હોમ પેજ / ઊર્જા / યોજનાઓ / સૂર્યકૂકર યોજના
વહેંચો

સૂર્યકૂકર યોજના

સૂર્યકૂકર યોજના વિશેની માહિતી

solarcooker


આ વિડીઓમાં સૂર્યકુકર વિષે માહિતી આપવામાં આવી છે


આ વિડીઓમાં સૂર્યકુકર વિષે માહિતી આપવામાં આવી છે

હેતુઓ:

જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશનમાં નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે રસોઈમાં, બેકરી ઉદ્યોગમાં કે ખાદ્ય પદાર્થો રાંધવા માટે પેટી જેવા કે ડીશ જેવા સૂર્યકૂકર વધુને વધુ પ્રમાણમાં વપરાતા થાય અને ગ્રીડની વીજળીનો આધાર ઓછો થાય તે માટે પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમ છે.

 • સૂર્યની ગરમીથી વ્યક્તિગત કે સામુદાયિક જરૂર પૂરી કરવાની વ્યવસ્થા ખૂબ સરળ અને ઉપયોગી બની શકે તેમ છે, એ બાબતે લોકજાગૃતિ કેળવવી.
 • આવા હેતુ માટેના સાધનો લાભાર્થીઓને સરળતાથી પૂરા પાડતું બજાર ઊભું કરવું.
 • સૂર્ય ઉર્જાના રાંધણ કે બેકરીને જરૂરી સાધનોનું નિર્માણ કરતાં એકમોને સરળતાથી કરી આપવી અને આવા સાધનોની માંગ ઊભી કરવી.
 • સૂર્યકૂકર વપરાશ કે ઉત્પાદન સંબંધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું એ માટેના સીમ્પોઝીયમ-સેમીનાર યોજવા, સાધનોના નિર્માણ અને વપરાશ તથા એના સમારકામ માટે કુશળ કારીગરો તૈયાર કરવા, એમને તાલીમ આપવી.

યોજનાનો વિસ્તાર:

વિદ્યુત ગ્રીડથી સ્વતંત્ર રહીને સૂર્યકૂકરનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધારવા જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન એક કાર્યક્રમના રૂપમાં આખાયે દેશમાં અમલમાં મૂકાશે. રાજ્યોની માંગણી અનુસાર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે. કોઈપણ સાઈઝનું કૂકર હોય, ગમે તેટલી સંખ્યા હોય, તે તમામને આ યોજનાનો લાભ અપાશે. શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આ યોજના સમાન રીતે લાગું કરાશે.

અમલીકરણની પદ્ધતિ:

આ કાર્યક્રમમાં ઘણી બધી એજન્સીઓ જોડાશે. રાજ્ય સરકારની એજન્સીઓ કે વિભાગો, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડયા, અન્ય સહયોગીઓ, જાહેર ક્ષેત્રના એકમો, સરકારી સંસ્થાઓ, પંચાયત કે કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નાબાર્ડ-ઈરેડા-એન.એચ.બી જેવી નાણાં સંસ્થાઓ પણ સહકાર આપશે.

ફંડ આપવાની વ્યવસ્થા:

ભારત સરકારના ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા રસોઈ માટેના સૌર સાધનો ખરીદવા થયેલ ખર્ચ સામે આંશિક વળતર રૂપે અપાતી સબસીડી સહયોગી નાણાં સંસ્થાઓના માધ્યમથી લાભાર્થીઓને આપવામાં આવશે. સેન્ટ્રલ ફંડિંગ એન્જસી (CFA) દ્વારા ૩૦% સુધીના નાના રાજ્ય સરકારોની નોડલ એજન્સીઓને એડવાન્સ રૂપે અપાશે. સબસીડીની રકમ કાર્યક્રમમાં જોડાયેલ એજન્સીઓને ચૂકવવામાં આવશે અને સૌર સાધનની બાકીની કિંમત વપરાશકર્તા લાભાર્થીએ આપવાની રહેશે. આ એજન્સીઓ નિર્ધારિત ફોર્મમાં લાભાર્થીને સબસીડી ચૂકવી આપી છે, એ બાબતના દસ્તાવેજો ભારત સરકારના ઉર્જા મંત્રાલયને મોકલી અપાશે.

