે. આ વર્ષે ખેડૂતો માટે ઓછો વરસાદ અને જીવાત પડવાના ડર વચ્ચે  રાજ્ય સરકારે સહાય આપવી જોઈએ.

ટ્રેક્ટર કરતાં ઓછા ખર્ચે કામગીરી કરી શકાય છે

જ્યાં ઊભા પાક સાથે ઊગી નીકળતા બિંજરૂરી વનસ્પતિ ઓ દૂર કરવા માટે ટ્રેક્ટર વડે કરવા જતાં ખર્ચ વધી જાય છે તો પાક ની માવજત પણ વધુ તકેદારી સાથે કરવી પડે છે ત્યાં આ સાધન થી સરળતા થી કરી શકાય છે. : આબીદ સલીમ ઘોરી ખેડૂત, નવાગામ કરારવેલ

શિવરાજપુરના જીવરાજભાઇ રાદડીયા ૧૫ વીઘા જમીન ધરાવે છે. તેમાં તેમણે ૬ વીઘામાં ટપક સિંચાઇ પધ્ધતિથી કપાસનો પાક વાવ્યો છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણી તો ખૂટી ગયા છે. પરંતુ ટપક સિંચાઇથી તેમણે કપાસમાં દોઢુ ઉત્પાદન મેળવ્યું છે. ટપક સિંચાઇ પધ્ધતિથી પાણીનો બગાડ પણ થતો નથી. જીવરાજભાઇના પુત્ર સુભાષભાઇ હાલ જસદણમાં યશ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ નામની દુકાન ચલાવી રહ્યા છે. પરંતુ ખેતી વિશે તેઓ બહોળુ જ્ઞાન ધરાવે છે. સુભાષભાઇનું કહેવું છે કે, અમારી પાસે પાણીના સ્ત્રોતમાં એક કૂવો અને એક બોર છે. ઉનાળામાં કૂવામાં પાણી જતું રહે છે. જ્યારે બોરમાં થોડુઘણું પાણી રહે છે. ટપક સિંચાઇ પધ્ધતિથી શરૂઆતમાં ૫ હોર્સપાવરની ઇલેક્ટ્રીક મોટર ૧૦ મિનિટ ચાલે એટલે પાંચ વીઘામાં કપાસના પાકને ઉગાડી શકાય છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિ વગર ક્યારા કરીને પાણી પાવામાં આવે તો ૮-૧૦ કલાક મોટર ચાલે ત્યારે પાંચ વીઘામાં કપાસનો પાક ઉગાડી શકાય. ચોમાસમાં પૂરતું પાણી હોય છે. પરંતુ દિવાળી પછી જ પાણીની ખેંચ વર્તાય છે અને ત્યારે ટપક સિંચાઇ આર્શીવાદરૂપ નિવડે છે. ઓછા પાણીએ કપાસનું આરામથી પિયત થઇ જાય છે. ટપક સિંચાઇ પધ્ધતિથી થતા ફાયદા વિશે સુભાષભાઇ આગળ જણાવે છે કે, આ પધ્ધતિ અપનાવાથી ખેડૂતોને પાકનું નિંદામણ કરવું પડતું નથી. આથી નિંદામણની મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવતા ન હોય તેવા ખેડૂતોને ક્યારામાં છૂટક રાસાયણિક ખાતરનો છંટકાવ કરવો પડે છે. આથી ખાતરનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થઇ જાય છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિમાં એક બેરેલમાં ખાતરને ઓગાળી મશીનમાં સેટીંગ કરી પાણીની સાથે ભેળવી દેવામાં આવે છે. આથી કપાસના છોડને જરૂરિયાત મુજબનું જ ખાતર મળે છે અને વિકાસ જલ્દી થાય છે. આ પધ્ધતિથી ૫૦ ટકા રાસાયણિક ખાતરમાં ખર્ચ ઘટી જાય છે. સુભાષભાઇ કહે છે કે, આ પધ્ધતિ અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અપનાવી છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિ નહોતી ત્યારે અમારે વીઘે કપાસનો ઉતારો ૧૫-૨૦ મણનો આવતો હતો. પરંતુ આ પધ્ધતિ અપનાવતા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કપાસનો ઉતારો વીઘે વધીને ૨૫-૩૦ મણનો આવવા લાગ્યો છે અને તે પણ પહેલાના ખર્ચ કરતા અડધા ખર્ચમાં. સુભાષભાઇને ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે આ પધ્ધતિ અપનાવાનો વિચાર આવ્યો. ખાસ વાત એ છે કે, થોડુઘણું પાણી હોય તો નબળા વર્ષમાં કપાસના પાકને આરામથી પકવી શકાય છે. વળી પાકમાં રોગનું પ્રમાણ પણ ઓછુ આવે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના બધા ખેડૂતો ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવે તો ખેતીને વધારે હરિયાળી બનાવી શકાય

સ્ત્રોત: દિવ્યભાસ્કર

 

3.01818181818
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
Vinay Pandit Jul 29, 2016 11:10 PM

અહિં આપવામા આવેલી વિગત અપૂરતી છે.આખા લેખ મ એકજ વાત વારંવાર પુનરાવર્તન પામે છે.સાધનની માહીતી આપેલ નથી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top