હોમ પેજ / ઊર્જા / યોજનાઓ / વિદ્યુત નેટવર્કથી સ્વત્રંત રહીને સૌરઉર્જા ઉત્પાદન કરવાનો કાર્યક્રમ:
વહેંચો

વિદ્યુત નેટવર્કથી સ્વત્રંત રહીને સૌરઉર્જા ઉત્પાદન કરવાનો કાર્યક્રમ:

વિદ્યુત નેટવર્કથી સ્વત્રંત રહીને સૌરઉર્જા ઉત્પાદન કરવાનો કાર્યક્રમ

હેતુઓ:

 • પરિવારો, સંસ્થાઓ, માનવ વસવાટો, વેપાર-વાણીજ્ય કે ઉદ્યોગ એકમો પોતાને જરૂર હોય. તેટલી વીજળી સ્વતંત્ર રીતે ફોટો વોલ્ટીક સેલનો ઉપયોગ કરી સૂર્યઉર્જામાંથી બનાવે; તેમને પ્રોત્સાહન આપવું.
 • વિવિધ જરૂરીયાત માટે સ્વતંત્ર રીતે જરૂરી વીજળી પેદા કરવા માટેના સાધનોનું નિદર્શન કરવું, લોક જાગૃતિ કેળવવી અને લોકોને સૌર ઉર્જા તરફ આકર્ષવા.
 • સૌર ઉર્જામાંથી વીજળી બનાવતાં સાધનોના નિર્માણ અંગેના સંશોધનો માટે પ્રોત્સાહન આપવું અને એની વેચાણ વ્યવસ્થા ઊભી કરવી.
 • આ ક્ષેત્રમાં જોડાયેલ એકમો અને ઉર્જા પેદા કરવા ઈચ્છતા લોકો કે સંથાઓને સૌરઉર્જા ઉત્પાદન ઉદ્યોગ તરફ આકર્ષવા.
 • વિદ્યુત ગ્રીડથી સ્વતંત્ર થઈને સૌર ઉર્જા સાધનો દ્વારા પોતાની વીજળી પોતે જ બનાવે એ અભિગમનો પ્રચાર કરવો.
 • સૌર ઉર્જા ઉત્પાદન માટે સલાહ-સૂચનો મેળવવા, માર્ગદર્શન આપવું, વધુને વધુ લોકો એમાં જોડાય તેવી સગવડો પૂરી પાડવી તેમજ સૌર ઉર્જામાંથી વીજ ઉત્પાદન પ્રક્રિયા અંગેના જાણકારોનો વિશાળ સમુદાય તૈયાર કરવો.
 • કેરોસીન, ડીઝલ, ગ્રીડની વીજળી અને અન્ય બળતણોના બદલે લોકો સૌર ઉર્જાને અપનાવા થાય એ માટે પ્રોત્સાહન પૂરું પાડવું.

અજવાળા માટે અથવા તો પાણીના પમ્પ ચલાવવા માટે ગામડાઓમાં સૂર્ય ઉર્જા આધારિત સાધનોનો વપરાશ વધે એ માટે આ યોજનાના અમલમાં વિશેષ ધ્યાન અપાશે. એલ.ઈ.ડી. બલ્બ અને લીથીયમ આયન બેટરી તેમજ ઓછી વીજળી વાપરતા સાધનોનો ઉપયોગ વધારવા અને આ માટેની ટેકનોલોજી વિકસાવવા ઉપર ખાસ ધ્યાન અપાશે.

યોજનાનો વિસ્તાર:

ઉજ્જવળ ભારત યોજના હેઠળ આખા દેશને આવરી લેવાશે; એ સાથે આ બાબતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

 • પ્રદેશની જરૂરીયાત કરતાં વધારે વીજ ઉત્પાદન
 • ડીઝલની માંગમાં ઘટાડો.
 • કૃષિ ક્ષેત્રે સૌર ઉર્જા આધારિત પાણીના પંપ સેટ.
 • પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કામ કરતાં ઉદ્યોગો-સેવાઓને પ્રોત્સાહન.
 • સૌર ઉર્જા માટેનો જરૂરી સાધના સરંજામ બજારમાં સરળતાથી લોકોને મળી રહે એવી વ્યવસ્થા કરવી.

યોજનાના અમલ માટેની વ્યવસ્થા:

ઉજ્જવળ ભારત યોજનાના અમલ માટે જુદી જુદી એજન્સીઓનું સંકલન કરવામાં આવશે-

 • રાજ્યોની ઉર્જા વિકાસ એજન્સીઓ
 • નાબાર્ડ, ક્ષેત્રીય બેંકો, ગ્રામીણ બેંકો જેવી નાણાં સંસ્થાઓની મદદથી આર્થિક મુદ્દાઓનો ઉકેલ.
 • રેસ્કો જેવા સહયોગીઓની ભાગીદારી.
 • સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
 • ભારત સરકારના અન્ય મોટા વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના એકમો.

નાણાંકીય વ્યવસ્થા:

પાવર ગ્રીડમાંથી નહીં, પણ સ્વતંત્ર રીતે વીજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થાના આર્થિક પાસાઓ ‘ઓફગ્રીડ એન્ડ ડિસેન્ટ્રલાઈઝડ ફોટો વોલ્ટેઈક એપ્લીકેશન પ્રોગ્રામ’ વેબ સાઈટ પર દર્શાવેલ અન્ય માર્ગદર્શન માટે પણ વેબસાઈટ તૈયાર કરાઈ છે.

નાના પાવરલૂમ એકમો માટે સૌર ઉર્જા:

લોડ શેડિંગ જેવા કારણસર ગ્રીડમાંથી સતત વીજળી નહી મળતી હોવાની ઉદ્યોગોની ફરિયાદ દૂર કરવા ભારત સરકારે નાના પાવરલૂમ એકમો અને અન્ય લઘુ ઉદ્યોગોને પોતાની વીજળી જાતે જ બનાવી લેવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવો હશે, તો આર્થિક સહાયની વ્યવસ્થા કરી છે. સબસીડી અથવા આર્થિક સહાય મેળવવા નાના પાવરલૂમ એકમોએ આ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે-

 • ગ્રીડ સાથે સંકળાયેલો સોલર પાવરપ્લાન્ટ કે જ્યાં લોડ શેડિંગ ઓછું છે અને વીજળી મોંઘી મળે છે.
 • ગ્રીડથી સ્વતંત્ર રહીને વીજળી પેદા કરતો સોલર પાવર પ્લાન્ટ કે જ્યાં વીજળીની ખૂબ અછત છે અને વિદ્યુત પૂરવઠો બહુ ઓછા કલાકો માટે મળે છે.

નાના પાવરલૂમ એકમોને આ રીતે આર્થિક સહાય કરાશે

 1. ચાર પાવરલૂમ ધરાવતા એકમને મહત્તમ વીજમાંગ ૪ કિલોવૉટહોય છે. તેમણે ગ્રીડ સાથે સંકળાયેલ પાવર પ્લાન્ટ નાંખવો હોય, તો સાડા ચાર લાખ રૂપિયા ખર્ચ થશે. જેમાં સરકારની સબસીડી સામાન્ય કેટેગરીનાને સવા બે લાખ રૂપિયા. અનુસૂચિત જાતી માટે ૭૫% અને અનુસૂચિત જનજાતિ માટે ૯૦% રહેશે.

ઓફ ગ્રીડ એટલે કે સ્વતંત્ર પાવર પ્લાન્ટનો ખર્ચ સાડા પાંચ લાખ રૂપિયા થાય છે, જેમાં સરકારની સબસીડી સામાન્ય વર્ગને ૨ લાખ ૭૫ હજાર, અનુસૂચિત જાતિને ૪ લાખ ૧૨ હજાર અને પાંચસો રૂપિયા તથા અનુસૂચિત જનજાતિને ૪ લાખ ૯૫ હજાર રૂપિયા અપાશે.

 1. છ પાવરલૂમ ધરાવતા પાવરલૂમ એકમને મહત્તમ વીજ માંગ ૬ કિલોવૉટ હોય છે તેમને ગ્રીડ સાથે સંકળાયેલ પાવર પ્લાન્ટ નાંખવો હોય, છ લાખ રૂપિયા ખર્ચ થશે,. જેમાં સરકારની સબસીડી સામાન્ય કેટેગરીમાં ત્રણ લાખ, અનુસૂચિત જાતિમાં સાડા ચાર લાખ અને અનુસૂચિત જનજાતિમાં ૫ લાખ ૪૦ હજાર રૂપિયા મળશે.

ઓફ ગ્રીડ એટલે કે સ્વતંત્ર પાવરપ્લાન્ટનો કુલ ખર્ચ સાડા સાત લાખ રૂપિયા થાય છે, જેમાં સરકારી સબસીડી સામાન્ય કેટેગરીમાં ૫૦%, એટલે કે ૩ લાખ ૭૫ હજાર, અનુસુચિત જાતી માટે ૫ લાખ ૬૨ હજાર પાંચસો અને અનુસૂચિત જનજાતિ ૯૦% એટલે કે ૬ લાખ ૭૫ હજાર રૂપિયા મળશે.

 1. આઠ પાવરલૂમ ધરવાતા પાવરલૂમ એકમની મહત્તમ વીજમાંગ ૮ કિલોવૉટ હોય છે. તેમણે ગ્રીડ સાથે સંકળાયેલો પાવરપ્લાન્ટ નાંખવો હોય તો કુલ ખર્ચ સદા સાત લાખ રૂપિયા થશે, જેમાં સરકારની સબસીડી સામાન્ય કેટેગરીને ૫૦% મુજબ ૩ લાખ ૭૫ હજાર રૂપિયા, અનુસુચિત જાતી માટે ૭૫% મુજબ ૩ લાખ ૭૫ હજાર રૂપિયા, અનુસુચિત જનજાતિ કેટેગરીમાં ૯૦% મુજબ ૬ લાખ ૭૫ હજાર રૂપિયા મળશે.

ઓફગ્રીડ એટલે કે સ્વતંત્ર પાવરપ્લાન્ટનો ખર્ચ સાડા નવ લાખ રૂપિયા થશે, જેમાં સરકારની સબસીડી સામાન્ય કેટેગરીમાં ૫૦% મુજબ ૪ લાખ ૭૫ હજાર, અનુસુચિત જાતિને ૭૫% મુજબ એટલે કે ૭ લાખ ૧૨ હજાર પાંચસો રૂપિયા અને અનુસુચિત જનજાતિ કેટેગરીમાં ૯૦% મુજબ ૮ લાખ ૫૫ હજાર રૂપિયા મળશે.

ઉજ્જવળ ભારત યોજના ૨૦૧૭ ના એપ્રિલથી અમલમાં આવી છે.

સ્ત્રોત: ઉજ્જવળ ભારત.

2.75
Back to top