માન્ય કરેલ સબસીડી:

 • કેન્દ્રીય મંત્રાલય રસોઈ માટેના સૌર સાધનોના વર્ષ દરમિયાન થનાર વેચાણના અંદાજ અનુસાર સાધનોની કિંમતને ધ્યાનમાં રાખીને કુલ ઊભી થનારી જરૂરીયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ કરાશે.
 • અન્ય રાજ્યો માટે સૌર સાધનોની ખરીદ કિંમત ૩૦% રકમ સબસીડી તરીકે આપવાનું નક્કી કર્યું છે.
 • ઇશાન ભારતના રાજ્યો સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં ખરીદ કિંમતના ૬૦% રકમ સબસીડી રૂપે કેન્દ્રીય ભંડોળમાં આપશે.
 • દૂરના અને દુર્ગમ વિસ્તારોના પ્રદેશો જેવા કે લ્ક્ષ્યદ્વીપ, આંદમાન-નિકોબાર ટાપુઓ અને આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા જિલ્લાઓમાં ૬૦% દરે સબસીડી આપવામાં આવશે.
 • રાજ્યની નોડલ એજન્સી અથવા નક્કી થયેલી સંસ્થા સૌર સાધનોની ખરીદી સંબંધી ચકાસણી અને તપાસ પૂરી કરશે, એ પછી જ સબસીડી અપાશે.

સબસીડી છૂટી કરવાની વિધિ:

રસોઈ માટેના સૂર્ય ઉર્જાના સાધનોના નિર્માણ કરતાં પ્રોજેક્ટોને અમલીકરણમાં જોડાયેલી એજન્સીઓના માધ્યમથી નાણાંકીય સહાય અપાશે, જેનું સ્વરૂપ આ મુજબનું રહેશે-

 1. નિર્માણ માટેના પ્રોજેક્ટો મંજૂર થાય એ પછી કેન્દ્રીય નાણાંકીય એજન્સી તરફથી સાધનસામગ્રી અને મજૂરી ખર્ચના ૩૦% સુધીની સહાય અપાશે. નિર્ધારિત સહાયની ૧૦% રકમ એડવાન્સમાં આપી શકાશે. સહાયની બાકીની ૭૦% રકમ સૌર સાધનોનું ઉત્પાદન શરુ થયા પછી ઉત્પાદિત સાધનની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ અને એડવાન્સમાં મળેલી સહાયનો કેવી રીતે ઉપયોગ થયો છે, એ જણાવ્યા બાદ રાજ્યની નોડલ એજન્સી કે નોડલ વિભાગના માધ્યમથી અપાશે.
 2. નિર્માણ માટેનો પ્રોજેક્ટ મંજૂર થાય એ પછી કેન્દ્રીય નાણાંકીય એજન્સી તરફથી સાધનસામગ્રી અને મજૂરી ખર્ચના ૩૦% સુધીની સહાય અપાશે અને બાકીની ૭૦% રકમ સૌર સાધનોનું ઉત્પાદન શરુ થયા પછી ઉત્પાદિત સાધનની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ સરકારના અને એસ.ઈ.સી. આઈ. ના પ્રોજેક્ટોને આપવામાં આવશે.
 3. પ્રોજેક્ટ યંત્ર સામગ્રીનું વિતરણ કે વેચાણ થયા પછી નિર્ધારિત લક્ષ્યાંક મુજબનું સૌર રસોઈ સાધનોનું ઉત્પાદન શરુ થાય એ સાધનની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ પ્રોજેક્ટ નિર્માતાએ રજૂ કરેલા ખર્ચના દાવા અનુસાર અક્ષય ઉર્જા શોપના માધ્યમથી કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવશે.
2.875
Back to top