હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / ખેતીમાં ગુણવત્તા / છોડ માટે સુક્ષ્મ પોષક તત્વોની અગત્યતા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

છોડ માટે સુક્ષ્મ પોષક તત્વોની અગત્યતા

છોડ માટે સુક્ષ્મ પોષક તત્વોની અગત્યતા વિશેની માહિતી આપવામાં આવેલ છે

બોરોન :

સુક્ષ્મ પોષક તત્વોમા બોરોન એક મુખ્ય તત્વ છે. તે છોડનિ કોશિકાની દિવાલના નિર્માણમા સહાય ઋપ છે. સામાન્ય રીતે સુકો વિસ્તાર તથા ઓછા ભેજવાળી જમીનમા બોરોનની ઉણપ જોવા મળે છે.

ઉણપના લક્ષણો : આ તત્ત્વની ઉણપથી રોપાની વૃધ્ધી અટકી જાય છે. છોડ નુ પ્રકાંડ પાતળુ થઇ, કમજોર થઇ જાય છે.

મુખ્ય સ્ત્રોત : છોડને બોરોનની સુક્ષ્મ મત્રામા જરુર પડે છે.જેને જમીનમા આપી અથવા પાન ઉપર છંટકાવ કરીને તેની ઉણ્પને દુર કરી શકાય છે.

સ્ત્રોત

બોરોન %

બોરોત્વ

૧૧.૩

બોરીક એસીડ

૧૭.૦

સોડિયમ ટેટ્રાબોરેટ

૨૧.૦

ક્લોરીન :

ક્લોરીન એક સુક્ષ્મ પોષક તત્વ છે. પ્રકાશની હાજરીમાં તે પાણીના રસાયણિક વિઘતન્મા ભાગ લે છે અને ઉત્સેચકો ક્રિયાશીલતાને જડપી બનાવે છે સાથે સાથે પર્ણરંદ્રની રક્ષક કોષીકાઓની ક્રિયશીલતાને વ્યવસ્થિત કરે છે.

ઉણપના લક્ષણો : પાક ઉપર તેની ઉણપની પ્રતીકુળ અસર પડે છે તેથી ઉણપની અસરને ધ્યાનમા લેવી જરૂરી છે.

 • છોડમા પ્રકાશસંશ્લેસણની ક્રિયાને તે પ્રભાવિત કરે છે.
 • નાઇટ્રેટ અને સલ્ફરના અવશોષણની ક્રીયા પ્રભાવીત થાય છે.
 • ઘઉંના પાકમા સ્ટ્રીપ રસ્ટ નામના રોગનુ પ્રમાણ તેના ઉપયોગથી ઘટાડી શકાય છે.

મુખ્ય સ્ત્રોત : વિભિન્ન તત્ત્વોનો ઉપયોગ કરીને તેની ઉણપને દૂર કરી શકાય છે જે નિચે પ્રમાણે છે.

સ્ત્રોત

ક્લોરીન %

એમોનિયમ ક્લોરાઇડ

૬૬

કેલ્શિયમ ક્લોરાઇડ

૬૫

પોટેશીયમ ક્લોરાઇદડ

૪૭

ઝીંક :

ઝીંકની આવશ્યકતા સામાન્ય રીતે દરેક પાકોમા તથા શાકભાજીમા હોય છે જેથી આ સુક્ષ્મ પોષક તત્ત્વોમા આ એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ ગણાય છે.

ઉણપના લક્ષણો :

 • તેની ઉણપના લક્ષણો સર્વપ્રથમ જૂના પાંદડાઓ ઉપર જોવા મળે છે જેમાં પાંદડાની મધ્યમા હલકો લીલો, પીળો અથવા સફેદ રંગ જોવા મળે છે.
 • કોષીક બનવાનુ બંધ થઇ જાય છે. ગાંઠ વચ્ચેનુ અંતર ઘટી જાય છે.
 • છોડ મા માલફોર્મેશન (ગુચ્છ) થઇ જાય છે જેથી ઉત્પાદન મળતુ નથી.
 • મકાઇ તથા જુવારમાં શ્વેતકલિકા તથા કપાસમા લિટિલ લીફ જોવા મળે છે.
 • ડાંગર ના પાંદડાઓ ગાઠ ભૂરા રંગ્ના થઇ જાય છે.

