વહેંચો

ડીજીટલ લોકર

સરકારનું ડીજીટલ લોકર વિષેની માહિતી વિષેની આપી

”digilocker”


ડીજીટલ લોકર પોર્ટલ પર નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું

પાનકાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ તેમજ ડીગ્રી સર્ટીફીકેટ સહિતના દસ્તાવેજ તમે કેવી રીતે સાચવો છો ? તેમને એક ફોલ્ડરમાં સાચવીને રાખવા પડે છે. કોઇ એજન્સીમાં તે આપવાની જરુર પડે ત્યારે આ દસ્તાવેજો આપણે આપતા હોઇએ છીએ. પરંતુ અગત્યના આ દસ્તાવેજોનો આટલો મોટો જથ્થો માત્ર જે તે વ્યક્તિ માટેજ નહીં પરંતુ એજન્સીઝ માટે પણ સાચવવો એક અઘરુ કાર્ય છે. તે સિવાય તેની ખરાઇ કરવી તે પણ એક મોટી સમસ્યા છે. અને જો આગ કે વરસાદના બનાવોમાં આ પ્રકારના આધાર નષ્ટ થઇ જાય તો તેની સુરક્ષા પર પણ સવાલ ઉભા થાય.

આ પ્રકારની સમસ્યાઓનો નિવેડો લાવવા માટે ભારત સરકારે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તેનું નામ છે- ડીજીટલ લોકર. તેને ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય હસ્તકના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. તેનું બેટા વર્ઝન 10 ફેબ્રુઆરી 2015ના રીલીઝ કરવામાં આવ્યુ છે જ્યારે રાષ્ટ્રીય રીતે તેને 1 જુલાઇ, 2015ના વડાપ્રધાનના હસ્તે લોન્ચ કરવામાં આવશે.

શું છે ડીજીટલ લોકર ?


ડીજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ ઉપક્રમ શરુ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ભૌતિક રીતે દસ્તાવેજો દૂર કરી તેને ઇલેક્ટ્રોનીક રીતે સાચવીને રાખવાનો છે. આ દસ્તાવેજો દરેક સરકારી કચેરીઓમાં શેર થઇ શકશે. ડીજીટલ લોકરમાં દરેક નાગરિકને વ્યક્તિગત સ્ટોર કરવા માટે સ્પેસ મળશે. જેમાં ક્લાઉડ સ્પેસને તે વ્યક્તિના આધાર કાર્ડ નંબર સાથે જોડવામાં આવશે. આ રીતે ડીજીટલ લોકર સાથે જોડાયેલી સરકારી સંસ્થાઓ જે તે વ્યક્તિને ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં સર્ટીફીકેટ આપી શકશે. જે તે વ્યક્તિ પણ ડીજીટલ લોકરમાં સ્કેન કરેલી કોપી અપલોડ કરી શકે છે. તેઓ ઇ સાઇન સુવિધાની મદદથી આ દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરી શકશે. તે સિવાય તમે તમારા દસ્તાવેજો આ સેવા સાથે જોડાયેલી સરકારી સંસ્થાઓ સાથે શેર પણ કરી શકો છો.

ડીજીટલ લોકરના મુખ્ય ફાયદા કયા ?

ડીજીટલ લોકર સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજો માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ છે. આધાર દ્વારા તે ડોક્યુમેન્ટની ખરાઇ પણ યોગ્ય રીતે થઇ શકશે સરકારી કચેરીઓમાં પેપર વર્ક ઓછુ થવાથી ભારણ ઘટશે. દસ્તાવેજો ગમે ત્યારે ગમે તે જગ્યાએ મળી શકશે જેનાથી સરળતા રહેશે.

 

2.90243902439
નેવીગેશન
Back to top