હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / પાકને લગતી યોજના / પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના
વહેંચો

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના વિષે ની માહિતી

સેન્ટ્રલ સેક્ટર યોજના- સંપદા (કૃષિ-સમુદ્રી પ્રક્રિયા અને એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટરનો વિકાસ) ૧૪ માં નાણા કમીશન હેઠળ ૨૦૧૬-૨૦ સમયગાળા માટે મે ૨૦૧૭માં કેબીનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. આજે આ યોજનાનું નામ બદલી ‘પ્રધાનમંત્રી કિસાન યોજના(PMKSY).’ કરવામાં આવ્યું છે.
આ એક બહુઆયામી યોજના છે જેમાં મંત્રાલય દ્વારા ચાલુ યોજનાઓ જેવી કે, મેગા ફૂડ પારક, સંકલિત કોડ ચેઈન, મૂલ્ય આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાદ્યસુરક્ષા અને ગુણવત્તા આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે. વળી, નવી યોજનાઓ જેમ કે, એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, પછાતજાતિનો વિકાસ અને ફોરવર્ડ લિંક્જેસ, ફૂડ પ્રોસેસીંગ અને પ્રિઝર્વેશનની ક્ષમતામાં વધારો તથા વિસ્તરણ.

વૈકલ્પિક

PMKSY નો ઉદ્દેશ્ય કૃષિને પુરક કરવા, પ્રક્રિયાને આધુનિક બનાવવા અને કૃષિ કચરો ઘટાડવાનો છે

અમલમાં આવનાર યોજનાઓ:

PMKSY અંતર્ગત નીચેની યોજનાઓનું અમલીકરણ થનાર છે.

 • મેગા ફૂડ પાર્ક
 • ફૂડ પ્રોસેસિંગનું નિર્માણ અને ફેલાવો/ પ્રિઝર્વેશન ક્ષમતા વધારવી
 • એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટરનું નિર્માણ
 • પછાત અને ફોરવર્ડ લિંક્સ બનાવવા માટેની યોજના
 • ખાદ્યસલામતી અને ગુણવત્તા આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર
 • માનવ સંશાધન અને સંસ્થાઓ.

નાણાકીય ફાળવણી

PMKSY યોજના માટે રૂ. ૬,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જેમાં ૩૧,૪૦૦ કરોડ રૂપિયાનું લાભ રોકાણ કરવામાં આવ્યું છે. 334 લાખ મેટ્રિક ટન કૃષિ ઉત્પાદનનું મૂલ્ય રૂ. 1,04,125 કરોડ જેનાથી ૨૦ લાખ ખેડૂતોને લાભ અને ૨૦૧૯-૨૦ દરમ્યાન ૫.૩૦,૫૦૦ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થશે.

અસર

 • PMKSY અમલીકરણથી ખેતરથી રિટેલ આઉટલેટ માટે કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે.
 • દેશમાં ખાદ્ય પ્રોસેસિંગ સેકટરને પ્રોત્સાહન આપશે.
 • જે ખેડૂતોને વધારે ભાવ અપાવવા મદદ કરશે અને ખેડૂતોની આવકને બમણી કરવામાં એક ડગલું આગળ વધશે.
 • ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોજગારીની તકોનું નિર્માણ કરશે.
 • તે કૃષિ પેદાશોનો બગાડ ઘટાડવા, પ્રોસેસિંગ સ્તરને વધારીને, ગ્રાહકોને સસ્તા અને  સલામત તથા અનુકૂળ પ્રોસેસ્ડ ખોરાકની પ્રાપ્યતા વધારવા અને પ્રોસેસ્ડ ફૂડ્સના નિકાસને વધારવામાં મદદ કરશે.

સ્ત્રોત :ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય

3.10294117647
નેવીગેશન
Back to top