મુખ્ય સ્ત્રોત : પાકમા ઝીંકની ઉણપ બે રીતે દુર કરી શકાય છે.(૧) જમીનમા આપીને તથા (૨) પાંદ્ડાઓ પર છંટકાવ કરીને .

સ્ત્રોત

ઝીંક %

ઝીંક સલ્ફેટ

૨૩-૩૫

ઝીંક ઓક્સાઇડ

૭૮

કાર્બનિક પદાર્થો

૫-૧૦

તાંબુ :

છોડ માં નીલકણોના નિર્માણમાં તાંબુ અતિ આવશ્યક તત્ત્વ છે. આ તત્ત્વ છોડમાં થતી અનેક રાસાયણીક પ્રક્રીયાને ઉત્તેજીત કરે છે.

ઉણપના લક્ષણો :

 • છોડ ના નવા પાન પિળા પડી જાય છે અને છોડની ઉપજ ઓછી થય જાય છે.
 • પાંદ્ડાની કોષિકા મરિ જાય છે તથા પાંદડા અંદર તરફ વળિ જાય છે અને છોડ માં ફુલો આવતા નથી.
 • ફુલ ઓછા લાગે છે અને જે ફુલ લાગે છે તેમં ફળ આકાર તો લે છે પણ ફળની અંદર બીજ બનતા નથી.

મુખ્ય સ્ત્રોત :

તાંબાની ઉણ્પને વિવિધ ખાતરો આપિને દૂર કરી શકાય છે જેના સ્ત્રોત નીચે પ્રમાણે છે.

સ્ત્રોત

તાંબુ %

કોપર સલ્ફેટ

૨૦-૨૫

કોપર એમોનીયમ સલ્ફેટ

૩૨

કોપર ચિલેટ

૦-૧૩

લોહ

લોહ છોડમાં હરીતદ્રવ્યના (લિલોતરિના) નિર્માણમાં ઉત્પ્રેરક તથા ઓક્સિજન વાહકના રુપે કાર્ય કરે છે તથા શ્વસનક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચ્કોના  નિર્મણ્માં પણ મદદ કરે છે.

ઉણપના લક્ષણો :

આ તત્વની ઉણપથી અસર પામેલા છોડના પાનમાં લિલોતરિ રહેતિ નથિ તથા મધ્ય શીરા વિન્યાસ પિળો પડિ જાય છે. સૌ પ્રથમ આ લક્ષણો તોચના પાંદ્ડાઓ પર દેખાય છે.

સ્ત્રોત

લોહ %

ફેરસ સલ્ફેટ

૧૯

ફેરિક સલ્ફેટ

૨૩

ફેરસ એમોનીયમ ફોસ્ફેટ

૨૯

મેંગેનીઝ :

મેંગેનીઝ છોડમાં થતી ઉત્સેચકોની એક ક્રિયાઓના રૂપે કાર્ય કરે છે. હરિતદ્રવ્યના સંશ્લેષણમાં મદદ કરીને છોડ્માં પ્રકાશસંશ્લેષણની ક્રિયાને વધારે છે. તે ફોસ્ફરસ અને કેલ્શિયમ્ની ઉપલબ્ધતા ને વધારે છે.

ઉણપના લક્ષણો :

મેંગેનિઝ ની ઉણપના લક્ષણો છોડના નવા પાન ઉપર સર્વ પ્રથમ જોવા મળે છે. પાંદ્ડાની શીરઓની વચ્ચેનો ભાગ પીળો પડિને સદી જાય છે. આની ઉણપથી છોડમાં પ્રકાસંશ્લેષણની ક્રિયામા અવરોધ આવે છે. સાથે સથે ઉત્સેચકોનિ ક્રિયાઓ પણ અવ્રોધાય છે.

મુખ્ય સ્ત્રોત : મેંગેનીઝની ઉણપ વિવિધ રાસયણીક ખાતરોન ઉપ્યોગથી દુર કરિ શકાય છે. જે નીચે પ્રમાણે છે.

સ્ત્રોત

મેંગેનીઝ %

મેંગેનીઝ સલ્ફેટ

૨૬-૨૮

મેંગેનીઝ ક્લોરાઈડ

૧૭

કાર્બનીક ખાતરો

૫-૯

મોલીબ્લેડનમ :

મોલીબ્લેડનમ નુ છોડમાં મુખ્ય કાર્ય નાઈટ્રેટ રિડક્ટેજન સંશ્લેષણ અને તેનિ ક્રિયાશીલતામાં ભાગ લેવાનુ છે. ધાન્યપાકોમા એઝેટૉબેક્ટર તથા કઠોળ પાકોમાં મૂળની ગ્રંથીઓમાં રાઈઝોબિયમ જીવાણુ દ્વારા સહજીવનથી નાઇટ્રોજનના સ્થિરિકરણ પ્રક્રિયાઓમાં મોલીબ્લેડનમ નુ વિશેષ મહ્ત્ત્વ છે. આ અકાર્બનીક ફોસ્ફરસને કાર્બનીક ફોસ્ફરસ ના રૂપ મા બદલવની પ્રક્રિયામા પણ મહત્ત્વ ની ભુમિકા ભજવે છે.

ઉણપના લક્ષણો : મોલીબ્લેડનમ ની ઉણપથી આખો છોડ પિળો પડિ જાય છે અને તેની વ્રૂધ્ધી થતિ નથી . કઠોળ વર્ગ ના પાકોમા મુળમા બનતી ગાંઠો ઓછી અને નાની થઇ જાય છે પરિણામે જીવાણુઓ દ્વારા જમિનમા નાઇટ્રોજન સ્થિરિકરણની પ્રક્રિયા મંદ પડી જાય છે.

મુખ્ય સ્ત્રોત : મોલીબ્લેડનમ  ઉણપ વિવિધ રાસાયણિક ખાતરોના ઉપયોગથી દૂર કરી શકાય છે જેના સ્ત્રોત નીચે પ્રમાણે છે.

સ્ત્રોત

મેંગેનીઝ %

એમોનિયમ મોલિબ્લેડનમ

૫૪

સોડિયમ મોલિબ્લેડનમ

૬૯

મોડિલિક અલ્મ

૪૬

 

છોડ માટે ઉપ્યોગી પોષક તત્ત્વોમા સૂક્ષ્મ તત્ત્વોનુ એક અલગ જ મહત્ત્વ છે. સુક્ષ્મ પોષક તત્ત્વોમાં મુખ્ય રૂપે બોરોન (B) , કોપર ક્લોરીન લોહ મેંગેનિઝ મોલીબ્લેડનમ અને ઝિંક હોય છે. આ તત્ત્વોનિ છોડ્ને ખૂબ થોડિ માત્રામાં જરૂર પડતી હોય છે. આ તત્ત્વોનુ પણ એટલુ જ મહત્ત્વ છે જેટલુ મહત્ત્વ મુખ્ય તથા ગૌણ તત્ત્વોનુ છે. તેની થોડી ઉણપ કે અધિકતા છોડના જીવનચક્રને અસર કરે છે.

સ્ત્રોત :ડૉ.એ.કે. રાય, ડૉ.એસ. ખજુરીયા, શ્રી પી,એસ. ગોહીલ, ડૉ.કે. લતા - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર

કૃષિ ગૌવિદ્યા , ડિસેમ્બર-૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૮ સળંગ અંક : ૮૦૦

કૉલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top