অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટપક અને ફુવારા પિયત

ટપક અને ફુવારા પિયત

  1. ટપક સિચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ બેસાડવા માટે ક્યાં અરજી કરવી અને કેટલી સહાય મળે?
  2. શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી પાણીનો બચાવ થાય છે ?
  3. શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઉત્પાદન વધે છે ?
  4. ટપક સિંચાઈ પદ્ધતિમાં ક્યા પ્રકારનાં ખાતરો આપી શકાય ?
  5. શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી પાણી આપી શકાય ?
  6. શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી મજુરી ખર્ચમાં બચાવ થાય છે.?
  7. શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ખાતરનો બચાવ થાય છે?
  8. શું વધારે પવનવાળા વિસ્તાર માં ટપક સિંચાઈ પદ્ધતિ વાપરી શકાય છે?
  9. શું રેતાળ જમીનમાં ડ્રીપ વાપરી શકાય ?
  10. ખેતરમાં કેટલી લંબાઈ સુધી લેટરલ લાઈન લંબાવી શકાય ?
  11. ટપક પદ્ધતિ લેટરલ ને જમીનમાં કેટલી ઉડાઈએ દબાવી શકાય ?
  12. ટપક સિંચાઈ પદ્ધતિમાં જુદા જુદા ફિલ્ટરોની ખાસિયતો શું છે તે જણાવો.
  13. ડ્રીપ પદ્ધતિ બેસાડવાનો ખર્ચ કેટલો આવે છે ?
  14. શું ફુવારા સિંચાઈ પદ્ધતિ બધા જ પાકોમાં વાપરી શકાય છે?
  15. શું ફુવારા સિંચાઈ પદ્ધતિનો પવન વધુ હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે ?
  16. શું ફુવારા સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઊંચા ઉષ્ણતાપમાને પાક બચાવી શકાય છે?

ટપક સિચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ બેસાડવા માટે ક્યાં અરજી કરવી અને કેટલી સહાય મળે?

ટપક સિચાઈ અને ફુવારા પદ્ધતિ બેસાડવા માટેનું અરજી પત્રક જીએસએફસી કે જીએનએફસી ડેપો,જીલ્લા કે તાલુકા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીઓ /બેંકો/જળ સિંચન કચેરીઓ/સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીઓ વગેરે સ્થળોએથી વિનામૂલ્યે મળશે અને તેના મારફત અરજી મોકલવી.સહાયની બાબતમાં કુલ ખર્ચના૫૦% સુધી સબસીડી તરીકે અથવા ૫૦,૦૦૦ રૂપિયા સબસીડી તરીકે મળવા પાત્ર છે.

શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી પાણીનો બચાવ થાય છે ?

ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ૨૯-૫૯% જેવો પાણીનો બચાવ થાય છે.

શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઉત્પાદન વધે છે ?

ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ૨૦-૫૦% ઉત્પાદન વધે છે.

ટપક સિંચાઈ પદ્ધતિમાં ક્યા પ્રકારનાં ખાતરો આપી શકાય ?

ટપક સિંચાઈ પદ્ધતિમાં સંપુર્ણ ઓગળી શકાય તેવા પાણીમાં દ્રાવ્ય ખાતરો આપી શકાય છે.

શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી પાણી આપી શકાય ?

મયાદિત  ક્ષારવાળું પાણી ટપક સિંચાઈ પદ્ધતિ થી આપી શકાય છે.

શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી મજુરી ખર્ચમાં બચાવ થાય છે.?

નિદામણ ઓછુ થતું હોઈ ખાતર અને પાણી  સીધા આપી શકતા  હોઈ મજુરી ખર્ચમાં ખુબજ ધટાડો થાય છે.

શું ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ખાતરનો બચાવ થાય છે?

પાણીમાં દ્રાવ્ય રાસાયણિક ખતરો પિયત સાથે આપી શકતા હોવાથી ખાતરનો બગાડ અટકે છે અને છોડના મૂળ સુધી ખાતરો પહોંચતાં હોવાથી ખાતરનો બચાવ થાય છે.

શું વધારે પવનવાળા વિસ્તાર માં ટપક સિંચાઈ પદ્ધતિ વાપરી શકાય છે?

વધારે પવનવાળા વિસ્તારમાં સ્પિકલર વાપરી શકાતાં નથી ત્યારે ડ્રીપ પદ્ધતિથી પાણી આપવાની કાર્યક્ષમતામાં કોઈ ફેર પડતો નથી.

