অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મશરૂમનું ઉત્પાદન

ઓયસ્ટર મશરૂમનું ઉત્પાદન

ઋતુઓ અને વૈવિધ્ય

  • આખું વર્ષ ઉપ્લબ્ધ
  • ખેતી માટે મશરૂમ હાઉઝની જરૂરત રહે છે.
  • સફેદ ઓયસ્ટર (Co-1) અને રાખોડી ઓયસ્ટર (M-2) બન્ને તમિલનાડુ માટે યોગ્ય છે.

મશરૂમ હાઉઝ

  • ૧૬ વર્ગ મીનો શેડ વાળો વિસ્તાર આવશ્યક હોય છે. તેને બે વિભાગ સ્પૉન માટે અને કાપણી માટે તેમ વિભાજીત કરો.
  • સ્પૉન માટેનો ખંડઃ અહીં ૨૫-૩૦0C તાપમાન જાળવો, હવાની અવરજવર રહે તે જુઓ, પ્રકાશ આવશ્યક રહેતો નથી.
  • કાપણી ખંડ: ૨૩-૨૫0C તાપમાન જાળવો, 75-80% ની આસપાસ ભેજ રહે તથા સામાન્ય પ્રકાશ અને હવાની અવરજવર રહે તે જુઓ.

(બજારમાં ડિજીટલ થર્મોમીટર અને હાઇગ્રોમીટર મળે છે)

સ્પૉન (મશરૂમનાં બીજ)

  • ઉપયોગીપોષકતત્વ: જુવાર/ ચોળા/ સોર્ઘમ/ મકાઇ/ ઘઉણંનાં દાણાં
  • સ્પૉનનીતૈયારી: આ દાણાંઓને અડધા બાફી લો અને સૂકવી લો, તેમાં ૨% કેલ્શિયમ કાર્બોનેટ લો, અને આ દાણાંઓને ખાલી પડેલી ગ્લુકોઝની બાટલીમાં ભરી લો, તેને કપાસ વડે બંધ કરી બે કલાક સુધી પ્રેશર કૂકરમાં જંતુરહિત કરો.
  • ફૂગનુંકલ્ચરજે એગ્રીકલ્ચરડિપાર્ટમેન્ટ અથવા યુનિવર્સિટીમાંથી મેળવેલ હોય) તેને તેમાં દાખલ કરો અને ૧૫ દિવસ માટે સામાન્ય તાપમાને રાખો. ૧૫-૧૮ દિવસ જુણા સ્પૉન સ્પૉનીંગ માટે ઉપયોગમાં લો.

મશરૂમની કોથળીઓ તૈયાર કરવી

  • ઉપયોગી પોષકતત્વો: ચોખા અથવા ઘઉંનાં ડોડા, શેરડી, બગાસી, મકાઇઅનાં ડોડા
  • પોષકતત્વોને તૈયાર કરવાની પ્રક્રિયા: 5cm નાં કદનાં કટકા કરો અને તેને પાણીમાં ૫ કલાક પલાળો, ત્યાર બાદ એક કલાક સુધી પાણીમાં ઉકાળો અને પાણી કાઢી નાંખી તેને ૬૫% ભેજ રહે તે રીતે સૂકવી નાંખો (હાથ વડે નિચોવો ત્યારે પાણીનાં ટીપાં ન પડવાં જોઇએ)
  • કોથળીઓ તૈયાર કરવી:
    • ૬૦ x ૩૦ સેમીની પોલિથિલિન કોથળી લો જે બન્ને તરફથી ખુલ્લી હોય.
    • એક છેડો બાંધી લ્યો. કોથળીમાં વચ્ચેનાં ભાગમાં એક સેમીનાં વ્યાસનાં બે કાણાં પાડો.
    • હવે તેમાં ઉકાઅળીને પોચાં કરેલ ડોડ મૂકો જેથી ૫ સેમી જેટલી ઉંચાઇ ભરાઈ જાય; ત્યાર બાદ તેમાં ૨૫ ગ્રા જેટલાં સ્પૉન છાંટો.
    • ફરીથી ડોડા વડે ૨૫ સેમી સુધીની ઉંચાઇ ભરી લો. આ પ્રકિર્યાનેવારંવાર કરો અને લગભગ આવા 5 સ્તર બનાવો.
    • હવે તેનું મુખ બંધ કરીલો અને તેને સ્તર પ્રમાણે સ્પૉન ખંડમાં ગોઠવો.
    • લગભગ ૧૫-૨૦ દિવસ બાદ, આ પોલિથિલિન કોથળીને કાપીને ખોલો અને તેને કાપણીનાં રૂમમાં મૂકો.
    • આ કોથળીઓ ઉપર વારંવાર પાણી છાંટી તેમાં ભેજનું પ્રમાણ જાળવો.

    કાપણી

    • મશરૂમ કોથળી ખોલવાનાં ત્રીજા દિવસે દેખાવા લાગે છે અને તેને પુખ્ત થતાં બીજાં ત્રણ દિવસ લાગે છે.
    • પાણી છાંટતાં પહેલાં મશરૂમને દરરોજ અથવા એકાંતરે કાપી લો.
    • બીજી વખતની કાપણી બાદ આકોથળીઓને ઘસીને સાફ કરવાથી ત્રીજો ફાલ પણ મળે છે.

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate