অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાયોડીઝલ:ભવિષ્યનું ઇંધણ

પેટ્રોલ, ડીઝલના વપરાશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ વધી હી છે. અત્યારે આ સમસ્યાઓ અને જરૂરિયાતોને સંતોષવા માટે બાયોડીઝલની જાણકારી જરૂરી બની રહી છે. સામાન્ય રીતે બાયોડીઝલ, રતનજ્યોત, મહૂડો, સોયાબીન, સરસવ, સૂર્યમુખી, રસોઈમાં વપરાશમાં લીધેલ તેલ, તૈલી વૃક્ષો, પ્રાણીઓની ચરબી અને બિનઉપયોગી તેલ તેમજ કેટલીક શેવાળમાંથી બનાવવામાં આવે છે. જેમાંની રતનજ્યોતના બીજમાંથી મળતુ તેલ અંદાજીત ૧૮૯૦ લિટર હેકટર વર્ષ છે.

 

બાયો ડીઝલ એટલે શું?

બાયોડીઝલ એક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે, જે વનસ્પતિ તેલ તેમજ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવે છે. જેને ટ્રાન્સએ અરીફિકેશનની એક કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે. વનસ્પતિ તેલમાં ફેટ્ટી એસિડ આવેલા હોય છે જેમને આ પ્રોસેસની મદદથી મોનોઆલ્કલીમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

ટ્રાન્સએસ્ટરીફિકેશન પ્રોસેસ :

સામાન્ય રીતે વનસ્પતિ તેલમાંથી બાયોડીઝલ બનાવવા આ પ્રોસેસનો ઉપયોગ થાય છે જેમાં મીથેનોલ, સોડિયમ હાઈડ્રોકસાઈડ/પોટેશ્યમહાડ્રોકસાઈડ (આલ્કલી) ઉદ્વિપક તરીકે લેવામાં આવે છે. બાયોડીઝલ બનાવવા માટે મુખ્ય પરિબળો, વનસ્પતિ તેલનું તાપમાન અને ઉમેરવામાં આવતા ઉદ્વિપક ઉમેરવામાં આવતા ઉદ્વિપક અને મીથેનોલની માત્રા પર આધાર રાખે છે. સૌ પ્રથમ ૧ લિટર વનસ્પતિ તેલને પપ થી ૬૦° સે. તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ૧ થી ૧.૫% જેટલો સોડિયમ હાઈડ્રોકસાઈડ અને ૨૦ % મીથેનોલનાં દ્રાવણને ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને ૧ થી ૩ કલાક સુધી હલાવી ઠંડુ કરવામાં આવે છે. ઠંડુ થયા બાદ તેલમાંથી ગ્લીસરીન બાયોડીઝલ છૂટ્ટ પડે છે. મિશ્રણની અંદર ગ્લીસરીન નીચેના ભાગે અને બાયોડીઝલ ઉપરના ભાગ તરી આવે છે. મળેલ બાયોડીઝલને હૂંફાળા પાણીની મદદથી ત્રણ થી ચાર વાર ધોવામાં આવે છે જેના કારણે બાયોડીઝલમાં રહેલ સોડિયમ હાઈડ્રોકસાઈડ પાણી સાથે રહી નીકળી જાય છે.

નોંધ: વનસ્પતિ તેલમાં જો ફેટ્ટી એસિડનું પ્રમાણ વધારે હોય તો, પ્રથમ એસ્ટરીફીકેશનની પ્રોસેસ કરવામાં આવે છે. અને ત્યાર બાદ ટ્રાન્સએસ્ટરીફિકેશન પ્રોસેસ કરવામાં આવે છે.

બાયોડીઝલ વપરાશના ફાયદાઓ :

  • બાયોડીઝલ એક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે જેનો ઉપયોગ પેટ્રોલિયમ ડીઝલની જેમ વાપરી શકાય છે.
  • બહોળા પ્રમાણમાં વનસ્પતિ તેલનું ઉત્પાદન કરવાથી બાયોડીઝલ બનાવવામાં આર્થિક રીતે ફાયદો થઈ શકે છે.
  • બાયોડીઝલ એ પેટ્રોલિયમ ડીઝલની સરખામણીમાં ઓછા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે.
  • અન્ય બળતણની સરખામણીએ ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન ૪૧% જેટલું ઓછું થાય છે.
  • બાયોડીઝલનો ફલેશ પોઈન્ટ ૧૫૦°સે. કરતા વધારે હોવાથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે છે તેમજ તે નોનટોક્ષિક અને બાયો-ડીગ્રેડેબલ છે.

બાયોડીઝલની ચકાસણી :

બાયોડીઝલ બન્યા બાદ તેની ચકાસણી (ASTM D6751ની પ્રક્રિયા મુજબ) કરવામાં આવે છે જેમાં બાયોડીઝલની ગુણવત્તા તેમજ બળતણની વિશિષ્ટતા ચકાસવામાં આવે છે.

બાયોડીઝલ વાપરતા એજીનની કામગીરી પર અસર

બાયોડીઝલનો સીટેન નંબર વધારે હોવાથી ડીઝલ એન્જનની અંદર બાયોડીઝલ જલ્દીથી સળગે છે અને અવાજ ઓછો ઉત્પન્ન કરે છે.

બાયોડીઝલનો સીટેન નંબર વધારે હોવાથી તેની ઉષ્મા શક્તિ ઓછી હોવાના કારણે દેશના અર્થતંત્ર પર બહુ અસર પડતી નથી. જુદીજુદી સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા બાયોડીઝલનું ૧૬ મિલિયન માઈલ્સ સુધી ઉપયોગ કરતા માલૂમ પડ્યું કે એન્જનના ટોર્ક, હોર્સપાવર તેમજ અર્થતંત્ર પર બહુ  અસર પડતી નથી. ડીઝલ બળતણમાં રહેલ લીલાપણુને લીધે એન્જનમાં આવેલ એજીન ફયુઅલ ઈજેકશન પંપ અથવા ફયુઅલ ઈજેક્ટરમાં થતા ધર્ષણને રોકવા માટે જવાબદાર હોય છે. વધારે લીલાપણાના કારણે એજીનના પાની કાર્યક્ષમતા અને એન્જન વધારે સમય સુધી સારી રીતે ચાલે છે. જો ડીઝલની અંદર ૨% સુધી બાયોડીઝલ ઉમેરવામાં આવે તો ડીઝલનું ૬૫% સુધી લીલાપણું વધારી શકાય છે.

સામાન્ય ડીઝલ ઠંડા પ્રદેશમાં જેલ અથવા ગઠ્ઠા બાજી જાય છે એવું જ બાયોડીઝલમાં પણ થાય છે. પરંતુ બાયોડીઝલનો કલાઉડ અને પોર પોઈન્ટ વધારે હોય છે જ્યારે ૨૦% સુધી બાયોડીઝલ સામાન્ય ડીઝલમાં ઉમેરવામાં આવે તો જેલ અથવા ગઠ્ઠા બાજવાની અસર વધારે દેખાય છે. આને અટકાવવા માટે વિન્ટર ગ્રેડ ડીઝલ અથવા કોલ્ડ ફલો એડિટિસ વાપરવામાં આવે છે.

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate