વહેંચો

ઈન્સ્પાયર એવોર્ડ યોજના

ઈન્સ્પાયર એવોર્ડ યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્સ્પાયર નામનો એક નવતર કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. અંગ્રેજી શબ્દો ‘ઇનોવેશન ઇન ઈન્સ્પાયર’. આ કાર્યક્રમનો મૂળ હેતુ દેશના યુવાનોને વિજ્ઞાનના વિદ્યાભ્યાસમાં નવી નવી શોધ અને સંશોધન કરવાનો રોમાંચ કેવો છે? તેનો પરિચય આપવાનો છે. એ દ્વારા વિદ્યાર્થીઓ નાની ઉંમરે વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય અને અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ઝડપી બને જેના પરિણામ સ્વરૂપ નિષ્ણાત યુવાનોનું વિશાલ માનવજૂથ રચવાની સગવડ ઊભી થાય. આ કાર્યક્રમની ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખોળી કાઢવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નથી યોજવાની. ઉર્જાવાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને મેળવવા માટે આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ બરાબર છે.

ઈન્સ્પાયર

જ્ઞાની વ્યક્તિઓનો સમુદાય ઊભો કરવા માટે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસપ્રવૃત્તિ માટેનું વિશાળ માળખું હોવું જરૂરી છે. વર્ષ ૨૦૨૦નું સપનું સાકાર કરવા માટે એક સુગ્રથિત સંશોધક માળખાની રચના કરવા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો બરાબર સમજતા હોય એવા હોંશિયાર વિદ્યાર્થીઓનું વિશાળ જૂથ આપણે તૈયાર કરવું જોઈએ. જે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રમાં નવી નવી શોધ કરવા સંશોધન માળખાનો પૂરો લાભ લે.

પ્રકૃતિ વિજ્ઞાન અને પાયાના વિજ્ઞાનમાં નવી નવી શોધ કરવામાં ર્સ અને રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને આકર્ષિત કરે, તેવા પ્રકારનું અને ભારતીય જરૂરીયાતને અનુરૂપ હોય તેવું સંશોધન માળખું ઊભું કરવું જોઈએ. અભ્યાસના આરંભકાળથી જ વિદ્યાર્થીઓને આ માટેનું પ્રોત્સાહન પૂરું પાડીને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વસ્પર્ધામાં મોખરાનું સ્થાન મેળવવાના શુભ આશયથી ઈન્સ્પાયર કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. બહુ દુરના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન થયું છે.

ઈન્સ્પાયર કાર્યક્રમના મુખ્ય ત્રણ અંગો છે:

૧. પ્રતિભાઓની નાની ઉંમરથી જ કાર્યક્રમમાં જોડવાની યોજના

૨. ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિઓ અને –

3. સંશોધનક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક પૂરી પડવાની ખાતરી.

આ ત્રણેય અંગોની સમજુતી હવે આપણે મેળવીએ.

ઈન્સ્પાયર એવોર્ડ યોજના

દસથી પંદર વર્ષના વયજૂથણા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય તરફ આકર્ષિત કરવાની ઈન્સ્પાયર એવોર્ડ યોજના બનાવી છે, જે અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીઓને દરેકને ૫ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે, અને આ સૌને નવી નવી શોધ તથા સંશોધન માટે પ્રેરિત કરવામાં આવશે. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર ૫૦ હજાર વિદ્યાર્થીઓને ચૂંટી કાઢી સૌથી વધુ સ્થળે ઉનાળુ કે શિયાળુ તાલીમ શિબિરો યોજીને વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતો સાથે એમનો સંપર્ક કરાવવામાં આવશે. જે તેઓને નવા સંશોધનો માટે પ્રેરણા આપશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી રહે એ હેતુસર છઠ્ઠા ધોરણથી દસમા ધોરણમાં ભણતા એટલે કે ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથના બે લાખ વિદ્યાર્થીઓને ઈન્સ્પાયર એવોર્ડ માટે ચૂંટી કાઢવામાં આવશે. દરેક બાળકને ૫ હજાર રૂપિયા ઈન્સ્પાયર એવોર્ડ અપાશે. આગામી પાંચ વર્ષના ગાળામાં દરેક માધ્યમિક શાળામાંથી ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓને એવોર્ડ માટે પસંદગી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્સ્પાયર એવોર્ડ (માનક એવોર્ડ) માટેના વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે આ માર્ગદર્શનો ધ્યાનમાં લેવાશે-

 • વિદ્યાર્થી છઠ્ઠાથી દસમાં ધોરણમાં ભ્લનો હોવો જોઈએ.
 • પ્રતિભાશાળી વિદ્યાથીઓની ભાળ મેળવવા માટે કોઈ જ પરીક્ષા નહીં યોજાય. માધ્યમિક શાળાના આચાર્ય કે પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી થશે.
 • દેશની લગભગ સાડા ચાર લાખ માધ્યમિક શાળાઓના દસ લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ માટે ઓળખી લેવામાં આવશે.
 • એવોર્ડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના પોતાના પ્રોજેક્ટના સાધનો ખરીદવા માટે તેમજ પ્રોજેક્ટને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે કરી શકાશે.
 • જિલ્લા અને રાજ્ય સ્તરે ઈન્સ્પાયર એવોર્ડના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને રજૂ કરી શકે એ હેતુસર જિલ્લાઓ તેમજ રાજ્યો માટે બજેટની જોગવાઈ કરાશે.
 • ઈન્સ્પાયર એવોર્ડના નાણાં વિદ્યાથીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીધા ચૂકવાય એવ વ્યવસ્થા કરી છે.
 • બધા રાજ્યોને પોતાના વિસ્તારની સરકારી, ગ્રાન્ટ મેળવતી અને ખાનગી ધોરણે ચાલતી તમામ માધ્યમિક શાળાઓની યાદી આપવાની સૂચના અપાઈ છે.
 • છટ્ઠા અને આઠમા ધોરણ એમ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી શાળાના આચાર્ય કરશે અને એ ત્રણમાંથી પસંદગી પામેલ એક વિદ્યાર્થીનું નામ અલગથી દર્શાવશે. એ જ રીતે બીજા વિભાગના નવમાં અને દસમાં ધોરણના એકએક એમ બે વિદ્યાર્થીઓની પસંદગી આચાર્ય દ્વારા કરાશે. અને એમાંથી પસંદગીના એક વિદ્યાર્થીનું નામ અલગથી જણાવશે. આ તમામ નામોની સૂચી રાજ્યના તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાથીઓની સંપૂર્ણ સૂચી અપાશે.
 • ઈન્સ્પાય એવોર્ડ માટે આચાર્ય કે પ્રિન્સીપાલદ્વારા જયારે વિદ્યાર્થીઓની પસંદગી કરાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી એ અંગે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે. પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ મેળવેલ પરિણામ અને વિજ્ઞાન મેળાઓમાં રજૂ થતા પ્રોજેક્ટો તૈયાર કરવામાં વિદ્યાર્થીએ કેટલો રસ લીધો છે, એ બાબત પણ ધ્યાનમાં લેવાશે.
 • કેવા માનકોને આધારે વિદ્યાર્થીઓની એવોર્ડ માટેની પસંદગી કરાઈ છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને જણાવાશે.
 • જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શનો યોજવા માટે જરૂરી નણાકીય સહાય પૂરી પડશે અને પ્રોજેક્ટ ચૂંટી કાઢવા માટે સમીક્ષકો કે નિર્ણાયકની જરૂર હશે તો વિજ્ઞાનીઓ, સંશોધકો કે વિજ્ઞાનના પ્રધ્યાપકોની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
 • વિજ્ઞાનપ્રવાહના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી પોતાની કારકિર્દી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધનો માટે જ બનાવવા ઈચ્છતો હોય તો એવા યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા વિજ્ઞાનીઓ અથવા નોબલ ઇનામ વિજેતા વિજ્ઞાનીઓ સાથે સંપર્ક કરી અપાશે. અને ‘ઈન્સ્પાયર ઇન્ટર્નશીપ’ આપવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ

ઈન્સ્પાયર કાર્યક્રમનું બીજું અંગ છે ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ચાલી રહેલા સંશોધનોમાં વિદ્યાર્થીઓ સાંકળી લેવા માટે ઉનાળાની રજાઓ દરમ્યાન તેઓને પ્રયોગશાળાઓમાં પ્રત્યક્ષ અનુભવ પૂરો પડશે. સત્તરથી બાવીસ વર્ષની વય જૂથના દસ હજાર વિદ્યાર્થીઓને પસંદ કરીને દરેકને પ્રકૃતિ વિજ્ઞાન અને પાયાના વિજ્ઞાન શાખાઓમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે દરેકને વાર્ષિક ૮૦ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આવી ઉચ્ચ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાના રસ-રુચિ મુજબના આ આધાર વિજ્ઞાન વિષયોમાંથી કોઈ એક કે એકથી વધુ વિષયો બી.એ.સી. કે એમ.એસ.સી.ની પદવી મેળવવા માટે કરી શકાશે.

 1. ભૌતિક વિજ્ઞાન
 2. રસાયણ વિજ્ઞાન
 3. ગણિત શાસ્ત્ર
 4. જીવવિજ્ઞાન
 5. આંકડાશાસ્ત્ર
 6. ભૂસ્તરશાસ્ત્ર
 7. ખગોળ ભૌતિકશાસ્ત્ર
 8. ખગોળ વિજ્ઞાન
 9. ઇલેક્ટ્રોનીક્સ

10. વનસ્પતિવિદ્યા

11. પ્રાણીવિદ્યા

12. જૈવ રસાયણ વિદ્યા

13. નૃવંશશાસ્ત્ર

14. સૂક્ષ્મ જીવ વિદ્યા

15. ભૂ-ભૌતિક શાસ્ત્ર

16. ભૂ-રસાયણ શાસ્ત્ર

17. પર્યાવરણ વિજ્ઞાન

18. સમુદ્ર વિજ્ઞાન.

ઈન્સ્પાયર સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે શિષ્યવૃત્તિના નાણાંનો ઉપયોગ કરવાનો રહેશે.

સંશોધન ક્ષેત્રે કારકિર્દી

ઈન્સ્પાયર પ્રોજેક્ટનું ત્રીજું અંગ છે સંશોધન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને તક પૂરી પાડવાની ખાતરી. ૨૨થી ૨૭ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ વિજ્ઞાનની પાયાની વિદ્યાશાખાઓ, તબીબી વિદ્યા કે એન્જીનીયરીંગમાં માસ્ટર ડીગ્રી પછી વધુ સંશોધનો કરવા ઈચ્છતા હોય તો તેઓને પીએચ.ડી. મેળવવા, આ માટે પ્રેરવા અને સંશોધનો પૂર્ણ થાય ત્યાં સુધી એમાં જોડાઈ રહેવાની અનુકૂળતા પૂરી પાડવા ઈન્સ્પાયર ફેલોશિપ વ્યવસ્થા કરાઈ છે. પીએચ.ડી. પૂરું કર્યા પછી પણ વધુ સંશોધનો-અખતરા-પ્રયોગો કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ એ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ‘યુનાઇટેડ કિંગડમ’ની રોયલ સોસાયટી આવી જ સુવિધાઓ આપે છે. જે આપણા દેશના યુવા સંશોધકોને મળશે. ઈન્સ્પાયર ફેકલ્ટી સ્કીમ અંતર્ગત પાયાની વિજ્ઞાન શાખાઓ અને એપ્લાઈડ સાયન્સના કોઇપણ વિષયમાં પાંચ વર્ષ સુધી સંશોધનો કરી શકાશે.

ઈન્સ્પાયર ફેલોશિપ યોજનામાં પીએચ.ડી.ના સંશોધનો કે એ વિષય સાથે સંકળાયેલા પૂરક સંશોધનો માટે જરૂરી સીવીધાઓ કે માર્ગદર્શનો માટે ખાનગી એકમોને પણ સંકલી લઈ શકાશે. જેથી સરકાર દ્વાર નવા વૈજ્ઞાનિકોનો વિશાળ સમુદાય ઊભો કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એને ગતિ મળે છે. પાયાની વિજ્ઞાન શ્ખાઓ, એપ્લાઈડ સાયન્સ ઉપરાંત તબીબી વિદ્યા અને કૃષિ વિજ્ઞાન પણ સંશોધન ક્ષેત્રોમાં સાંકળી લીધા છે. અનુસ્નાતક કક્ષાએ કોઈ વિજ્ઞાન શાખામાં પ્રથમ નંબરે યુનિવર્સિટીની એમ.એસ.સી.ની ડીગ્રી મેળવનાર વિદ્યાર્થી તેમજ પાંચ વર્ષના એમ.એસ.સી કે એમ.એસ. કોર્સના બીજા વર્ષના પરિણામમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવનાર ઈન્સ્પાયર સ્કોલર આ ફેલોશિપ યોજનાનો લાભ લઈ શકશે.

૨૭થી ૩૨ વર્ષના વયજૂથમાં આવતા વિજ્ઞાન સંશોધકો માટે ઈન્સ્પાયર ફેકલ્ટી યોજનામાં આવરી લેવાશે. વિજ્ઞાન સંશોધકોને પોતાની કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ માટે આ યોજના શરુ કરાશે. દેશની વિજ્ઞાન સંસ્થાઓમાં અને વિજ્ઞાનનું શિક્ષણ આપતી સંસ્થાઓમાં વિવિધ વિજ્ઞાનશાખાના નિષ્ણાતો પુરતી સંખ્યામાં મળી રહે એ હેતુસર આ યોજના શરૂ કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરવા ઈચ્છતા યુવા વિજ્ઞાનીઓને આ યોજનામાં જોડાઈને પોતાની ક્ષમતાઓનો પૂરો વિકાસ કરીને આગળ જતાં દેશના વિજ્ઞાનીઓ અને ટેકનોલોજીસ્ટોના સમુહમાં જોડાઈ શકશે. યોજનામાં જોડાનાર વિદ્યાર્થીને ૫ વર્ષના કરાર હેઠળ ફેકલ્ટી તરીકે સવલતો અપાશે અને પાંચ વર્ષ પછી તેઓ પોતાની ઈચ્છા મુજબ નવેસરથી કારકિર્દી બનાવી શકશે.

સ્ત્રોત  : ઈન્સ્પાયર

2.91935483871
નેવીગેશન
Back to top