શું રેતાળ જમીનમાં ડ્રીપ વાપરી શકાય ?

ખુબજ રેતાળ જમીનમાં જ્યાં પાણીનું પરકોલેશન  ખુબ જ થતું હોય ત્યાં ટપક સિંચાઈ થી પાણી આપી શકાય છે તે માટે ઉચા પરવા પ્રવાહના ડ્રીપથી થોડા સમય માટે બે પિયત વચ્ચે નો ગાળો ધટાડીને પિયત સારી રીતે આપી શકાય છે.

ખેતરમાં કેટલી લંબાઈ સુધી લેટરલ લાઈન લંબાવી શકાય ?

૧૬ એમ.એમ માપની લેટરલ હોય તો અંદાજીત ૪૦૦ લીટર પાણી એક કલાક ની અંદર મળી રહે તે લંબાઈ સુધી તેમજ જો ૧૨ એમ એમ માપની લેટરલ હોય તો અંદાજીત ૨૦૦ લીટર પાણી એક કલાક માં મળી રહે તે લંબાઈ સુધી લેટરલ લાઈન લંબાવી શકાય

ટપક પદ્ધતિ લેટરલ ને જમીનમાં કેટલી ઉડાઈએ દબાવી શકાય ?

ટુકા ગાળા ના પાક માટે ૨ થી ૩ ઈચ .

ટપક સિંચાઈ પદ્ધતિમાં જુદા જુદા ફિલ્ટરોની ખાસિયતો શું છે તે જણાવો.

સ્કીન ફિલ્ટર-પાણી ચોખ્ખું કરવા માટે.હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર-પારગીમાંથી રેતી ને દુર કરવા માટે સેન્ડ ફિલ્ટર પાણીમાંથી રેતી ,લીલ ,કચરો વગેરે દુર કરવા માટે અને ડીસ્ટક ફિલ્ટર- પાણી વધારે ચોખ્ખું કરવા માટે.

ડ્રીપ પદ્ધતિ બેસાડવાનો ખર્ચ કેટલો આવે છે ?

આ પદ્ધતિમાં ખર્ચ મુખ્યત્વે પાકના વાવેતરના ગાળા ઉપર આધાર રાખે છે. પહોળા ગાળે વવાતા પાકોમાં ખર્ચ ઓછો આવે છે.અંદાજીત પાક પ્રમાણે ખર્ચ નીચે પ્રમાણે હોય છે.

  • બાગાયતી પાકોમાં  રૂ. ૩૦,૦૦૦ થી ૬૦,૦૦૦ // પ્રતિ હેક્ટર .
  • શાકભાજીના  પાકો જેવા કે રીંગણ, ટામેટો  ,મરચામાં રૂ. ૭૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર.
  • મગફળી જેવા નજીક વવાતા પાકોમાં ૧,૨૦,૦૦૦ થી ૧,૪૦,૦૦૦/- પ્રતિ હેક્ટર .
  • રોકડીયા પાકો જેવા કે કપાસ, તુવેર, એરંડામાં રૂ. ૬૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ખર્ચ આવે છે.

શું ફુવારા સિંચાઈ પદ્ધતિ બધા જ પાકોમાં વાપરી શકાય છે?

૧૪  આ પદ્ધતિ ઘણા પાકો માટે છે આ પદ્ધતિ  નજીક વવાતા પાકો માટે વધુ અનુકુળ છે પરંતુ બાગાયતી પાકો માટે અનુકુળ નથી.

શું ફુવારા સિંચાઈ પદ્ધતિનો પવન વધુ હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે ?

પવન ફુવારાની  પેટર્નને વિક્ષેપ કરે છે જેથી પાણીનું વહેંચાણ સરખું થતું નથી એટલે કે પવન વધુ હોય ત્યારે આ સિંચાઈ પદ્ધતિ વાપરવી મુશ્કેલ છે.

શું ફુવારા સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઊંચા ઉષ્ણતાપમાને પાક બચાવી શકાય છે?

આ પદ્ધતિથી ખૂબ જ ઉંચા ઉષ્ણતાપમાનથી પાકને બચાવી શકાય છે અને ગુણવત્તા તેમજ પાક ઉત્પાદનને નુકસાન થતું અટકાવી શકાય છે.

સ્ત્રોત: I-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate